પનૌતી…દેશના પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે જ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોદીની હાજરી અને ભારતની હારને જોડીને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન...
સુરત: સુરત (Surat) વેસુના (Vesu) એક જૈન ઉપાશ્રયમાં આચાર્યજીના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેનાર મહિલાઓની ભીડમાંથી કેટલીક મહિલાઓનો સોનાનો અછોડા ચોરાતા ચર્ચાનો...
ઘેજ઼: (Dhej) ચીખલી તાલુકાના હરણગામના ફાર્મમાં દીપડો (Leopard) ફરતો હોવાનો વિડીયો વાઈરલ (Video Viral) થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. છ માસ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના દેસરામાં રૂપિયા ૩૯.૬૬ કરોડના ખર્ચે ઓવરબ્રિજ (OverBridge) બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ (Launch) કરવા માટે તંત્રને મુહૂર્ત મળતું...
હમાસ અને ઈઝરાયેલ (Israel) વચ્ચેની ડીલમાં સારા સમાચાર આવ્યા છે. લગભગ દોઢ મહિનાથી હમાસની કેદમાં (Hostage) રહેલા ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં આવ્યા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. મોરબીમાં (Morbi) એક યુવક પોતાનો પગાર લેવા માટે ગયો...
Tata Women’s Premier League (WPL) 2024 ની હરાજીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ (Women’s Premier League) માટે...
સાપુતારા: (Saputara) જો તમે સાપુતારા જાવ અને તમને પોલીસના સ્ટાફ (Police Staff) અંગે અથવા કોઈ પોલીસકર્મીની ગેરવર્તણૂકનો અનુભવ થાય તો તમે જે-તે...
હથોડા: (Hathoda) સુરત થી દિવાળીનો (Diwali) તહેવાર (Festival) મનાવવા માટે વતન ભાવનગર જઈને દિવાળી મનાવી સુરત પરત થઈ રહેલા રત્નકલાકારને કોસંબા નજીક...
મુંબઇ: ‘બિગ બોસ 17’ના (Bigg Boss 17) ઘરમાં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. હવે વીકએન્ડ નજીક છે, સ્પર્ધકો સલમાન ખાનના (Salman Khan)...
બેંગકોક: (Bangkok) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે (Mohan Bhavat) શુક્રવારે કહ્યું હતું કે ભારત ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદના પ્રયોગો પછી ડૂબી...
સુરત: સુરત (Surat) એસટી ડેપોમાંથી (ST Depot) મોટરસાયકલ (Bike) ચોરી પ્રકરણમાં પોલીસે રીઢા ચોરને (Thief) ઝડપી પાડી બે પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉકેલી...
જૂનાગઢ: જૂનાગઢમાં (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં હાલ લીલી પરિક્રમા (Lili Parikrama) ચાલી રહી છે. જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ત્યાં પરિક્રમા...
મુંબઇ: રણબીર કપૂરની (Ranbir Kapoor) આગામી ફિલ્મ ‘એનિમલ’ (Animal) વર્ષ 2023ની મોટી ફિલ્મોમાંથી એક છે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ...
આજની નવી જનરેશનને તો કદાચ ખ્યાલ પણ નથી કે વાસણોને કલાઈ પણ થતી હોય છે. પણ જે લોકો 40-45 વર્ષની ઉંમરે પહોંચી...
નવી દિલ્હી: ગાઝામાં (Gaza) અમેરિકા અને કતારની મધ્યસ્થીમાં ટૂંકો યુદ્ધવિરામ (Ceasefire) આજથી અમલમાં આવ્યો છે. આજથી ઇઝરાયેલ અને હમાસ આગામી 4 દિવસ...
નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023ની (WorldCup2023) ફાઇનલમાં ભારતને (India) ઓસ્ટ્રેલિયા (Australia) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે ઘણા...
વડોદરા: લોકોને એક તરફ પીવાનું પાણી મળતું નથી.તો બીજી તરફ યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈનમાં લીકેજ થતા પાણીનો...
