National

UPAના કુશાસન વિરુધ્ધ નાણામંત્રીએ લોકસભામાં રજુ કર્યું શ્વેતપત્ર, મોદીએ કહ્યું…

નવી દિલ્હી: નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે લોકસભામાં 2014 પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું. આ શ્વેતપત્રમાં (WhitePaper) યુપીએ સરકારના આર્થિક ગેરવહીવટની વાત કરવામાં આવી છે. યુપીએ (UPA) સરકારના આર્થિક ગેરવહીવટ અંગે શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે, તત્કાલીન સરકાર આર્થિક પ્રવૃત્તિઓને સુચારૂ રીતે ચલાવવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો દેશને વધુ પાછળ લઈ ગયા.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ખડગેએ કહ્યું, “અમે બેરોજગારીનો મુખ્ય મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. જેના પર ભાજપ ક્યારેય વાત કરતું નથી. કેરળ, કર્ણાટક, તેલંગાણા જેવા બિન-ભાજપ રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જેના પર કટાક્ષ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તે અમારી સરકારની સમૃદ્ધિ પર કાળા નિશાન સમાન છે. વિરોધીઓ અમારા સારા કામ પર કાળો નિશાન લગાવી રહ્યા છે.

શ્વેતપત્ર મુજબ યુપીએ સરકાર આર્થિક પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી છે. આર્થિક પ્રવૃત્તિઓને સરળ કરવાના બદલે યુપીએ સરકારે અવરોધો ઉભા કર્યા છે. જેના કારણે અર્થતંત્ર ઉપર માઠી અસર થઇ હતી. તેમજ વાજપાયીની આગેવાની હેઠળની એનડીએ સરકારે સુધારાની મોડી પડેલી અસરો અને વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ લીધો હતો. તેમજ લાંબા ગાળાના આર્થિક પરિણામોની ચિંતા કર્યા વિના આર્થિક વૃદ્ધિનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધો હતો.

ગોટાળાની લડાઈ ‘વ્હાઈટ’ વિરુદ્ધ ‘બ્લેક’ પર આવી
જણાવી દઈએ કે કોંગ્રેસની મનમોહન સિંહ સરકારના 10 વર્ષના કાર્યકાળ વિરુદ્ધ ભાજપે પણ શ્વેતપત્ર રજુ કર્યું છે. આ પત્રમાં મનમોહન સિંહ સરકાર દરમિયાન થયેલા આર્થિક ગેરવહીવટની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. સંસદના બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે તેઓ સરકાર સંસદના બંને ગૃહોમાં શ્વેતપત્ર લાવશે. જેના દ્વારા સરકાર 2014 થી 2024 સુધીના તેના કાર્યકાળ દરમિયાન કરેલા કામનો હિસાબ રજૂ કરશે. આ સાથે જ શ્વેતપત્ર દ્વારા અગાઉની (યુપીએ) સરકારની ગેરવહીવટ અને ખોટી નીતિઓ વિશે પણ માહિતી આપવામાં આવશે.

શ્વેતપત્ર શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ સત્રમાં લાવવામાં આવેલા શ્વેતપત્ર એક માહિતીપ્રદ રિપોર્ટ કાર્ડ છે. જેમાં સરકારની નીતિઓ કામો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને રેખાંકિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સરકારો કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા સૂચનો આપવા કે પગલાં લેવા માટે ‘શ્વેતપત્રો’ રજૂ કરવામાં આવે છે.

Most Popular

To Top