કઠલાલ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા શનિવારના રોજ મળેલી બેઠક બાદ ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડ મંજૂર...
પેટલાદ : પેટલાદની એચડીએફસી બેન્કના છ જેટલા કર્મચારીઓએ ભેગા મળી ખાતેદારોના નામે ગ્રુપ લોનના નામે રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં આ રકમના...
લુણાવાડા : લુણાવાડા તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ બનાવી ખાનપુરના આસીસ્ટન્ટ ટીડીઓએ રાજકોટના સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીથી શિક્ષણ...
સુરત: (Surat) ઇચ્છાનાથ ખાતે ફ્લેટ ભાડે રાખીને મુંબઈ, કલકત્તા અને દિલ્હીની (Delhi) યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી 5...
જેરૂસલેમ: હમાસના (Hamas) શાસન હેઠળની ગાઝા પટ્ટીને સંપૂર્ણ ઘેરા હેઠળ લેવાનો આદેશ ઇઝરાયેલના (Israel) સંરક્ષણ મંત્રીએ (Minister) આપ્યો છે અને આ પ્રદેશના...
નવી દિલ્હી : પાકિસ્તાનની (Pakistani) સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર (Anchor) ઝૈનબ અબ્બાસ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) વચ્ચે ભારત (India) છોડીને...
ભરૂચ: (Bharuch) રવિવારે રાતે ભરૂચ શહેરમાં BSNL ઓફિસ નજીક આવેલા રોયલ કોમ્પ્લેક્સનો હિસ્સો ધરાશાયી (Collapse) થયો હતો. રજાના કારણે કોમ્પ્લેક્સની દુકાનો બંધ...
ગાંધીનગર: જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ (Vibrant Gujarat Global Summit) યોજાવાની છે. જેની 10મી શ્રેણી અંતર્ગત...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મોચી એકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયાના (India) બદલે ભારત (Bharat) નામ જાહેર કરવાની માંગ સાથે વડોદરા જિલ્લા કલેકટરની...
વડોદરા: વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu Parishad) કાર્યકર્તાઓની બસનો અમદાવાદમાં (Ahmedabad) વિધર્મીઓ દ્વારા ઘેરાઓ કરવામાં આવતા વડોદરા (Vadodara) વીએચપીના (VHP) કાર્યકરોમાં ભારે...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકામાં બોપી ગામના બરડા ફળીયાના વાપી કંપનીમાં નોકરી કરતા અજય બેંડુભાઇ દુંદા રવિવારે તેના મિત્રને મળવા માટે તેની મો.નં...
વડોદરા: ઇઝરાયલ – હમાસ વચ્ચેના (Israel-Hamas War) ભીષણ યુદ્ધમાં કેટલાય લોકો અટવાઈ પડ્યા હતા. હમાસ સંગઠન દ્વારા અણધાર્યો હુમલો કરવામાં આવ્યો હતો...
વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ ગુજરાત સમિટની દસમી કડી આગામી જાન્યુઆરી (January) માસમાં ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજનાર છે. રાજ્ય સરકાર દ્વારા...
સુરત: સુરતમાં (Surat) માસુમ બાળકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષનું બાળક મોબાઈલમાં (Mobile) રમતા રમતા કામરેજ ચાર રસ્તા સુધી...
નવી દિલ્હી: હાલમાં જ એક ફેશન શો(Fashion show)નો વીડિયો(video) સોશિયલ મીડિયા(social media) ઉપર વાઇરલ (viral) થઈ રહ્યો છે અને લોકો(Public)ના ગુસ્સા(Anger)નો શિકાર...
અમદાવાદ: (Ahmedabad) ICC વર્લ્ડ કપમાં (World Cup) ભારત પાકિસ્તાન (India Pakistan) વચ્ચે 14 ઓક્ટોબરના રોજ મેચ રમાશે. ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હમેશા...
