SURAT

બાળકોના ઝઘડામાં ઘરમાં ઘુસી પડોશીએ મહિલાના હાથ પર બાચકાં ભર્યા, સુરતના આ વિસ્તારની ઘટના

સુરત(Surat): શહેરના પાંડેસરામાં (Pandesara) બાળકોના ઝઘડામાં પાડોશીઓએ (Neighbor) ઓરિસ્સાવાસી મહિલાના ઘરમાં ઘુસી પતિ-પત્નીને વાળ પકડીને ફટકાર્યા (Fight) હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ મહિલા ને હાથ પર બાચકા ભરતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પીડિત મહિલા રસ્મિતાગિરી સુમનત ગીરીએ જણાવ્યું હતું કે નોટ બૂકને લઈ બાળકો વચ્ચે નજીવી બોલાચાલી થઈ હતી. જેને લઈ પાડોશમાં રહેતા પતિ-પત્ની ઉશ્કેરાયા હતા અને અમારા ઘરમાં ઘુસી આવ્યા હતા. ગાળા ગાળી કરી વાળ પકડીને મારવા લાગતા પતિ સુમનતગિરી બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે પાડોશી મહિલાએ હાથમાં બાચકાં ભરી લીધા હતાં.

વધુમાં જણાવ્યું હતું કે બુમાબુમ થતા ફળિયાના લોકો મદદે દોડી આવ્યા હતા. ત્યારે પાડોશી હુમલાખોર પતિ-પત્નીની પકડમાંથી અમારો બચાવ થયો હતો. જોકે હાથમાં મહિલાના દાંત વાગ્યા હતા અને લાલ થઈ જતા મદદે આવનાર લોકોએ ડોક્ટર પાસે જવા સૂચન કર્યું હતું. જેથી સિવિલ આવતા ઈન્જેકશન લેવા પડ્યા છે. આ બાબતે પોલીસને ફરિયાદ કરીશું.

કવાસ ગામ નજીક હીટ એન્ડ રન, જીપ ડ્રાઈવરનું મોત
સુરત(Surat): હજીરાના (Hazira) કવાસ ગામ નજીક એક મહિન્દ્રા જીપ અકસ્માતગ્રસ્ત (Accident) હાલતમાં મળી આવતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જ્યાં ડ્રાઈવરનું ટૂંકી સારવાર બાદ મોત (Death) નીપજ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં મોત ને ભેટેલો યુવક સુરેશકુમાર રામગોવિંદ હોવાનું AMNS કંપનીમાં કાર ભાડે આપવાનો કોન્ટ્રાકટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. કોઈ ભારે વાહનની અડફેટે જીપ અને તેનો ચાલક અકસ્માતનો ભોગ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મૃતકના ભાઈ સુરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના વતની છે. બે ભાઈઓમાં સુરેશ નાનો છે. સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીમાં કાર ભાડે આપવાનો કોન્ટ્રાકટ ચલાવી ગુજરાન ચલાવી રહ્યો હતો. કુંવારો હતો. હજીરાના મોરા ગામમાં જ રહેતો હતો. ત્રણ કાર હોવાથી એક પર જાતે ડ્રાઇવર બની ને કામ કરતો અને બીજી બે કાર પર ડ્રાઇવર રાખ્યા હતા. અકસ્માત બાબતે હજી કંઈ જ ખબર પડી નથી.

Most Popular

To Top