Entertainment

ANIMAL: રણબીર કપૂરની ફિલ્મના ટ્રેલર રીલિઝના એક દિવસમાં જ યુ઼ટ્યુબ પર લાખો વ્યૂઝ સાથે ટ્રેન્ડિંગમાં

મુંબઇ: રણબીર કપૂરની (Ranbir Kapoor) આગામી ફિલ્મ ‘એનિમલ’ (Animal) વર્ષ 2023ની મોટી ફિલ્મોમાંથી એક છે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સની ઉત્તેજના વધારતા મેકર્સે ગુરુવારે ‘એનિમલ’નું ટ્રેલર (Trailer) રિલીઝ કર્યું છે. ટ્રેલર લાજવાબ છે અને રણબીર કપૂરનો ઇન્ટેન્સ લુક ખૂબ જ પ્રભાવશાળી છે. જો કે ટ્રેલર રીલિઝના માત્ર એક દિવસમાં જ યુટ્યુબ (Youtube) પર 50 મિલિયન્સથી વધુ લોકોએ ટ્રેલરને જોયું છે. તેમજ હાલ યુટ્યુબ પર એનિમલનું ટ્રેલર નંબર 1 ટ્રેન્ડિંગ પર ચાલી રહ્યું છે.

ટ્રેલરમાં રણબીર કપૂર એક અમીર પરિવારનો એક સાદો બાળક છે, જે પાછળથી બગડી જાય છે અને પછી દુનિયાના સૌથી ખતરનાક લોકોમાંથી એક બની જાય છે. તેના પિતા સાથેના તેના સંબંધો ખૂબ જટિલ છે. અને હવે તેના પિતાનો બદલો લેવા માટે તે એક એવા માર્ગ પર નીકળી ગયો છે જ્યાંથી જીવિત પાછા ફરવું ખૂબ મુશ્કેલ છે. આ ટ્રેલરમાં રણબીર કપૂરને જોઈને કહી શકાય છે કે તે ‘એનિમલ’ સાથે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તૈયાર છે. તેના લુકથી લઈને તેની વાત કરવાની સ્ટાઈલ, ડાયલોગ ડિલિવરી અને એક્શન બધું જ ખૂબ જ પાવરફુલ છે. ફિલ્મમાં તેની સાથે ફેમસ સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના છે. બંનેનો રોમાન્સ પણ ઘણી ચર્ચમાં છે. ટ્રેલરમાં તેમને એકસાથે જોઈને તેમની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે.

ટ્રેલરમાં અનિલ કપૂર ગોળી ચાલતી જોવા મળી રહી છે. ત્યારે બોબી દેઓલની એન્ટ્રી સૌથી આશ્ચર્યજનક છે અને તે તેના પાત્રથી ઘણું ધ્યાન આકર્ષિત કરે છે, જો કે ટ્રેલરમાં તેનો કોઈ ડાલોગ નથી. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બોબીએ ફિલ્મમાં એક મૂંગા વ્યક્તિની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં પિતા-પુત્ર (અનિલ કપૂર-રણબીર કપૂર) ના સંબંધ ખૂબ જ વિચિત્ર પણ રસપ્રદ રીતે બતાવવામાં આવી છે. ટ્રેલરમાં રણબીર કપૂર બાળપણથી લઈને યુવાની અને વૃદ્ધાવસ્થા સુધીના રોલમાં જોવા મળે છે. તે તેની દરેક ભૂમિકામાં ખૂબ જ મજબૂત દેખાય છે.

ફિલ્મ ‘એનિમલ’ને ‘અર્જુન રેડ્ડી’ અને ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ બનાવી છે. ફિલ્મને CBFC તરફથી “A સર્ટિફિકેટ ” મળ્યું છે. આ 3 કલાક 21 મિનિટ લાંબી ફિલ્મ હશે, જેમાં તમને ઘણી બધી એક્શન અને લડાઈ જોવા મળશે. ‘એનિમલ’ 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તમને જમઆવી દઇએ કે રણબીર કપૂરની આ ધમાકેદાર ફિલ્મ બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ‘સેમ બહાદુર’ ને ટક્કર આપશે.

Most Popular

To Top