વારાણસી: વારાણસીમાંથી (Varanasi) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે દીકરીઓએ લગભગ એક વર્ષ સુધી માતાના...
વડોદરા: વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં આઇશર ભરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ પોલીસથી સંતાડવા માટે આરોપીઓ દ્વારા...
હથોડા: કોસંબામાં મોડી સાંજે બાઇક પર ઠંડું પીણું લેવા જઈ રહેલા યુવાન ઉપર જાહેરમાં તલવાર વડે હુમલો થતાં ગંભીર ઇજા પહોંચી હતી....
સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMc) ફાયર વિભાગ દ્વારા રીંગ રોડ ઉપર આવેલી અભિષેક માર્કેટ ની વધુ 150 જેટલી દુકાનો સીલ કરી દેવામાં...
વડોદરા: વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે...
ભારતીય ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા થઈ રહ્યા છે. આ દરમિયાન કેસમાં નવો વળાંક...
ભારત સરકારે પોતાના રાજકીય લાભ ખાતર કે ગમે તે કારણે ઘણી બધી યોજનાઓ ગરીબો અને વંચિતોના હિતમાં જાહેર કરી છે. આ વાત...
છેલ્લાં કેટલાં વર્ષોથી ચૌટાબજાર સુરતમાં ચોક્કસ કોમ માટે જ ગેરકાયદેસર દબાણ કરી બંને બાજુ દબાણ થતું જોવા છતાં મ્યુ. કમિશનર સુરત તથા...
તા. 11મી નવેમ્બર 2023ના રોજ સવારે 10 વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4 ઉમર સુરતથી ભાગલપુર જતી તાપ્તી ગંગા એક્ષપ્રેસ ટ્રેનના...
છાશવારે રેસ્ટોરન્ટ નું ફૂડ (ઓનલાઇન કે ઑફલાઈન) કે ફાસ્ટ ફૂડ ખાનારાં સાવધાન. અત્યાર સુધી આપણો એવો અનુભવ રહ્યો છે કે લારી પર ...
સુરત: શહેરની સચિન જીઆઈડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી એથર ઈન્ડસ્ટ્રીમાં બુધવારની રાત્રિએ ભયંકર આગ લાગી હતી. આ આગમાં 24 મજૂરો દાઝ્યા હતા, તેઓને...
એક કાકી નામ ઉષાબહેન.સ્વભાવ ગુસ્સાવાળો અને વાત વાતમાં કોઈની પણ જોડે ઝઘડો કરી બેસે એવો અને ગુસ્સો આવે એટલે કોઈના નહિ ..ન...
ભારતે જી-20 પ્રમુખપદ સંભાળ્યાને આજે 365 દિવસ પૂરા થયા છે. આ ‘વસુધૈવ કુટુમ્બકમ્, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની ભાવનાને પ્રતિબિંબિત કરવા,...
બિહારની જ્ઞાતિકીય વસ્તી ગણતરીએ બીજેપી સામે મુશ્કેલી ઊભી કરી છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં સવર્ણોનું સર્વત્ર પ્રભુત્વ છે. પછાત જાતિઓને...
રશિયા અને યુક્રેનને યુદ્ધને કારણે એક વર્ષ પહેલા નીચે ધકેલાઈ ગયેલું ભારતીય શેરબજાર ફરી તેજીમાં આગળ વધી ગયું છે. બુધવારે શેરબજારની તેજી...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) અહીં જાહેરાત કરી હતી કે મણિપુરમાં (Manipur) સક્રિય સૌથી જુના આતંકવાદી જૂથ યુનાઈટેડ...
નવી દિલ્હી: છ મહિના પહેલા ભારત (India) છોડીને પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ ભારત પરત ફરી છે. પાકિસ્તાન ગયા પછી તેણે ત્યાંના એક...
નવી દિલ્હી: કોવિડ (Covid) મહામારી બાદ હવે ફરી એકવાર ચીનમાં (China) ફેલાતા નવા રોગે વિશ્વની (World) ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક...
કામરેજ: કામરેજની (Kamrej) સોસાયટીમાં ઘર બંધ કરી પરિવાર વતનમાં ગયોને તસ્કરો નકુચો તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના (Jewelry) મળી કુલ્લે રૂ.62200ની...
સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) ઠેરઠેર રસ્તાની વચ્ચોવચ્ચ હાઈટેન્શન વીજ વાયરોના થાંભલા (High tension line pillar) ઉભા કરી દેવાયા છે. રાહદારીઓ અને...
નવી દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાના (NASA) ચીફ બિન નેલ્સન ભારતની (India) મુલાકાતે છે. તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહને મળ્યા...
ગાંધીનગર: પેપર લીકના (PaperLeak) દૂષણને (Scam) ડામવા માટે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની (SecondaryServiceSelectionBoardExam) સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. ગૌણ...
નવી દિલ્હી: વિશ્વમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ સહિત અન્ય રમતોના વર્લ્ડ કપ (World Cup) યોજાય છે પરંતુ જાપાનમાં (Japan) એક અનોખો વર્લ્ડ કપ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે (Israel-Hams war) છ દિવસીય યુદ્ધવિરામનો (Ceasfire) મંગળવારે પાંચમો દિવસ હતો. આ સમયગાળા દરમિયાન હમાસે 12 વધુ...
નવી દિલ્હી: રેલવેનો (Railway) ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થવાના કિસ્સા અવારનવાર આવ્યા કરે છે. પરંતુ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના (TeamIndia) મુખ્ય કોચ (Coach) અંગે ચાલી રહેલા સસ્પેન્સનો અંત લાવ્યું છે. વર્લ્ડ કપ 2023...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં (ICCODIWorldCup2023) શાનદાર પ્રદર્શન કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (ViratKohli) એક મોટો નિર્ણય લઈ...
