Vadodara

ઈન્ડિયાના બદલે ભારત નામ જાહેર કરવા માટે વડોદરાની સામાજિક સંસ્થા મેદાનમાં ઉતરી

વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મોચી એકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્ડિયાના (India) બદલે ભારત (Bharat) નામ જાહેર કરવાની માંગ સાથે વડોદરા જિલ્લા કલેકટરની કચેરી ખાતે આવી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેર મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા દેશના નામને બદલી નાખવાનો નિર્ણય લેવાની વિચારણા કરવામાં આવી છે જેમાં ઇન્ડિયા નામ ના બદલે ભારત નામ રાખવામાં આવવું જોઈએ જેના સમર્થનમાં વડોદરા શહેરના મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ વડોદરાના જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે દેશ હવે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે અને દિવસેને દિવસે બદલતા યુગમાં અને હાઈફાઈ લાઇફ સ્ટાઇલમાં ખાસ કરીને આજનો યુવા વર્ગ પશ્ચિમની સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે ત્યારે તેવા સંજોગોમાં દેશના નામના પરિવર્તન દેશની શોભા વધારશે તથા દેશમાં ગુજરાત રાજ્યનું વડોદરા જે સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે દેશના નામ પરિવર્તનથી વડોદરા નું નામ અને છબી બંને આખી દુનિયામાં રોશન થશે તેવા હેતુ સાથે વડોદરા શહેર મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

રમત ગમત ક્ષેત્રે મહિલા ખેલાડી સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ
વડોદરા: વડોદરા શહેર એક સંસ્કાર નગરી છે. સાથે કલાનગરી છે.પરંતુ વડોદરા શહેર રમતગમતમાં દિવસે અને દિવસે પાછળ જતું હોય ત્યારે રમતવીરો સાથે અન્યાય થતો હોય તેવું સામે મારું માનવું છે.37 મોં નેશનલ ગેમ્સ (2023) જે ગોવા ખાતે તારીખ 26-10- 23 થી 28-10-2023 ના રોજ યોજાનાર છે.જેમા ગુજરાત રાજ્ય મલબંબ રમતનુ પ્રતિનિધિત્વ કરવા ગુજરાત ટીમનું સિલેક્શન તારીખ 277 9/2023 ના રોજ શ્રી જુમ્મા દાદા વ્યાયામ શાળા મંદિર દાંડિયા બજાર વડોદરા ખાતે યોજાયું હતું.તેમ કહેતા ખેલાડીના પરિજને જણાવ્યું હતું કે જેમાં મારી દીકરી હેષા નાગરકર એક પ્રતિસ્પર્ધી ખેલાડી તરીકે ભાગ લીધો હતો.આ સિલેક્શન પ્રક્રિયા કરનાર સિલેક્ટરો જજીસ તરીકે રાહુલ કનૈયાલાલ ચોકસી, સંગીતા રાહુલ ચોક્સી જેમણે કયારેય મલખંબ રમત મા ભાગ નથી લીધો તેમજ અમિત રાહુલ ચોક્સી આ ત્રણેય એક જ પરિવારના સભ્યો તથા એક જ સંસ્થા શ્રી પ્રગતિ ક્રિડા મંડળ વાઘોડિયા વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

તથા ટાઈમ કીપર, સ્કોરર તરીકે મલખંબના ખેલાડીને બેસાડીને કરાવવામાં આવ્યું છે.આ પરથી એવું ફલિત થાય છે કે આ તમામ સાથે મળીને કેટલાક અયોગ્ય ખેલાડીઓને લાગવગ તેમજ પોતાની મનમરજી પ્રમાણે સિલેક્ટ કરી રહ્યા છે.અવારનવાર એક જ પરિવારને જીસ પદે બેસાડવાથી સિલેક્શન પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમાય છે મારી દીકરી વડોદરા ગુજરાત તેમજ ભારતનું નામ રોશન કરે તેવું અમારું માનવું છે.તથા ભૂતકાળમાં પણ કરેલ છે. આ મલખંબ રમતગમતમાં એક જ પરિવાર અને એક જ સંસ્થાના જેમ કે પ્રગતિ કીડા મંડળ ધારા ગુજરાત ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું.જેમાં મારી દીકરી જોડે અન્યાય થયો છે તેવું મારું માનવું છે, કારણ કે મારી પત્ની પણ મલખંબમાં નેશનલ ખેલાડી રહી ચૂકી છે સાથે નેશનલ બોઝ કાસ્ય પદક પ્રાપ્ત કરેલ છે અને હાલમાં મલખંબ કોચ અને મલખંબ ના ઈન્ટરનેશનલ સર્ટિફાઈ જજ છે તેના કારણે અમો ગેમ્સ જોયા બાદ આ આક્ષેપ કરી રહ્યા છીએ.

Most Popular

To Top