SURAT

પુણામાં રસ્તાની વચ્ચોવચ્ચ હાઈટેન્શન લાઈનનો થાંભલો પડ્યો, બાળકીને ઈજા

સુરત: સ્માર્ટ સિટી સુરતમાં (Surat) ઠેરઠેર રસ્તાની વચ્ચોવચ્ચ હાઈટેન્શન વીજ વાયરોના થાંભલા (High tension line pillar) ઉભા કરી દેવાયા છે. રાહદારીઓ અને વાહનચાલકોને નડતરરૂપ આ થાંભલાઓને દૂર કરવાની અનેકોવાર રજૂઆત છતા વીજકંપની અને પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જાણ કોઈ મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય તેવું પ્રતિત થાય છે, ત્યારે રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલા થાંભલાના લીધે આજે પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની છે.

પુણા વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલો હાઈટેન્શન વીજવાયરનો એક થાંભલો અકસ્માતને પગલે પડ્યો હતો. આ થાંભલો પડવાના લીધે અફરાતફરી મચી ગઈ હતી. આ થાંભલો પડવાના લીધે એક બાળકીને ઈજા પહોંચી હોવાની વિગતો સાંપડી છે.

થાંભલો પડ્યા બાદનો વીડિયો કોઈ રાહદારીએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર દોડતું થયું છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાલંદા સ્કૂલથી માતૃશક્તિ તરફ જતા રોડ પર બની છે. અહીં રસ્તાની વચ્ચોવચ્ચ એક હાઈટેન્શન વીજવાયરનો થાંભલો હતો, જે એક અકસ્માતને લીધે પડી ગયો હતો.

Most Popular

To Top