SURAT

સુરતમાં રોજ એટલા બધા લોકોના મૃત્યું થાય છે કે શબવાહિની ઓછી પડી ગઈ!

સુરત: સુરત (Surat) શહેરમાં રોજ એટલા લોકોના મોત થઈ રહ્યાં છે કે સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ મહાનગરપાલિકાની શબવાહિનીઓ પણ ઓછી પડી રહી છે. તાજેતરમાં જ આ મામલો સામે આવતા સુરત મનપાએ (SMC) શબવાહિનીની (Corpse) ઘટ દૂર કરવા નવી બે શબવાહિની ખરીદવાનો નિર્ણય લીધો છે.

  • સ્માર્ટ સિટી સુરતની સ્માર્ટ મનપા પાસે શબવાહિનીની પણ અછત
  • સુરત મનપાએ 17 લાખના ખર્ચે બે શબવાહિની ખરીદવા નિર્ણય લીધો
  • સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી શબવાહિની ખરીદાશે

સુરત શહેરની વસતી વધે છે તેમ અહીં મૃત્યુના દરમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં કોઈનું મૃત્યુ (Death) થાય તો મૃતદેહને (DeadBody) સ્મશાનઘાટ (The cemetery) સુધી લઈ જવા માટે પાલિકા દ્વારા શબવાહિની ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે. પાલિકાના જ આંકડા અનુસાર હાલ રોજ સુરતમાં શબવાહિની માટે પાલિકાને સરેરાશ 80 જેટલા ફોન કોલ મળે છે.

હાલ સુરત મહાનગરપાલિકા પાસે 18 શબવાહિની છે, પરંતુ તેમાંથી માત્ર 14 જ કાર્યરત છે. રોજના 80 જેટલાં કોલ આવતા હોવાના લીધે પાલિકાની શબવાહિની દરેક ઠેકાણે સમયસર પહોંચી વળવામાં સક્ષમ નથી. ઘણી વાર મૃતકના પરિવારજનોએ લાંબો સમય સુધી રાહ જોવી પડે છે. આ અંગે અનેકો ફરિયાદ ઉઠી છે.

શહેરમાં જે રીતે મોત વધી રહ્યાં છે તે જોતાં પાલિકાને વધુ 10 શબવાહિનીની જરૂરિયાત છે, પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે માત્ર બે જ નવી શબવાહિની ખરીદવાનું નક્કી કરાયું છે. હાલ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફંડમાંથી નવી બે શબવાહિની ખરીદવાનો નિર્ણય કરાયો છે.

Most Popular

To Top