પેટલાદ તા.8પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીના મુખ્ય રાજમાર્ગ પર રોજેરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ રસ્તા...
એક નાગરિક તરીકે તમને કઈ વાતમાં ગુસ્સો આવશે? ક્યા સમાચાર તમને ખલેલ પહોંચાડશે? એક મુસ્લિમ યુવકે ઇસ્લામની ટીકા કરનારા વ્યક્તિને દુકાનમાં ઘૂસીને...
સુરતમાં હેરીટેજ કિલ્લાનું નવીનીકરણ ખૂબ જ સરસ કરવામાં આવેલું છે તેમજ ગોપીતળાવ પણ ખૂબ જ સુંદર બનાવેલું છે. જેમાં ખૂબ જ વિશાલ...
1995 પહેલાં TV પર એકમાત્ર દૂરદર્શન ચેનલ દેખાતી હતી. 1980 ના દાયકામાં તો હદથી મોટું એરિયલ લગાવવું પડતું હતું ત્યાર બાદ કોમ્પેક્ટ...
લાખ ચોર્યાસીના ફેરા ફર્યા બાદ માનવ અવતાર મળે છે અને આ ઉત્તમ અવતાર ગણાય છે. આથી માનવે માનવી બનીને જીવી જઇને સાર્થક...
લડાખમાં હાલમાં તાપમાન માઈનસની આસપાસ છે પરંતુ રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ...
સુરત: (Surat) ભેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો (Tortoise) મળી આવ્યો હતો. તે કાચબાને રમાડતા 1 વર્ષના બાળકને કાચબાએ બચકું ભરી લીધું હતું....
સુરત: (Surat) અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે (Shivalik Group) તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ...
રાજકોટ: (Rajkot) અમદાવાદ ખાતે પકડાયેલ એક ઈસમ પાસેથી મળેલ ‘ઈન્ટરસેપ્ટ” ના આધારે રાજકોટ એસ.ઓ.જી.એ રેડ (Raid) પાડી હતી. આ રેડ દરમિયાન જંગલેશ્વર...
હલ્દવાનીમાં (Haldwani) બનભૂલપુરા મલિક બગીચા વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદ(Masjid) પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હલ્દવાનીમાં ભારે...
મુંબઇ: (Mumbai) ગૌતમ અદાણી (Adani) ફરી એકવાર 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની એલિટ ક્લબમાં સામેલ થયા છે. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ...
ભરૂચ: (Bharuch) સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકથી (Heart Attack) અનેક યુવકોનાં મોત થઈ રહ્યાં છે, જેમાં ભરૂચ જિલ્લાના પાલેજ ગામે એસટી બસમાં મુસાફરી...
નવી દિલ્હીઃ અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) તેણીની આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર (Official trailer) આજે ગુરૂવારે...
કામરેજ: (Kamrej) સુરત-કામરેજ રોડ પર પાસોદરા પાટિયા પાસે હીટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની હતી, જેમાં ફોર વ્હીલ કારમાં સવાર...
કોલંબો: શ્રીલંકન નેવીએ (Sri Lankan Navy) ઉત્તર જાફનામાં (Jaffna) 19 ભારતીય માછીમારોની (Indian Fishermen) ધરપકડ કરી છે. તેમના પર શ્રીલંકાના પ્રદેશમાં ગેરકાયદે...
નવી દિલ્હી: નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે લોકસભામાં 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું. આ શ્વેતપત્રમાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે (National Highway) નંબર ૪૮ પર ગુરુવારે વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. રોડ પર ઊભેલી ટ્રક...
નવી દિલ્હી: સવારે ઉઘડતા બજારે શરૂઆતના કામકાજમાં ઉછાળા પછી આજે શેરબજાર (Sensex) તૂટ્યું હતું. જે દિવસના અંત સુધી રિકવર થઈ શક્યું ન...
સુરત(Surat): શહેરના ડુમસ (Dumas) વિસ્તારમાં આજે રહસ્યમય સંજોગોમાં એક યુવકનું મોત (YoungManDeath) થયું છે. નવી બંધાતી બિલ્ડિંગના પાંચમાં માળેથી નીચે પટકાઈને યુવકનું...
મધ્યપ્રદેશના (MP) હરદામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી (Blast) સમગ્ર રાજ્યને આંચકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના...
નવી દિલ્હી: PUBG પબ્લિશર ક્રાફ્ટનના ભારતીય યુનિટે (IndianUnit) એક ખાસ ગેમની (Game) જાહેરાત કરી છે. ક્રાફ્ટન ઈન્ડિયાએ (CraftonIndia) BGMI પછી ‘ગરુડ સાગા’...
સુરત(Surat) : ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે સારા સમાચાર છે. રસ્તા (Road) પર દબાણ કરીને ઉભા રહેતા લારીવાળાઓને ખસેડ્યા બાદ હવે સુરત મનપાએ...
પાકિસ્તાન: પાકિસ્તાનમાં (Pakistan) આજે ચૂંટણી (Election) છે. મતદાન પ્રક્રિયા પણ ચાલી રહી છે. દરમિયાન અશાંત ખૈબર પખ્તુનખ્વા (Ashant Khyber Pakhtunkhwa) પ્રાંતમાં ચૂંટણી...
