Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ગોવા, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર અને દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા રહે છે. મોટા ભાગે ખેપિયાઓ ટ્રક, ટેમ્પો કે કારમાં દારૂની હેરફેર કરતા હોય છે. પોલીસનું દબાણ વધે ત્યારે ખેપિયાઓ દરિયાઈ માર્ગે પણ દારૂ ગુજરાતમાં ઘૂસાડતા હોય છે અને ક્યારેક ટ્રેનનો પણ ઉપયોગ કરે છે. પરંતુ મોટા ભાગે ટ્રેનમાં દેશી દારૂની ખેપ ખેપિયાઓ મારતા હોય છે, પરંતુ સુરત પોલીસે ગોવાથી ટ્રેનમાં વિદેશી દારૂની બોટલો છુપાવીને લાવતા બે ખેપિયાને પકડ્યા છે.

ગોવાથી ઉપડેલી હાપા ટ્રેનમાં બે ખેપિયાઓ દારૂની ખેપ મારી રહ્યાં હોવાની બાતમી મળતા રેલવે પોલીસે વોચ ગોઠવી હતી. આ બંને યુવકો વડોદરાના હોવાની માહિતી હતી. દારૂ પણ વડોદરા જ લઈ જવામાં આવી રહ્યો હતો. પરંતુ સુરત રેલવે પોલીસ બાતમી મળ્યા બાદ મડગાવ હાપા એક્સપ્રેસ ટ્રેનમાં પહોંચી ગઈ હતી. ટ્રેનના રિઝર્વેશન કોચના ટોયલેટમાં ખેપિયાઓએ દારૂ છુપાવ્યાની બાતમી હતી. બાતમી અનુસાર ટોઈલેટ પાસે પોલીસ પહોંચી હતી. એસ-1 રિઝર્વેશન કોચ ચેક કરતા તેનું ટોઈલેટ બંધ હતું. ખોલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. ત્યાર બાદ ટ્રેન સુરતથી રવાના થઈ હતી. તેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન વડોદરાના સ્ટોપેજ પર દારૂ લેવા બે યુવકો આવ્યા હતા. તે બંનેને પોલીસે પકડી લીધા હતા.

આર.પી.એફ સ્ટાફની મદદ મેળવી સદર ટોયલેટ માંથી બે યુવકોની અહેમદ ઉર્ફે સલમાન અહેમદ (ઉં.વ.૨૩ ધંધો- મજુરી રહે, મદાર ટી- સ્ટોલ પાસે ત્રીકોણીયા સર્કલ, અજડી મીલ, યાકુતપુરા વડોદરા) સાજીદ અબ્દુલ કાદર શેખ (ઉ.વ.૧૯ ધંધો- કબાડીકામની મજુરી રહે, સરકારી શાળા પાસે પટેલ ફળીયા, હાથીખાના) વાળાઓ પાસેથી કુલ નંગ- ૧૬૭ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ભરેલી ૭૫૦ એમ.એલ.ની બોટલો તથા અંગઝડતીમાંથી કિ.રૂ.૫૦૦૦- મળી કુલ કિ.રૂ.૩૯,૦૦૦- નો કબ્જે કરી પ્રોહિબીશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

To Top