World

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુધ્ધ: ઈઝરાયેલએ ભારત માટે આપ્યું મોટું સ્ટેટમેન્ટ

નવી દિલ્હી: આતંકવાદી(Terrorist) સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ(Israel) પર કરવામાં આવેલા હુમલા(Attack)નો મૃત્યુઆંક(Deathnumber) સતત વધી રહ્યો છે. આ યુદ્ધ(War)માં બંને પક્ષોના અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોના મોત(DEath) થયા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં 4 અમેરિકના નાગરિકોના પણ મૃત્યુ થયા છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં 400થી વધુ લોકોના મોત થયા છે.

ઈઝરાયેલએ શું કહ્યું?
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. હમાસનાઆ યુદ્ધમાં સેંકડો ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. આ દરમિયાન ઈઝરાયેલના રાજદૂતે ભારતના સમર્થનની વાત કરી છે. હમાસના હુમલાને લઈને ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે.’તેમના દેશને ભારતના મજબૂત સમર્થનની જરૂર પડશે વધુમાં તેમણે કહ્યું કે ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તે આતંકવાદના પડકારને સમજે છે.’

પેલેસ્ટાઈનનો આ 9/11 જેવો હુમલો હતો: ઈઝરાયેલ
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના સ્થાયી પ્રતિનિધિ ગિલાદ એર્ડને હમાસના હુમલાને ઈઝરાયેલનો 9/11 જેવો હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું, આ ઇઝરાયેલનો 9/11 જેવો હુમલો છે અને ઇઝરાયેલ અમારા નાગરિકોને ઘરે લાવવા માટે તમામ પ્રયાસો કરશે. આજે આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા સભ્યો ઇઝરાયેલને સમર્થન આપી રહ્યા છે, પરંતુ અમે જાણીએ છીએ કે આવતીકાલે એવું નહીં થાય. યુએન પાસે ખૂબ જ ટૂંકી યાદશક્તિ છે પરંતુ અમે અમારા દેશ પર થયેલા અત્યાચારને અમે દુનિયાને ભૂલવા નહીં દઈએ. હમાસ એક નરસંહાર કરનાર ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે, તે ISIS અલ-કાયદાથી અલગ નથી. તેઓ યહૂદી રાજ્યનો વિનાશ ઇચ્છે છે પરંતુ હવેથી કંઈપણ પહેલા જેવું રહેશે નહીં. ઈઝરાયેલ વળતો જવાબ જરૂરથી આપશે.

ઈઝરાયેલનો વળતો હુમલો
હમાસના હુમલા બાદ ઈઝરાયેલે વળતો હુમલો કર્યો છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈઝરાયેલના હુમલા પછી જે તસવીરો સામે આવી છે તેમાં શહેરોનો કાટમાળમાં ગરકાવ થયેલો જોઈ શકાય છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીનથી લઈને આકાશ સુધી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે, તે ગાઝા પટ્ટીમાં પોતાના સૈનિકોને દાખલ કરશે. ઇઝરાયેલનું ધ્યેય હમાસની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરીને તેના શાસનનો અંત લાવવાનો છે. ઈઝરાયેલ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કરવા માટે એક લાખ સૈનિકો દાખલ કરશે.

Most Popular

To Top