National

નૈનીતાલમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી: 7ના મોત, 24 ઘાયલ

નવી દિલ્હી: ઉત્તરાખંડ(Uttarakhand)થી એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ગત રાત્રે ઉત્તરાખંડ(Uttarakhandના નૈનિતાલ(Nainital)માં એક સ્કૂલબસ(SchoolBus) 100 ફૂટ ઊંડી ખીણ(Valley)માં પડી જતાં 7 લોકો(People)ના મોત(Died) થયા છે જેમાં 5 મહિલા સ્ટાફ અને એક બાળકના મોત થયાની ખબરો સામે આવી છે. આ સિવાય 24 લોકો ઘાયલ(Injured) થયા છે જેમને હલ્દવાની હોસ્પીટલ(Hospital)માં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ એક સ્કૂલની હતી જેમાં 25 થી 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં એક બાળક અને પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસ કાલાઢુંગી રોડ ઉપર નાલની પાસે થયો હતો. મળતી માહિતી અનુસાર, હરિયાણાની ન્યુ માનવ ઇન્ટરનેશનલ સ્કૂલના 34 લોકો નૈનીતાલ ગયા હતા અને ગતરાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બસ ચાલકે બસના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો અને પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ એન.ડી.આર.એફ. ની ટિમ અને એસ.ડી.આર.એફ. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ખીણમાં પડેલા લોકોને દોરડાની મદદથી ખીણની બહાર ખેંચવામાં આવ્યા હતા તેમજ શીઘ્રથી શીઘ્ર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કઈ રીતે ઇજાગ્રસ્તોને બચાવીને બહાર કઢાયા
એસ.ડી.આર.એફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અન્ય બચાવ એકમો અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં સવાર 18 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બીજા લોકોના બચાવની કામગીરી SDRF રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે કરી રહી છે.

લોકો હરિયાણાથી નૈનીતાલ ફરવા આવ્યા હતા
એસ.ડી.આર.એફ. ને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નૈનીતાલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાલાઢુંગી રોડ પર નાલ ખાતે બસ ખીણમાં પડી ગઈ છે. જેમાં 30 થી 33 લોકો સવાર હોવાની શક્યતા છે. એસ.ડી.આર.એફ. ને મળેલી માહિતી ઉપર, કમાન્ડન્ટ એસ.ડી.આર.એફ મણિકાંત મિશ્રાની સૂચના અનુસાર, પોસ્ટ રુદ્રપુર, નૈનીતાલ અને ખૈરનામાંથી એસ.ડી.આર.એફ. ની બચાવ ટુકડીઓ તાત્કાલિક બચાવ માટે સ્થળ પર રવાના થઈ ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આ બસમાં 32 લોકો હતા જે હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા.

Most Popular

To Top