સુરત: સુરત ઉતરાણ(Utaran) રામપાટ ઝુપડપટ્ટીમાં પતરાના છાંયડા(Shed)માં ખુલ્લે આમ રમાતા જુગારધામ(GamblingPlace) ઉપર સ્ટેટ વિજીલન્સએ(StateVigilance) દરોડા પાડી 24 જણાને ઝડપી(Arrested) પાડ્યા હતા. એટલું...
નવી દિલ્હી: ચીનમાં (China) યોજાયેલ એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) સમાપ્ત થઈ ગઈ છે. આ ગેમ્સના સમાપન સમારોહમાં (Closing Ceremony) ભારતીય...
રાજકોટ: (Rajkot) રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનની (Railway Station) હદમાં આવેલી ઝાડી ઝાંખરામાંથી શનિવારે મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ લાશ માલવિયાનગર...
નવી દિલ્હી: ઉત્તરાખંડ(Uttarakhand)થી એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ગત રાત્રે ઉત્તરાખંડ(Uttarakhandના નૈનિતાલ(Nainital)માં એક સ્કૂલબસ(SchoolBus) 100 ફૂટ ઊંડી ખીણ(Valley)માં પડી જતાં 7...
નવી દિલ્હીઃ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ચૂંટણીની (Election) જાહેરાત બાદ પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ...
ધરમપુર (Dharampur) : છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના (HeartAttack) કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. રોજ કોઈને કોઈ યુવાનના હાર્ટ એટેકના લીધે...
નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન(ShahrukhKhan)ને લઈને એક મોટા સમાચાર(News) સામે આવ્યા છે. બોલિવવૂડના કિંગ ખાન(KingKhan) એટલેકે શાહરુખ ખાન દ્વારા આ વર્ષે...
સુરત(Surat) : સુરત સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગના એક સુપરિટેન્ડેન્ટના મોતથી (Supretendent Death) વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ સુપરિટેન્ડેન્ટનો મૃતદેહ દમણમાં (Daman)...
સુરત: સુરત(surat)માંથી અલગ-અલગ સ્થળ(Place) ઉપર જાહેરમાં યુવાનો દ્વારા બર્થડે સેલિબ્રેશન (BirthDayCelebration)ના વિડીયો વાઇરલ(Viral) થતાં હોય છે જે દંડનીય(Punishable) છે એવી જાહેરાત પણ...
નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે (Indian Election Commission) મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યો માટેની ચૂંટણીનું (Election) ટાઈમ ટેબલ જાહેર...
કડાણા : મહિસાગરના કડાણા ખાતે ઘોડિયાર નદીનાથ મહાદેવ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો....
નડિયાદ: મહુધાના યુવકે પોતાના આડાસંબધમાં પત્ની પર ત્રાસ ગુજાર્યાની બિના સામે આવી છે. પરસ્ત્રીના મોહમાં 12 વર્ષ જૂના લગ્ન જીવનમાં દરાર પડી...
બોરસદ: બોરસદ તાલુકાના કાંધરોટી ગામનું ગરનાળું જર્જરિત હાલતમાં છે તેમજ ઘણો બધો ભાગ ખુબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ ગરનાળા પરથી...
નવી દિલ્હી: આતંકવાદી(Terrorist) સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ(Israel) પર કરવામાં આવેલા હુમલા(Attack)નો મૃત્યુઆંક(Deathnumber) સતત વધી રહ્યો છે. આ યુદ્ધ(War)માં બંને પક્ષોના અત્યાર સુધીમાં...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
કઠલાલ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગયા શનિવારના રોજ મળેલી બેઠક બાદ ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડ મંજૂર કર્યા હતા. જો કે, ખેડા જિલ્લાના ફાગવેલ ખાતેના ભાથીજી મહારાજના મંદિરનો સમાવેશ ન કરાતા ક્ષત્રિય સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખેડા જિલ્લામાં વિવિધ હિન્દુ ધર્મના ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં ગળતેશ્વર ઉંટકંઠેશ્વર સહિત ફાગવેલ ખાતેના ભાથીજી મંદિરનો ધાર્મિક સ્થળોના વિકાસમાં સમાવેશ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ અને શ્રદ્ધાંળુંઓમાં ભારે રોષ ફેલાયો છે.
