World

જાપાનમાં યોજાયો કચરો ઉંચકવાનો અનોખો વર્લ્ડ કપ, 21 દેશોની ટીમે ભાગ લીધો, આ દેશ બન્યો વિજેતા

નવી દિલ્હી: વિશ્વમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ સહિત અન્ય રમતોના વર્લ્ડ કપ (World Cup) યોજાય છે પરંતુ જાપાનમાં (Japan) એક અનોખો વર્લ્ડ કપ યોજાયો હતો. જેનું નામ સ્પોગોમી વર્લ્ડ કપ (SpoGomi World Cup) આપવામાં આવ્યુ હતું. જી હા આ વર્લ્ડ કપ કચરા ઉંચકવાનો વર્લ્ડ કપ છે. જેમાં કુલ 21 દેશોએ ભાગ લીધો હતો. બ્રિટેનની ટીમ આ વર્લ્ડ કપ જીતી હતી.

જાપાનની મીડિયાના જણાવ્યા મુજબ આ એક કચરા ઉચકવાનો સ્પોગોમી વર્લ્ડ કપ છે. જે 21 દેશો વચ્ચે રમાડવામાં આવ્યો હતો. જાપાની ભાષામાં કચરા ઉંચકવા માટે વપરાતો શબ્દ ‘ગોમી‘ પરથી આ વર્લ્ડ કપનું નામ ‘સ્પોગોમી‘ રાખવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 21 દેશોની ટીમોએ ભાગ લઈ જાપાનના રસ્તાઓ ઉપરથી કચરો ઉપાડ્યો હતો. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. વિશ્વભરમાં યોજાયેલી આ અનોખા પ્રકારની પહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વિજેતા બ્રિટેનની ટીમ રહી હતી.

આ ટુર્નામેન્ટ તા. 28મી નવેમ્બરે જાપાનના ટોક્યોમાં યોજાઇ હતી. આ ટુર્નામેન્ટના વિનર ટીમની કેપ્ટન સારા પૈરીએ કહ્યુ કે, ‘આપણા મહાસાગરોને સ્વચ્છ કરવાની ખૂબ જ જરૂર છે. પરંતુ આ વિષયે લોકોમાં ખૂબ જ ઓછી જાગરુક્તા છે. માટે આ વિષયે લોકોએ જાગરુત થઇ ગંદકી ઉપર અંકુશ મેળવવો જોઇએ.‘

આ કોમ્પિટિશનમાં બ્રિટેને 126.2 પાઉંડ કચરો ઉચકી 9,046.1 પોઇન્ટ મેળવ્યા હતા. તેમજ તામામ દેશોએ કુલ 1,208 પાઉન્ડ કચરો ઉચક્યો હતો. તેમજ તેમણે કયા પ્રકારનો કચરો ભેગો કર્યો છે, તેના આધારે તેમને પોઇન્ટ આપવામાં આવ્યા હતા. પોતાના પિકઅપ સેશન બાદ તમામ ટીમોને કચરાને છૂટો પાડવા 20 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ટીમોએ રિસાયકલ કરવા લાયક પ્લસ્ટિકની બોટલો, સળગાવવા લાયક વેસ્ટ, મેટલના કેન, સિગારેટના ટુકડા વગેરે વેસ્ટ મટીરિયલ ભેગુ કર્યું હતું.

જાપાની ટીમના કેપ્ટને જણાવ્યુ કે, આ ખૂબ જ નિરાશાજનક છે કે અમે વિશ્વની પ્રથમ વાર યોજાયેલી આ પ્રતિયોગીતામાં વિજય ન મેળવી શક્યા. અમે આ પ્રતિયોગીતાને પ્રથમ વાર જીતવા માંગતા હતા. પરંતુ મને આશા છે કે જાપાન દ્વારા કરાયેલા સ્વચ્છતાના આ પ્રયાસ બાદ વિશ્વના તમામ નાગરીકો પ્રોત્સાહીત થશે. તેમજ પર્યાવરણને સ્વચ્છ અને શુદ્ધ રાખવાના પ્રયાસો કરશે. જાપાને હજી પણ હાર માની નથી. 2025ના બીજા વર્લ્ડ કપમાં અમે ચોક્કસ વિજેતા બનીશું.’

ઇવેંટના સંસ્થાપક કેનિચી મમિત્સુકાએ આ પ્રતિયોગીતા વિષે કહ્યું કે તેઓ પોતાની મોર્નિંગ વોક દરમિયાન કચરો ઉચકતા હતા. તેમજ પોતાના માટે એક ટાર્ગેટ સેટ કરી વધુ ને વધુ કચરો ઉચકવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન તેમને આ યુક્તિ સુજી કે કચરા ઉચકવાનો પણ વર્લ્ડ કપ યોજી શકાય છે. જેથી તેમણે એક ‘સ્પોગોમી‘ સંઘની રચના કરી. તેમજ આ કાર્યને એક સ્પોર્ટની જેમ યોજી વિશ્વને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

Most Popular

To Top