સુરત(Surat): સુરતની ડીસીબી (DCB) ક્રાઈમ બ્રાન્ચને (CrimeBranch) મોટી સફળતા મળી છે. પોલીસે રાજ્ય વ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ...
નવી દિલ્હી: ફરી એકવાર ખેડૂતો આંદોલનના (Farmers Movement) માર્ગે જઈ રહ્યાં હોવાનું ચિત્ર ખડું થયું છે. આજે ઉત્તર પ્રદેશથી (UP) મોટી સંખ્યામાં...
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક ( RBI ) એ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દરો 6.5%...
નવી દિલ્હી: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું (Paytm Payments Bank) લાઇસન્સ રદ (License cancellation) થઈ શકે છે. આરબીઆઈ (RBI) આ અંગે વિચારણા કરી રહી...
પરવાનગી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ : માત્રને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા નવા રોડને ખોદવમાં આવ્યો છે : જહા દેસાઈ સ્માર્ટ...
સુરત: કાપોદ્રા બુટભવાની મંદિર પાસે એક કોલેજિયન યુવતી પર તેના સોશિયલ મીડિયાના મિત્રએ જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરતાં અરેરાટી વ્યાપી ગઈ છે....
પ્રતિનિધિ વડોદરા તા.8ગોવાથી હાલોલ ગોધરા 31.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો આપવા જતા ટેમ્પો નેશનલ હાઇવ 48 પર બામણગામ પાસેથી ઝડપાયો હતો. કરજણ...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
પેટલાદ તા.8
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીના મુખ્ય રાજમાર્ગ પર રોજેરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ રસ્તા ઉપર ડામરની જગ્યાએ આરસીસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના રાજમાર્ગની બંન્ને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવાની થતી નીકો બાબતે વિવાદ છંછેડાયો છે. જેને કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી રસ્તાનું કામ અટવાયું છે. જેથી શહેરની પ્રજા ભારે પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારના સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ નીક બનાવવા તથા નહીં બનાવવાની લેખિતમાં અરજી કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. આ સમગ્ર મામલે ચીફ ઓફિસરને રજૂઆત કરવા બંન્ને પક્ષના લોકટોળા પાલિકા ખાતે પહોંચી ગયા હતા.
પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાંથી નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીનો મુખ્ય રાજમાર્ગ પસાર થાય છે. આ ડામરનો રાજમાર્ગ બિસ્માર થયેલ હતો. જેથી નગરપાલિકાના ગત બોર્ડે રોડ રિસરર્ફેસિંગ ગ્રાન્ટમાંથી આ રસ્તો આરસીસી બનાવવાનું મંજૂર કર્યું હતું. આશરે રૂ.15 લાખના ખર્ચે 310 મીટરની લંબાઈ સુધીના આ રસ્તાના કામની શરૂઆત ગત દિવસોમાં થઈ હતી. જે કામ ચાવડી બજાર સુધી પહોંચ્યા બાદ આગળના લગભગ 200 મીટરના આરસીસી માટે વિવાદ છંછેડાયો હતો. કારણકે ચાવડી બજારથી ભાથીજી મંદિર સુધીના રસ્તાની બંન્ને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે નીકો બનાવવાની હતી. જે કામ લગભગ રૂ.9 લાખના ખર્ચે યુડીપી 88ની ગ્રાન્ટમાંથી મંજૂર થયું હતું. પરંતુ આ વિસ્તારના કેટલાક રહિશો અને દુકાનદારો નીકો બને તેમાં રાજી હતા, જ્યારે કેટલાક નારાજ હતા. અહિયાં સ્થાનિક વેપારીઓ અને રહીશોની જીદના કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી આરસીસીનું કામ ચાવડી બજારથી સ્થગિત થઈ ગયું છે. જેને કારણે અંબામાતા, નાગરકુવા, ઝંડાબજાર, ગાંધીચોક વગેરે વિસ્તારના લોકોને અવર જવર કરવાની ભારે હાલાકી ભોગવવી પડે છે.
રણછોડજી મંદિર તરફથી ગામતળ વિસ્તારથી છેક અંતરિયાળ સુધી આ જ મુખ્ય રાજમાર્ગનો રોજ હજારો લોકો ઉપયોગ કરતા હોય છે. છતાં સ્થાનિકોની જીદના કારણે હાલ કામ ટલ્લે ચઢતાં પ્રજા પરેશાન થઈ રહી છે. આ મામલે આજરોજ બંન્ને બાજુના સ્થાનિક રહીશો તથા દુકાનદારોએ પાલિકામાં લેખિત અરજી આપી રજૂઆત કરી હતી. જેથી પાલિકા તંત્ર દોડતું થતાં ચીફ ઓફિસર અને એન્જિનિયર સહિતનો કાફલો વિવાદીત સ્થળે પહોંચ્યો હતો. જે બાબતે ઈ.ચા. ચીફ ઓફિસર વંદના મીણાએ લોકોને સાંત્વના આપતા કહ્યું હતું કે પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ રાજમાર્ગ ઉપર પાણીની લાઇનો તૂટતાં ઠેર ઠેર પાણી ભરાવા સાથે અસહ્ય ગંદકી જોવા મળે છે.