Vadodara

લગ્નના એક મહિનામાં પત્ની પરપતિ દ્વારા બેડરૂમમાં જ ફાયરિંગ

વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં સંતોષવાડીમાં રહેતા યુવકના લગ્નને એક મહિના થયો છે અ્ને કોઇ કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસથી બચવા માટે પ્રતાપનગર ખાતે બે શખ્સો દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટના ઉપજાવી કાઢી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા તેમાંથી મળેલી વરધીના આધારે પોલીસે પત્ની પર હુમલો કરનાર પતિની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના ઘર તથા બેડરૂમની એફએસએલ દ્વારા તપાાસ કરાતા કારતૂસની ખાલી ખોખુ તથા લોહીના છાટા પડેલા મળ્યા હતા.

શહેરના દંતેશ્વર સંતોષવાડીમાં રહેતા જયસિંગ સિકલીગરના લગ્ન કોમલ સાથે થયાને એક મહિનો થયો છે. જેથી નવ દંપતી રવિવારે રાત્રીના 11 વાગ્યા અરસામાં પોતાના ઘરેથી બાઇક પર લસ્સી પીવા માટે જઇ રહ્યા હતા. તેઓ પ્રતાપનગર બ્રિજ પાસે પહોંચતા અન્ય બે બાઇક સવારે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને દંપતી કાઇ સમેજ તે પહેલા બાઇક સવાર પૈકી એક જયસિંગ પર બુંદકમાંથી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક હટી જતા ગોળી તેમની પત્ની કોમલ કૌરને આખ પાસે વાગી જતા અંદર ખુપી ગઇ હતી.

જેથી પત્નીને તેના પતિ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પત્નીને ગંભીર ઇજા થવા સાથે લોહી લુહાણ હોય પતિએ ફાયરિંગ કરનાર બાઇકનો નંબર જોઇ શક્યો ન હતો. ઘટનાની જાણ થતા મકરપરા અ્ને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરવા માટે હરકતમાં આવી હતી. જેેમાં પોલીસ દરમિયાન ચોકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે જેમાં ફાયરિંગનો બનાવ પ્રતાપનગર બ્રિજ નહી પણ જયસિંગના ઘરમાં જ બન્યો હતો.

દંપતીએ વચ્ચે થયેલા કોઇ ઝઘડામાં જ પતિએ પત્નીને બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતુ. જેમાં પોલીસની પતિ પર શંકા જતા તેને હોસ્પિટલમાંથી ઝડપી પાડીને પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતે પત્ની પર ફાયરિંગ કર્યું હોવાની કબૂૂલાત પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનયી છે પોતે ફાયરિંગ કર્યું હોવાની સમગ્ર હકીકત છુપાવવા માટે પતિએ પ્રતાપનગર પાસે ફાયરિંગ થયું હોવાની વાર્ત ઉપજાવી કાઢી હોવાનું જાણવા મળ્યું છે.

કયા કરણોસર ફાયરિંગ કર્યું તે પત્ની ભાનમાં આવ્યા બાદ જાણી શકાશે
પોલીસ દ્વારા શરૂઆતથી ભોગ બનનાર પત્નીના પતિ પોલીસને જે જવાબ આપી હકીકત જણાવતો હતો તે શંકાશીલ જણાતી હતી. જેેથી શસ્પેક્ટ તરીકે તેને ઝડપી પાડી કડકાઇથી પૂછપરછ કરતા પોતને ફાયરિંગ કરી હકીકત ઉપજાવી હોવાનું કબૂલ્યું હતુ. કયા કારણોસર પત્ની ફાયરિંગ કર્યું તેની વિગત મહિલા ભાનમાં આવ્યા બાદ જાણી શકાશે.

ફાયરિંગ જે વેપનમાંથી થુયં હતો પોલીસે તે કબજે કર્યું
ફાયરિંગની ઘટના રવિવારે રાત્રીના 10-30થી 11 અગિયાર વાગ્યાના અરસામાં બની હોવાની વરધી પોલીસને જે ખાનગી હોસ્પિટલમાં મહિલા દાખલ કરાઇ છે ત્યાં આપવામાં આવી હતી. જેથી પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં પહેલા યુવકના ઘરે જઇને તપાસ કરતા દંપતીના બેડરૂમની દિવલો પર લોહી ડાંઘા મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસને જે વેપનમાં ફાયરિંગ થયું હતું હથિયાર અને ત્રણ જીવતા કારતૂસ કબજે કર્યા છે.

ફાયરિંગ કરનાર યુવકના પિતા- કાકા ઘરફોડ ચોરીમાં ઝડપાયા હતા
પોલીસ આરોપી વિરુદ્ધ કોઇ ગુના નોંધાયેલા છે કે નહી તેની તપાસ શરૂ કરી છે. જેમાં તેના પિતા ્અને કાકા અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જયસિંગ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરાઇ છે. હાલમાં પોલીસ દ્વારા તેની પિતાની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ખોટી હકીકત જણાવી માતાનો પુત્રને બચાવવાનો પ્રયાસ
જયસિંગ કોરે તેના ઘરમાં પત્ની કોમલ કોર પર ફાયરિંગ કર્યું હતું. પરંંતું તેણે પરિવારના સભ્યો સાથે મળીને ફાયરિંગ પ્રતાપનગર બ્રિજ પાસે થયું હોવાની વિગત આરોપીને બજાવવા માટે ઉપજાવી કાઢી હતી. ફાયરિંગ કરનાર યુવકના માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર અને પુત્રવધૂ લસ્સી પીવા માટે જતી હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ તેના પુત્ર પર ગોળી ચલાવી હતી પરંતુ હટટી જતા પુત્રવધુને વાગી હોવાનુ ખોટી હકીકત મીડિયા સમક્ષ જણાવી હતી.

સરકારી દવાખાનામાં મહિલા સાથે બનેલી ઘટનાની હકીકત છુપાવી
દંતેશ્વર વિસ્તારની સંતોષવાડીના મકાનમાં પત્ની પર તેના ખુદ પતિ દ્વાર બંદુકમાંથી ફાયરિંગ કરાયું હતું. જેથી પુત્ર સાથેતેના પરિવારના સભ્યો પણ ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે પહેલા સરકારી દવાખામાં લઇ ગયા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ઘટના કેવી રીતે બની તેની હકીકત નહી જણાવી હતી ત્યારબાદ ત્રણ હોસ્પિટલમાં લઇને મહિલાને ફર્યા હતા.ત્યારબાદ રાતના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તેની સારવાર કરાઇ હતી જ્યાંથી પોલીસને વરધી મળતા પોલીસને ઘટના અંગે જાણ થઇ હતી.

Most Popular

To Top