ઉત્તરાખંડ: દિવાળીના દિવસથી ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં થયેલા અકસ્માતમાં (Uttarkashi Tunnel Accident) 41 મજૂરો ફસાયેલા છે. આજે આખો દેશ 41 મજૂરોના સુરક્ષિત બહાર...
મુંબઈ(Mumbai): બોલિવુડમાંથી (Bollywood) એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના જાણીતા નિર્માતા રાજકુમાર કોહલીનું નિધન (RajkumarKohliDied) થયું છે. તેઓ...
ભારતમાં રમાયેલા વર્લ્ડકપની ટ્રોફી રોહિત શર્મા માટે નહોતી પરંતુ ભારતના નિડર કેપ્ટને મેદાન પર પોતાનું સર્વસ્વ આપી દીધું જ્યારે ઝડપી બોલર મહંમદ...
નવી દિલ્હી: કતાર (Qatar) જેલમાં બંધ પૂર્વ ભારતીય સૈનિકો અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળના (Indian Navy) ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં...
સુરત(Surat): શહેરના ગોડાદરા વિસ્તારની 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત (Death) થયું છે. બિમાર બાળકીને ઈન્જેક્શન (Injection) મુકવામાં આવ્યા બાદ તેનું મોત થયું...
વડોદરા: વડોદરાના ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે 214 મો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો.રાજમાતા શુભાંગીની...
સુરત(Surat): શહેરના પાંડેસરામાં (Pandesara) બાળકોના ઝઘડામાં પાડોશીઓએ (Neighbor) ઓરિસ્સાવાસી મહિલાના ઘરમાં ઘુસી પતિ-પત્નીને વાળ પકડીને ફટકાર્યા (Fight) હોવાનો બનાવ સામે આવ્યો છે....
સુરત(Surat): શહેરના કતારગામ અને ગોતાલાવાડી ને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર વહેલી સવારે એક આઇસર ટેમ્પો ભડ ભડ સળગી (FireInMilkTempo) ઉઠતા ભાગદોડ...
સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ ગામ નજીક એક મહિન્દ્રા જીપ અકસ્માતગ્રસ્ત (Accident) હાલતમાં મળી આવતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો....
તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા રૂપિયા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવા બાબતમાં જે વિવાદ થયો તેના છાંટા ગૌતમ અદાણી ઉપર ઊડ્યા છે....
મહાભારતમાં દ્યુત પર્વમાં દ્રૌપદીને દાવ પર લગાવાઈ. આજે આપણે એ વિશે વિચારીએ તો 2023ની છોકરી પૂછે યુધિષ્ઠિરે તો કંઇ પણ કર્યું, દ્રૌપદીએ...
ભૂદાન યજ્ઞના મહાન પ્રણેતા પૂ. વિનોબા ભાવે અવારનવાર કહેતા કે બુધ્ધિની શુધ્ધિ માટે માનવીએ દરરોજ એક કલાક અધ્યયન માટે કાઢવો જોઇએ. તેમ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પનૌતી…દેશના પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે જ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મોદીની હાજરી અને ભારતની હારને જોડીને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પનૌતી તરીકે ઓળખાવવામાં આવતાં મોટો રાજકીય વિવાદ ઊભો થવા પામ્યો છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક જાહેરસભામાં મોદી માટે પરોક્ષ રીતે પનૌતી શબ્દનો ઉપયોગ કર્યા બાદ આ શબ્દએ ભારતીય રાજકારણમાં ભારે વમળો ઊભા કર્યા છે. રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રયોજ્વામાં આવેલા આ શબ્દને કારણે ચૂંટણીપંચ દ્વારા તેમને નોટીસ પણ આપવામાં આવી છે પરંતુ કોંગ્રેસ અટકવા માંગતી નથી અને હવે તેણે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને વડાપ્રધાન મોદી પર અનેક કાર્ટૂન બનાવવાની સાથે પોસ્ટરો બહાર પાડવા માંડ્યા છે. બીજી તરફ ભાજપે પણ જડબાતોડ જવાબ આપવા માટેની તૈયારીઓ આરંભી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દો ભારે ચગશે.
