World

ચીનની બિમારીએ ટેન્શન વધાર્યું: દેશના 6 રાજ્યમાં એલર્ટ, અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર-PPE કીટ તૈયાર

નવી દિલ્હી: કોવિડ (Covid) મહામારી બાદ હવે ફરી એકવાર ચીનમાં (China) ફેલાતા નવા રોગે વિશ્વની (World) ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાસ કરીને બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેને પગલે ભારતમાં છ રાજ્યોમાં અલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. ચીનમાં બાળકોમાં ઝડપથી ફેલાઇ રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણામાં અલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં શ્વાસની સમસ્યાથી પીડાતા મોટાભાગના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ભારતના આ રાજ્યોના હોસ્પિટલોમાં શ્વસન સંબંધી સમસ્યાથી પીડાતા દર્દીઓને ઝડપી સારવાર કરવાની સૂચના આપવામાં આવી છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં હજુ સુધી ચીનની રહસ્યમય બીમારીનો એક પણ કેસ નોંધાયો નથી. સરકાર આની નજીકથી નજર રાખી રહી છે. વધુમાં અમદાવાદમાં બાળકો માટે 300 બેડની નવી હોસ્પિટલ ફાળવવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં મોસમી ફ્લૂ સાથે સંકળાયેલા લક્ષણો અને જોખમી પરિબળોની રૂપરેખા આપવામાં આવી છે, જેમાં ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, વારંવાર હાથ ધોવા, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું અને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જાહેર અને ખાનગી બંને હોસ્પિટલોમાં “અસામાન્ય શ્વસન બિમારીના ક્લસ્ટરિંગ” ના કોઈપણ કેસની તાત્કાલિક જાણ કરવા પર ભાર મૂકતો નિર્દેશ જારી કર્યો છે.

ગુજરાતમાં, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ આરોગ્ય સંભાળ માળખાને ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે મજબૂત કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સરકારી અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે.

ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેના પગલે હવે અમદાવાદ સિવિલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડનો નવો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો કે મોટાભાગે બાળકોમાં ફેલતી આ બિમારી ન્યુમોનિયાનો જ એક પ્રકાર છે. જેને પગલે જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે.

Most Popular

To Top