Gujarat

સૌરાષ્ટ્ર: નવરાત્રિમાં ખેલૈયાઓને હાર્ટ એટેકથી બચાવવા રાજકોટ સિવિલમાં સ્પેશ્યલ વોર્ડ શરૂ કરાશે

ગાંધીનગર: સૌરાષ્ટ્રમાં રાસ ગરબામની (Garba) પ્રેકિટસ કરતી વખતે ત્રણ ખેલૈયાઓના હાર્ટ એટેકના (Heart Attack) કારણે મૃત્યુ (Death) થયા હતાં. ત્યારે રાજકોટ (Rajkot) જિલ્લા વહીવટીતંત્ર હવે કોઈ ચાન્સ લેવા માંગતુ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ખૈલેયાઓને રાત્રીના સમયે રાસ ગરબા રમતી વખતે જો હાર્ટ એટેક આવે તો તેમની સારવાર માટે સ્પે. વોર્ડ શરૂ કરાયો છે.

  • તાજેતરમાં ત્રણ ખેલૈયાઓના પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતની ઘટનાને પગલે નિર્ણય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે હાર્ટ અટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે. એકલા રાજકોટમાં નવરાત્રીની રાસ ગરબાની પ્રેકિટસ કરતી વખતે, ગણેસ વિસર્જન દરમ્યાન, ક્રિકેટ રમતી વખતે, ટ્રેડ મિલ પર દોડતી વખતે કેટલાંક યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

અગાઉ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયું છે. જેમાં કિશન ધાબેલીયા (ઉ.વ.26) , રાજેન્દ્રસિંહ વાળા (ઉ.વ.40) અને મહેન્દ્ર પરમાર (ઉ.વ.41 ) નું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. રાજકોટના ત્રણેય યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

છેલ્લા છ માસથી દાંડિયા રાસ પ્રકિટસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજયુ છે. જયારે રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં ત્રણ યુવકોનું પણ હાર્ટ એટેકથી મોત નિપજયું છે. જુનાગઢમાં નવરાત્રી તહેવારના આગમન પૂર્વે ગરબા કોચીંગ કલાસમાં યુવા વર્ગ પ્રેકટીસ કરી રહ્યા છે. દાંડીયા રાસમાં શ્રેષ્ઠ ખેલૈયાઓનો એવોર્ડ મેળવનાર ચિરાગ ભરતભાઈ પરમાર (ઉ.24) શહેરના જોષીપરાના ગજાનન કોચીંગ કલાસમાં દાંડીયા રાસની પ્રેકટીસ સમયે બેભાન થઈ ઢળી પડતા તેને સારવારમાં હોસ્પીટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ પ્રાથમીક તપાસમાં ચિરાગનું હાર્ટએટેકથી મોત થયાનું જાહેર થયું છે. બનાવના પગલે મૃતકના પરીવારજનો અને કોચીંગ કલાસના સાથી ખેલૈયાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Most Popular

To Top