National

ઉત્તરકાશીમાં ઓગર મશીનનો અવરોધ દૂર કરાયો, ડ્રિંલિંગ ફરી શરૂ થશે

ઉત્તરાખંડ: દિવાળીના દિવસથી ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં થયેલા અકસ્માતમાં (Uttarkashi Tunnel Accident) 41 મજૂરો ફસાયેલા છે. આજે આખો દેશ 41 મજૂરોના સુરક્ષિત બહાર આવવાની રાહ જોઇ રહ્યો છે. ત્યારે રેસ્ક્યુ (Rescue) ટીમ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ એસ્કેપ ટનલ (Escape Tunnel) બનાવવા માટે ટનલમાં ડ્રિલિંગ કામમાં કાટમાળમાં રહેલા પથ્થરો, ધાતુઓ વગેરે જેવી અડચણ આવતા મજૂરોના રેસ્ક્યુમાં વિલંબ થઇ રહ્યો છે. તેમ છતાં 6 ઇંચની પાઇપ નાખ્યા બાદ હવે મજૂરો સુધી નાસ્તો, ભોજન તેમજ જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.

થોડા સમયમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સિલ્કિયારા પહોંચવાના સમાચાર છે. તે જ સમયે, મશીનનું સમારકામ કરવામાં આવ્યું છે. જે બાદ આ અભિયાન ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે.

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ પર પીએમઓના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ જણાવ્યું હતું કે હવે સ્થિતિ એકદમ સારી છે. ગઈકાલે રાત્રે અમારે બે વસ્તુઓ પર કામ કરવાનું હતું. પ્રથમ, અમારે મશીન પ્લેટફોર્મને પુનઃરૂપરેખાંકિત કરવું પડ્યું અને પછી પાઇપ પર કેટલું ઓછું દબાણ હતું તે કાપવાનું શરૂ કર્યું. એકવાર આ પૂર્ણ થઈ જાય પછી અમે ઓગર ડ્રિલિંગની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડારનો ઉપયોગ કરીને પાર્સન્સ કંપની દ્વારા કરવામાં આવેલા અભ્યાસે અમને બતાવ્યું કે આગામી 5 મીટર સુધી કોઈ મેટલ અવરોધ નથી. આ મુજબ જો ડ્રિલ મશીન યોગ્ય રીતે કામ કરશે તો પાઇપ ટનલમાં ફસાયેલા કામદારોની ખૂબ નજીક પહોંચી જશે. તે આજ રાત સુધીમાં બહાર આવે તેવી અપેક્ષા છે.

ટનલની અંદર ફસાયેલા કામદારોના ખાવા-પીવાની તેમજ બચાવ કાર્યમાં જોડાયેલા લોકોની સંભાળ રાખતી સાત સભ્યોની ટીમના લીડર રત્નાકર દાસે જણાવ્યું હતું કે અગાઉ 4 ઇંચની પાઇપ દ્વારા મજૂરોને શેકેલા ચણા, પલાળેલા ચણા, બદામ, કાજુ, કિસમિસ અને પોપકોર્ન અને મગફળી આપવામાં આવી હતી. જેનો તે સંગ્રહ કરીને ખાતા હતોા. હવે છ ઇંચની પાઇપ આવ્યા બાદ કામદારોને રાંધેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે. તેમની ટીમ મજૂરો અને બચાવ કાર્યમાં લાગેલી ટીમોને નાસ્તો, લંચ અને ડિનર આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.

બેંગ્લોરની સ્ક્વોડ્રન ઇન્ફ્રાના છ ટનલીંગ-માઇનિંગ નિષ્ણાત ઇજનેરોની ટીમ ટનલ પર પહોંચી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અંદરની પરિસ્થિતિની જાણ કરી, જેણે ઓપરેશન પૂર્ણ કરવામાં ઘણી મદદ કરી. BROના DDG બ્રિગેડિયર વિશાલ વર્માએ કાટમાળની અંદર ડ્રિલિંગમાં મુશ્કેલીઓ વચ્ચે બેંગ્લોર સ્થિત સ્ક્વોડ્રન ઈન્ફ્રા એન્ડ માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડની મદદ લીધી છે.

Most Popular

To Top