Dakshin Gujarat

પલસાણાના ચલથાણના જ્વેલર્સના શો રૂમમાં રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ

પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે સુગર ફેક્ટરીની સામેની બાજુએ આવેલી એક જ્વેલર્સની દુકાનમાં (Jewelers shop) ગત તા.28 જાન્યુઆરીએ 6 ઇસમે આવી રીવોલ્વર બતાવી લૂંટ (Robbery) કરવાનો પ્રયાસ કર્યો હતો. શો રૂમના માલિકે બૂમાબૂમ કરતાં ગભરાઇ ગયેલા લુંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણમાં સુગર ફેક્ટરીની બાજુમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની વિનોદકુમાર ગહેરીલાલ ખાળ્યા (ઉં.વ.60) તેમના ઘરની આગળની ભાગે સોના-ચાંદીના તૈયાર સામાનનો આદિનાથ જ્વેલર્સ નામનો શો રૂમ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત તા.28 જાન્યુઆરીએ સાંજે વિનોદકુમાર તેમની જ્વેલર્સની દુકાનમાં હાજર હતા. ત્યારે બે અજાણ્યા ઇસમ આવ્યા હતા અને શો રૂમમાં મૂકેલા દાગીના જોવા લાગ્યા હતા.

  • પહેલા બે અજાણ્યા દાગીના ખરીદવાના નામે ઘૂસ્યા બાદ અન્ય ચાર ઇસમ આવ્યા
  • કેપ પહેરીને આવેલા એક ઇસમે રિવોલ્વર જેવું હથિયાર બહાર કાઢ્યું હતું
  • એક લુંટારાએ રિવોલ્વર કાઢતાં ગભરાયેલા વેપારીએ બૂમો પાડી ને તસ્કરો ભાગ્યા

કેપ પહેરીને આવેલા એક ઇસમે રિવોલ્વર જેવું હથિયાર બહાર કાઢ્યું
વિનોદભાઇએ તેમને પૂછ્યું હતું કે, શું જોઇએ છે. ત્યારે તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. બાદ થોડીવા૨માં અન્ય 4 ઇસમ આવીને શો રૂમમાં દાગીના જોવા લાગ્યા હતા. જેમાંથી કેપ પહેરીને આવેલા એક ઇસમે રિવોલ્વર જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જેને લઇ વિનોદભાઇએ ગભરાઇ જઇ બૂમો પાડતાં તેમના ઘર તરફ ગયા હતા. ત્યારે ગભરાઇ ગયેલા તસ્કરો ચોરી કર્યા વગર જ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ અંગે તેમણે ગત શુક્રવારે કડોદરા પોલીસમથકે 6 અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબીએ કેટલાક આરોપીને ઝડપી પાડ્યા હોવાનું પણ જાણવા મળે છે.

OLX ઉપર સસ્તામાં કારનો સોદો અંકલેશ્વરના ડ્રાયફૂટના વેપારીને રૂ.2 લાખમાં પડ્યો
અંકલેશ્વર: OLX ઉપર સસ્તામાં સ્કોર્પિયો કારનો સોદો અંકલેશ્વરના ડ્રાયફૂટના વેપારીને રૂપિયા 2 લાખમાં પડ્યો હતો. આર્મીમેનના નામે ભેજાબાજે રચેલી માયાજાળમાં 5 વખત રૂપિયા નંખાવા છતાં જયપુરથી કાર ઘરે નહીં આવતાં અને અંતે પૈસા ખાલી થઈ જતા વેપારીને પોતે છેતરાયો હોવાનું ભાન થયું હતું. ઓનલાઈન ચિટિંગ અને સાયબર ફ્રોડ હાલ ઇ-કોમર્સ, વેબ લિંક, ફ્રોડ કોલ, OLX સહિતની સાઈટો ઉપર બમ્પર ગતિએ ફૂલીફાલી છે. અનેક લોકો ભેજાબાજોની માયાજાળમાં આવી લાલચ કે સસ્તાના સોદામાં ભેરવાઈ મોહિત થઈ ભોગ બની રહ્યા છે. પોલીસ પ્રજાને વારંવાર ટકોર અને વાકેફ કરી રહી હોવા છતાં લોકોનો છેતરાવવાનો સિલસિલો અને ભેજાબાજોના પેંતરા કામિયાબ થઈ રહ્યા છે.

Most Popular

To Top