મુંબઇ: દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ (Rishab Shetty) ગયા વર્ષે પોતાની ફિલ્મ કાંતારાથી ખૂબ જ ખ્યાતિ (Famous) મેળવી હતી. કન્નડ (Kannada) ભાષામાં...
ઉત્તરકાશી: ઉત્તરકાશી ટનલમાં (Uttarkashi Tunnel Accident) 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો (Workers) આખરે આટલી જહેમત બાદ સુરક્ષિત બહાર આવ્યા છે. સમગ્ર ભારત...
દેશમાં ચૂંટણી આવતાં જ મફતની મોસમ પૂર બહારમાં ખીલે છે.ગરીબી રેખાની નીચે જે છે તે લોકોને મફતની મોસમ ગમે પણ…?એક સમાચાર સાંભળ્યા...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
વારાણસી: વારાણસીમાંથી (Varanasi) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે દીકરીઓએ લગભગ એક વર્ષ સુધી માતાના મૃતદેહને (Deadbody) ઘરમાં સાચવી રાખ્યો હતો. માતાનું શરીર હાડપિંજર બની ગયું હતું તેમ છતાં દીકરીઓએ તેનો અંતિમ સંસ્કાર કર્યો ન હતો. ઘરમાં માતાનો મૃતદેહ હોવા છતાં દીકરીઓ બર્થડે સેલિબ્રેશન કરતી હતી.
છેલ્લા ઘણા દિવસોથી દીકરીઓ ઘરની બહાર નીકળી ન હોઈ પડોશીઓએ તેમના સંબંધીઓને જાણ કરી હતી. ત્યાર બાદ સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સંબંધીઓએ એવું દ્રશ્ય જોયું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘરમાંથી હાડપિંજરના મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ પોલીસ મૃતકની બંને પુત્રીઓની પૂછપરછ કરી રહી છે. તેમની પાસેથી મૃતદેહ ઘરમાં રાખવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મૃતદેહને ઢાબળામાં લપેટીને રાખ્યો હતો
આ સમગ્ર મામલો મદરવાન વિસ્તારનો છે. અહીં નિર્જન વિસ્તારમાં સ્થિત ઘરમાંથી ઉષા ત્રિપાઠી નામની 52 વર્ષીય મહિલાની લાશ મળી આવી છે. આ લાશ છેલ્લા એક વર્ષથી ઘરમાં પડી હતી અને મૃતકની બંને દીકરીઓ ઘરમાં રહેતી હતી. 27 વર્ષની મોટી દીકરી પલ્લવી ત્રિપાઠી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જ્યારે નાની દીકરી ગ્લોબલ ત્રિપાઠી 17 વર્ષની છે અને 10મું પાસ છે.
ઘરમાં રાખવામાં આવેલી મૃતક ઉષા ત્રિપાઠીની લાશ લગભગ હાડપિંજર બની ગઈ હતી. મૃતદેહને ચાદર અને ધાબળામાં લપેટીને રૂમમાં રાખવામાં આવ્યો હતો. દીકરીઓએ જણાવ્યું કે તબિયત બગડવાને કારણે માતા ઉષા ત્રિપાઠીનું 8 ડિસેમ્બર 2022ના રોજ અવસાન થયું હતું. પિતા ઘણા વર્ષો પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
આ રીતે મામલો ઉજાગર થયો
હકીકતમાં, જ્યારે બંને પુત્રીઓ થોડા સમય સુધી ઘરની બહાર ન આવી ત્યારે નજીકના લોકોએ મિર્ઝાપુરમાં રહેતા ઉષા ત્રિપાઠીના સાળા ધર્મેન્દ્ર ચતુર્વેદીને તે અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર અને તેની પત્ની ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બંને પુત્રીઓ પલ્લવી અને ગ્લોબલ એક રૂમમાં તેમની માતા ઉષા ત્રિપાઠીની લાશ સાથે બેઠેલી જોવા મળી હતી. આ જોઈને સંબંધી ધર્મેન્દ્ર ચતુર્વેદી ચોંકી ગયા અને તેમણે તરત જ લંકા પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જોઈને બંને દીકરીઓએ હોબાળો મચાવ્યો હતો. કોઈ રીતે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ બંને પુત્રીઓની પૂછપરછ શરૂ કરી હતી.
દુર્ગંધથી બચવા માટે અગરબત્તીઓનો ઉપયોગ કર્યો
પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે ઉષા ત્રિપાઠીનું મૃત્યુ તબિયત બગડવાના કારણે થયું છે. તેના પતિ ઘણા સમય પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં માતાના મૃત્યુ બાદ બંને પુત્રીઓએ મૃતદેહને એક રૂમમાં છુપાવી દીધો હતો અને અંતિમ સંસ્કાર કર્યા ન હતા. દુર્ગંધથી બચવા તેણીએ અગરબત્તીઓ વગેરેનો ઉપયોગ કરતી હતી.
ઘરની આજુબાજુ કોઈ પડોશીઓ ન હોવાથી લોકોને તેના વિશે કોઈ જાણ થઈ નહોતી. છેલ્લા એક વર્ષમાં જ્યારે પણ કોઈ સંબંધી ઘરે આવતા ત્યારે દીકરીઓ તેની માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને પરત મોકલી દેતી હતી. દીકરીઓ કોઈને તેમની માતાને મળવા દેતી ન હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા સમયથી બંને ઘરના દાગીના વેચીને પોતાનો ખર્ચ પૂરો કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દીકરીઓ માનસિક રીતે બિમાર છે.