Top News

More Posts

   The Latest

Most Popular

બિખરી હુઇ ચીજોં કો સજાયા જાયે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે… (નિંદા ફાઝલી) મોદી સરકારે કેટલાક અત્યંત સરાહનીય પ્રજાકીય કાર્યો કરેલા છે. (એમાંના કેટલાક નતની ગણતરીવાળા કાર્યો પણ હશેજ!) એમાં બે મત નથી જ, જેમ કે જેનેરીક દવાઓ, આયુષમાન કાર્ડ ગરીબો માટેના આવાશો (છોને ઓછી આવરદા વાળા હોય?)વગેરે નફાખોરી, મોંઘવારી ડામવા માટે સરકારે જડબે સલાક-કડક પ્લાનીંગ તેના ચૂસ્ત અમલ ભાવો પછી ઘટતા નથી. યેનકેન પ્રકારે વધેલા જ રહે છે કે નવાઈની વાત છે કે આટલી બધી મોંઘવારીના મુદ્દે આંદોલનો થતાં નથી?!

સરકારે આયુષમાન કાર્ડધારકને દાંતની તેમજ આંખની સારવાર માટે નો લાભ પણ આપવો જોઈએ. આજે દાંતની સરવારનો ખર્ચ અધધધ થઇ ગયો છે. આંખની સારવાર પણ સસ્તી નથી. કહેવાય છે કે જેના દાંત ખરાબ તેનું પેટ ખરાબ અને આંખ તો માનવી પાંખ, સરકારે આ બાબતમાં વિચારણા કરીને આયુષમાન કાર્ડ ધારકને દાંત તેમજ આંખની સારવારનો લાભ અચૂકપણે આપવો જોઈએ. આજના મોંઘવારીના માહોલમાં ગરીબ તથા મધ્યમવર્ગની મૂલ્યવાન સેવા થયેલી ગણાશે આટલા બધા પેકેજોની સાથે એક પેકેજ ઔર..
પાલ-ભાઠા – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top