SURAT

આર્મીમાં ભરતી માટે તૈયારી કરતા 18 વર્ષીય યુવકને ચપ્પુ હુલાવાયું, 13 દિવસ રિબાયા બાદ આખરે દમ તોડ્યો

સુરત: શહેરના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં નાનકડી વાતમાં માથાભારે ઈસમે એક જ પરિવારના ચાર સભ્યોને ચાકુના ઘા મારી દીધા હતા. જેમાંથી એકનું આજે સોમવારે 13 દિવસ બાદ સારવાર દરમિયાન સિવિલમાં મોત (Death) નિપજ્યું હતું. બીજા ત્રણ સભ્યોને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી. પોલીસ (Police) ફરિયાદ નોંધાતા ડીંડોલી પોલીસે આ મામલે ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકનો પરીવાર નવાગામ ડીંડોલી નજીકના શિવાજી પાર્ક પાસે નાસ્તાની લારી ચલાવી પરિવાેરનું ગુજરાન ચલાવી રહ્યો છે. આ પરિવાર મધ્યપ્રદેશનો રહેવાસી છે. પરિવારના ચાર સભ્યો પર જાહેરમાં ચપ્પુથી થયેલા હુમલામાં આજે એકનું 13 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર બાદ રજા આપી દેવાઇ હતી.

મૃતકના પિતા રામચરણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઘટના 15 નવેમ્બરના રોજ બુધવારે બપોરે ઘટી હતી. માથાભારે રાજુ કાળિયાનો સાળો સુમિત મોબાઇલ ગીરવે મુકવા દુકાને આવ્યો હતો. જેને ના પાડતા જ તે બબાલ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે ફોન કરી બીજા અસામાજિક તત્વોને બોલાવી હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ મને બચાવવા આવેલા મારા ભાઇ સહિત પરિવારના ત્રણ સભ્યોને ચપ્પુથી ઘા મારી ઇસમો ફરાર થઇ ગયાં હતા.

સિવિલમાં દાખલ કરાયેલા પરિવારના ચાર સભ્યો પૈકી 18 વર્ષના રાજ રામચરણ પ્રજાપતિનું 13 દિવસની સારવાર બાદ સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું. રાજ ધોરણ-12 બાદ આર્મીમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. MPના રહેવાસી પ્રજાપતિ પરિવારના દિકરાની હત્યાને બાદ પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. હાલ પોલીસે 10 પૈકી ચારને ઝડપી પાડ્યા હોવાની માહિતી સાંપડી છે. પરિવારે રાજ હત્યા કેસના તમામ આરોપીઓને ફાંસી અથવા આજીવન કારાવાસની સજા મળે એવી માંગ કરી છે.

વધુમાં મૃતકના પિતાએ જણાવ્યુ કે ડરના માર્યા લોકો પોલીસને નિવેદન આપી રહ્યાં નથી. જ્યારે માથાભારે હુમલો કરવા આવ્યો ત્યારે ખોફના કારણે કોઇ પણ વ્યક્તિ બચાવ માટે આવ્યા ન હતા. આરોપીઓને ઝડપથી પકડી પાડી તમામને કઠોર સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Most Popular

To Top