National

41 મજૂરો ચિનૂક હેલિકોપ્ટરથી એમ્સ ઋષિકેશ શિફ્ટ કરાયા, CM ધામીએ 1 લાખ રુપિયાનું વળતર આપ્યું

ઉત્તરકાશી: ઉત્તરકાશી ટનલમાં (Uttarkashi Tunnel Accident) 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો (Workers) આખરે આટલી જહેમત બાદ સુરક્ષિત બહાર આવ્યા છે. સમગ્ર ભારત તમામ મજૂરોના સુરક્ષિત બહાર આવવાની રાહ જોઇ રહ્યો હતો, ત્યારે રેસ્ક્યુ ટીમ સાથે NDRF અને SDRFની ટીમને ગઇકાલ રાતે એટલે કે 28 નવેમ્બરે સફળતા મળી છે. ભારતીય હવાઈ સેવાના (IAF) ચિનૂક વિમાન દ્વારા તમામ મજૂરો જોલી ગ્રાન્ટ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે. તેમના પરિવારજનોને એમ્બ્યુલન્સ દ્વારા ત્યાં મોકલવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચિન્યાલીસૌરમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા, જ્યાં ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 મજૂરોને રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ દરેક કાર્યકરોને 1 લાખ રૂપિયાના ચેક આપ્યા. આ પછી સીએમ ધામી અહીંથી પરત ફર્યા. તેમણે કહ્યું કે હવે AIIMS ઋષિકેશમાં મજૂરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ તેમને તેમના ઘરે મોકલવામાં આવશે.

સિલ્ક્યારા ટનલમાંથી બચાવાયેલા 41 મજૂરોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ છે. તમામ મજૂરોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા સૌથી પહેલા ઉત્તરકાશીથી AIIMS હેલિપેડ પર લઈ જવામાં આવશે. જો AIIMSના હેલિપેડ પર હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવામાં કોઈ સમસ્યા હશે તો ચિનૂકનું લેન્ડિંગ દેહરાદૂન એરપોર્ટ પર કરવામાં આવશે. જ્યાંથી તમામ 41 કામદારોને એમ્બ્યુલન્સ દ્વારા ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવશે.

સીએમ ધામીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ કાર્યમાં રેટ માઇનિંગ કરનાર તમામ માઇનર્સને ઉત્તરાખંડ સરકાર તરફથી 50,000 નો વળતર આપવામાં આવશે. આ બચાવ કામગીરી પડકારોથી ભરેલી હતી. હિમાલય આપણને મજબૂત અને અડગ રહેવા અને આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે.

Most Popular

To Top