SURAT

‘તુમ ગુજરાતી લોગો કી દાદાગિરી બઢ ગઈ હે’ કહી કામરેજમાં 25-30 યુપીવાસીઓએ ત્રણ ઉપર જીવલેણ હુમલો કર્યો

સુરત: શહેરમાં (Surat) માથાભારે 25-30 યુપી વાસીઓએ ગત રાત્રે આતંક મચાવ્યો હતો. રોડ ઉપર દારૂની (Liquor) પાર્ટી કરતા આ લોકોએ બે બાઇક (Bike) ઉપર સવાર ચાર પૈકી ત્રણ લોકોને માર માર્યો હતો. તેમજ ચપ્પુના ઘા માર્યા હતાં. પરિણામે ત્રણેયને સુરત સિવિલ લવાતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કામરેજની શુભમ ઇન્ડસ્ટ્રીની બહાર કેટલાક યુપીવાસીઓ રોડ બ્લોક કરી જાહેરમાં દારૂના નશામાં ઉજવણી કરી રહ્યા હતાં. દરમિયાન બે બાઇક બે બાઇક ઉપર સવાર ચાર મિત્રોએ આ માથાભારે યુપીવાસીઓને ત્યાંથી પસાર થવા માટે બાજુ પર હટવા કહ્યુ હતું. માટે યુપીવાસીઓએ આ બાઇક સવારો ઉપર હુમલો કરી દીધો હતો. તેમજ ચાર મિત્રો પૈકી ત્રણને જાહેરમાં લાકડાના ફટકાથી ફટકારી ચપ્પુના ઘા માર્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય મિત્રોને કામરેજ સરકારી દવાખાના બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરાતા આખો બનાવ સામે આવ્યો હતો.

ઇજાગ્રસ્તના પરિવારે જણાવ્યું હતું કે યુપીવાસીઓના હુમલામાં ઘવાયેલા ત્રણેય યુવકો મજૂરી કામ કરી રહ્યા છે. રાત્રે નોકરી પરથી છૂટ્યા બાદ તેઓ માકના ગામ આવી રહ્યા હતા. આ ત્રણેય મિત્રો બે બાઇક ઉપર સવાર થઇ આવી રહ્યા હતાં. તેમન સાથે એક બીજો મિત્ર પણ હતો.

આમ તેઓ ચાર મિત્રો કામ પરથી પરત આવી રહ્યા હતાં. દરમિયાન ચાર પૈકી ત્રણને રસ્તા ઉપર આતરી લઇ હુમલો કરાયો હતો. જેમાં 36 વર્ષીય રાજુસિંગ મોહન ખાતને કમર, માથા, પીઠ અને ઓગ પર ઇજા થઇ છે. 17 વર્ષીય સુનિલ લાલુ રાઠોડને હાથમાં ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે. 25 વર્ષીય જ્યારે વિશાલ મુકેશ રાઠોડના બરડામાં મારના નિશાન મળી આવ્યા છે. હાલ ત્રણેયને સિવિલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાય છે.

ઇજાગ્રસ્તોના ચોથા મિત્ર દિનેશએ જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 9 વાગ્યાની હતી. કામ પરથી છૂટ્યા બાદ ચારેય મિત્રો બે બાઇક ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે શુભમ ઇન્ડસ્ટ્રી નજીકના જાહેર રોડ ઉપર કેટલાક યુપીવાસીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વાહનો માટે અવર જવરની જગ્યા પણ ન હતી. જેથી અમે તેમની સાઈડ થઈ જવાનું કહ્યુ. હતું. માટે તેઓ ઝગડા ઉપર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ ‘તુમ ગુજરાતી લોગો કી દાદાગિરી બઢ ગઈ હે‘ કહી લાકડાના ફટકા વડે હુમલો કરી દીધો હતો. જેમાં ત્રણ મિત્રોને દોડાવી દોડાવીને માર્યા હતા. ઘવાયેલા ત્રણેય મિત્રોને કામરેજની સરકારી હોસ્પિટલ બાદ સુરત સિવિલ લવાયા હતા.

Most Popular

To Top