મુખ્યમંત્રીની ગ્રામ્ય કક્ષાના 16 ધાર્મિક સ્થળોના વિકાસ અર્થે રૂ.37.80 કરોડની જાહેરાત બાદ સોશિયલ મીડિયા સહીત લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ગૌરક્ષાની પ્રેરણા આપતાં ફાગવેલ ધામની અવગણના કરવામાં આવી હોવાનો શૂર ઉઠ્યો છે. જ્યારે ઇતિહાસ પ્રમાણે ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે અને મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય પણ છે.
લોક કથા મુજબ ભાથીજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે ભાથીજીના લગ્ન કંકુબા સાથે થઈ રહ્યાં હતાં અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના રાજાએ ગામના ગૌમાતા (ગાય) પર કબજો કર્યો હતો. ભાથીજીએ પોતાના લગ્નના ચાલુ ફેરા છોડી પોતાની તલવાર લઈ ઘોડે ચઢ્યા હતા. તેમણે લડાઈ કરી રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી હતી. પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેમના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું હતું.
અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરાવવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઈતિહાસને લઈ કઠલાલના ફાગવેલ ખાતેના વીર ભાથીજી મહારાજના મંદિરે શ્રદ્ધાંળુંઓ પોતાની આસ્થાઓ સાથે રોજે રોજ આવતા હોય છે. ફાગવેલને પણ વિકાસ બોર્ડ દ્વારા આવરી લઈ ગ્રાન્ટ ફાળવવમાં આવે તેવી માંગ ઉઠી છે. હાલના તબક્કે સમાવેશ ન થતા સમગ્ર મામલે ભાથીજીમાં શ્રદ્ધા ધરાવતા ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ફાગવેલને પ્રાધાન્ય આપવું જોઈએ
પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય હતો ત્યારે અનેક વખત સરકારમાં ફાગવેલ મંદિરના વિકાસ માટે રજુઆતો કરી છે. ફાગવેલને પ્રાધાન્ય આપવુ જોઈએ. ક્ષત્રિયોનું લાગણીશીલ મંદિર ગણવામાં આવે છે. ફાગવેલનો ઘણા સમયથી વિકાસ નથી થતો. સરકારે ખરેખર આવું ન કરવું જોઈએ, ફાગવેલને મહત્વ આપી વિકાસ માટે પૈસા ફાળવવા જોઈએ.
સરપંચ પાસે કામોની વિગતો માંગી છે
શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટના અધ્યક્ષ ભારતસિંહ પરમારએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ફાગવેલનો સમાવેશ કરવામાં આવશે. સરપંચ પાસે વિકાસના કામોની વિગતો માંગી છે. ફાગવેલ ગ્રામ પંચાયતે ગ્રાન્ટની માંગણી કરી છે. તેમજ વધુ વિગત માટે સરપંચનો સંપર્ક સાધવા જણાવ્યુ હતું.
અગાઉ ગ્રાન્ટ પાસ થઈ હતી, પરંતુ ટ્રસ્ટ પૈસા ભરી શક્યુ નહોતુ
ફાગવેલ ગ્રામ પંચાયતના સરપંચના પતિ બુધાજી રાઠોડે જણાવ્યું હતું કે, અગાઉ વિકાસ બોર્ડમાંથી 1.20 કરોડ જેટલી ગ્રાન્ટ પાસ થઈ હોવાનો પત્ર આવ્યો હતો. જેમાં ટ્રસ્ટ 20% પૈસા ભરે તો ગ્રાન્ટ મળે તેમ હતી. પરંતુ ટ્રસ્ટ દ્વારા પૈસા ન ભરવામાં આવતા ગ્રાન્ટ મળી ન હતી. ઉપરથી દોઢ માસ અગાઉ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત પાસે વિકાસના કામોનું લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું.