National

ભારતના 124 જવાનોએ ચીનના 1200 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા, દેશ તેમની વીરતાને ક્યારેય ભૂલી નહીં શકે: રાજનાથ સિંહ

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) આજે ઉત્તરાખંડના (Uttarakhand) પિથોરાગઢની (Pithoragadh) મુલાકાત પર છે. રાજનાથ સિંહે પિથોરાગઢમાં શહીદ સન્માન સમારોહની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને (Pakistan) ચેતવણી આપતાં કહ્યું હતું કે આતંકવાદ (Terrorist) વિરુધ્ધ ભારત (India) કડક કાર્યવાહી કરી રહ્યું છે અને જો પાકિસ્તાન (Pakistan) ભારતની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાને ભારત તરફથી વળતાં હુમલાને સહન કરવાની તૈયારી રાખવી પડશે. આ સાથે જ રાજનાથ સિંહે ઉત્તરાખંડમાં પાંચમું ધામ ઉમેરાશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ ચીનના 1200 સૈનિકોને મોતને ઘાટ ઉતારતી વખતે શહીદ થયેલા 124 ભારતીય જવાનોને રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પિથોરાગઢ પહોંચ્યા બાદ સૌપ્રથમ શહીદ કુંડલ સિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ શહીદના માતા-પિતાને પણ મળ્યા હતા. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાન ભારતમાં શાંતિ ભંગ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે પરંતુ ભારત તેમને સ્પષ્ટ સંદેશ આપે છે કે શાંતિના ભંગ બદલ ભારત ચોકકસથી જવાબી કાર્યવાહી કરીશે. આ એક નવું અને શક્તિશાળી ભારત છે.  આ ઉપરાંત તેમણે પોતાના વક્તવ્યમાં આગળ કહ્યું કે 18 નવેમ્બરના રોજ તેઓ રેઝાંગ લા ગયા હતા જ્યાં તેમને કુમાઉ બટાલિયનના 124 જવાનો દ્વારા દુશ્મન વિરુધ્ધ બતાવવામાં આવેલી તેમની બહાદુરી વિશે જણાવવામાં આવ્યું હતું. જેના પર તેમણે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે દેશ શહીદોની બહાદુરીને ક્યારેય ભૂલી શકે નહીં. એ સમયે 114 સૈનિકો શહીદ થયા હતા, પરંતુ તે વીર જવાનોએ 1200 થી વધુ ચીની (China Army) સૈનિકોનો સામનો કર્યો હતો અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ શહીદ સમ્માન સમારોહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિક, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, અલ્મોડા-પિથોરાગઢના સાંસદ અજય તમટા, ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી ગણેશ જોશી અને બિશન સિંહ ચુફાલ પણ હાજર રહ્યા હતા. શહીદ સન્માન સમારોહનું ઉદ્ઘાટન કરતી વખતે રાજનાથ સિંહે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં ચાર ધામ છે, ભવિષ્યમાં અહી ‘સૈન્ય ધામ’ બનશે ત્યારે તે પાંચમું ધામ હશે. આ ધામમાં શહીદોના ઘરની માટી હશે. સૈનિક ધામમાં શહીદો અને તેમના ગામોના નામ પણ લખવામાં આવશે. અહી અમે તમને  જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) ઉત્તરાખંડમાં પાંચમા ધામ તરીકે સૈનિક ધામ બનાવવા માટે પિથોરાગઢ જીલ્લા પ્રશાસને પુરકુલમાં જમીન ટ્રાન્સફર કરી છે. મળતી માહિતી મુજબ સૈનિક ધામમાં એક ભવ્ય સ્મારક સંગ્રહાલય, શૌર્ય ચંદ્રક ગેલેરી, મહત્વપૂર્ણ યુદ્ધોની વિગતો અને અન્ય ઘણી સૈન્ય સંબંધિત વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. હાલ ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. આથી ઉત્તરાખંડમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.

Most Popular

To Top