ભારતીય રાજકારણમાં ધીરેધીરે આક્ષેપોનું સ્તર ઉતરી રહ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ માટે અણછાજતા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો જ છે. કોંગ્રેસ દ્વારા તે સમયે તેનો એવો જવાબ આપવામાં આવ્યો નહોતો. મોદી દ્વારા સોનીયા ગાંધી માટે જર્સી ગાય, મનમોહનસિંહ માટે રેઈનકોટ પહેરીને ન્હાતા નેતા, શશી થરૂર માટે 50 કરોડની ગર્લફ્રેન્ડ અને રાહુલ ગાંધી માટે પપ્પુ જેવા શબ્દોનો પ્રયોગ કરાઈ જ ચૂક્યો છે. તેની સામે કોંગ્રેસના સોનીયા ગાંધી દ્વારા મોદી માટે મોતના સૌદાગર, રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર છે, મણિશંકર ઐયર દ્વારા મોદીને ચાયવાલા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા જ છે. અણછાજતા શબ્દોના પ્રયોગ દ્વારા આક્ષેપો કરવામાં ભાજપ અને કોંગ્રેસ, બંનેના નેતા પાછળ નથી પરંતુ હવે ધીરેધીરે તેમાં વિવાદ વકરી રહ્યો છે.
રાહુલ ગાંધીએ મોદી માટે પનૌતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા તે જ શબ્દનો ઉપયોગ કરીને પનૌતી તમે ક્યારે જશો? જેવા પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ચંદ્રયાનની નિષ્ફળતા, કોરોના તેમજ ફાઈનલમાં ભારતની હારને મોદીને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. કોંગ્રેસે મોદીને પનૌતી-એ-આઝમ પણ કહ્યા છે. કોંગ્રેસે પનૌતી શબ્દનો ઉપયોગ તો કરી લીધો પરંતુ ભાજપ પણ હવે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસને જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે.
પનૌતી શબ્દ દ્વારા કોંગ્રેસે વડાપ્રધાન મોદીનું અપમાન કર્યું હોવાના મુદ્દાને આગળ ધરીને આગળની રાજકીય રણનીતિ ઘડી રહ્યું છે. ભાજપના આગેવાનો દ્વારા પનૌતી શબ્દનો ઉપયોગ કરનાર કોંગ્રેસ સામે પગલાઓ લેવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ભાજપે પનૌતી શબ્દના ઉપયોગ બદલ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી પણ કરી છે.
રાજકારણમાં મુદ્દા પર લડાઈ થાય તે ઈચ્છનીય છે પરંતુ જે રીતે રાજકારણીઓ દ્વારા હરીફ પક્ષના આગેવાનો માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે તે કોઈપણ રીતે યોગ્ય નથી. તેમાં પણ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી જેવા ટોચના રાજકારણીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોમાં મર્યાદા હોવી જરૂરી છે. રાજકારણ દેશના લોકોના લાભ માટે ખેલાવવું જોઈએ પરંતુ તેના બદલે એકબીજા પર અંગત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે લોકશાહી માટે ભારે દ્યોતક છે. રાજકારણીઓએ વ્યક્તિગત આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ. જો વ્યક્તિગત આક્ષેપો થશે તો તેનાથી દેશની લોકશાહીને નુકસાન જ થશે.
જોકે, આજના રાજકારણમાં રાજકારણીઓ પાસેથી આવી સમજની અપેક્ષા રાખવી ખોટી છે. કોંગ્રેસે નરેન્દ્ર મોદી માટે પનૌતી શબ્દનો ઉપયોગ કરીને રાજકારણમાં આગ તો લગાડી જ દીધી છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ચૂંટણીના છેલ્લા તબક્કામાં ભાજપે તેનો લાભ લેવા માટે પ્રયાસ પણ કર્યો છે પરંતુ હવે લોકસભાની ચૂંટણી પાંચેક માસમાં જ આવવાની છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ આગનો લાભ લઈ શકે છે કે કેમ? તે સમય જ કહેશે. આગામી દિવસોમાં રાજકીય ઘમાસાણ તેજ બનવાની સંભાવના છે. ભાજપ હવે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી માટેની લડાઈ તેજ કરશે તે ચોક્કસ છે.