સુરત: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર...
સુરત(Surat): સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર (Treatment) માટે લઈને આવેલી ભરૂચની (Bharuch) 6 વર્ષની બાળકીનું સિટીસ્કેન (CityScan) સેન્ટરમાં સિટીસ્કેન કરતી વખતે મશીનમાં બેભાન...
નવી દિલ્હી(NewDelhi) : પંજાબના (Punjab) આંદોલનકારી (Protest) ખેડૂતોએ (Farmers) આજે તા.13 ફેબ્રુઆરીની સવારે દિલ્હી તરફ કૂચ (DelhiMarched) શરૂ કરી દીધી છે. તેમની...
દાહોદ તા. ૧૨દાહોદ જિલ્લામાં સ્ત્રી અત્યાચારના બનેલા બે બનાવો બનાવ પામ્યાં છે જેમાં બંન્ને બનાવોમાં પરણિતાઓને તેમના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક...
કાલોલ તા.૧૨કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે...
લીમખેડા, તા.૧૨લીમખેડા પોલીસ મથક નજીક દેવગઢ બારિયા રોડ પર રોડની સાઈડમાં ઊભેલા પ્રાથમિક શિક્ષક તથા તેના બે મિત્રો ને કુઝર જીપે અડફેટે...
આણંદ તા.12આણંદ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસને અમિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી છે. ગ્વાલિયર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...
સાંજના ઇવનિંગ વોક પર બધા સીનીયર સીટીઝન મિત્રો ભેગાં થયાં અને વાતો કરતાં કરતાં ચાલી રહ્યાં હતાં. બે રાઉન્ડ માર્યા બાદ બધા...
ડાકોર તા.12ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા આવતા યાત્રાળુઓને અનેક હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમાં વડોદરા, અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર રોડ વચ્ચે...
તા.14 ફેબ્રુ: 2019ના રોજ પુલવા (જમ્મુ-કાશ્મીર)માં આત્મઘાતી બોમ્બરો દ્વારા આપણી મિલેટરીના સીઆરપીએફના 40 જવાનોને શહીદ કરવામાં આવ્યા આપણે તે ભૂલી જઇને વિદેશી...
સુરત શહેરમાં દિવસે દિવસે રખડતાં કૂતરાંઓનો આતંક વધી રહ્યો છે. મહાપાલિકા રસીકરણ અને ખસીકરણની વાતો કરે છે તેમ છતાં કૂતરાંઓની સંખ્યા કેમ...
વીરપુર, તા.12વીરપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સફા મહિલા વિકાસ મંડળ વિરપુર દ્વારા મુસ્લીમ સમાજનો સમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.વિરપુરના...
તાજેતરમાં વર્લ્ડકપની શ્રીલંકા વિરૂધ્ધ બાંગ્લાદેશ મેચમાં શ્રીલંકાના બેટસમેન મેથ્યુઝ વિરૂધ્ધ બાંગ્લાદેશના સુકાની સકીબુલ હસને પીચ ઉપર દવ લેવા સમયસર ન આવતા ટાઇમ...
આણંદ તા.12ચારૂસેટ યુનીવર્સીટી અને વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (WWM), યુએસના સંયુક્ત વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા...
વર્ષની મુખ્ય ઋતુ તો ત્રણ જ, શિયાળો ઉનાળો ને ચોમાસું..! એકમાં સ્વેટર ચઢાવવાના, બીજામાં મલમલનાં કપડા પહેરવાનાં ને ચોમાસું બેસે એટલે છત્રીથી...
ડાકોર તા.12ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા આવતા યાત્રાળુઓને અનેક હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમાં વડોદરા, અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર રોડ વચ્ચે...
લોકસભાની ચૂંટણી માથા પર છે.લોકશાહીમાં પ્રજાનું લોકશિક્ષણ જેટલું થાય તેટલી લોકશાહી મજબૂત થાય. મતદાન તો જ પવિત્ર અને કિંમતી છે જો તે...
અમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જાન રાજપીપળા પરત થઈ રહી હતી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ પાસે જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની...
જાન્યુઆરી 2024 એ વૈશ્વિક સ્તરે રેકોર્ડ પર સૌથી ગરમ જાન્યુઆરી હતો, જેમાં સરેરાશ સપાટીનું હવાનું તાપમાન 13.14.C હતું, જાન્યુઆરી 1991-2020ની સરેરાશ કરતાં...
કેનેડામાં અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોના લોકો કેનેડા જવાનાં સપનાં જોતા હોય છે, પરંતુ...
સુરત: (Surat) સુરત શહેરના હજીરા મગદલ્લા ખાતે આવેલા દરિયામાં ડોલ્ફિન (Dolphin) દેખાતા કુતુહલ (Curious) સર્જાયું છે. આ ડોલ્ફિન હજીરા રોરો ફેરી સર્વિસ...
વ્યારા: (Vyara) વ્યારા અગાસવાણ સીએચસીમાં તબીબની સારવાર (Treatment) લઈ પોતાનાં નાનાં બાળક સાથે ગર્ભવતી પત્નીને બાઇક પર બેસાડી વ્યારાની અન્ય ખાનગી હોસ્પિટલમાં...
નૈરોબી: (Nairobi) પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડના (Gold) પ્રબળ દાવેદાર અને વર્લ્ડ રેકોર્ડ (World Record) હોલ્ડર કેન્યાના મેરેથોન દોડવીર કેલ્વિન કિપ્ટમનું પશ્ચિમ કેન્યામાં એક...
સુરત: (Surat) રાષ્ટ્રપતિ (President) શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના ૨૦મા પદવીદાન (Convocation) સમારોહના અધ્યક્ષસ્થાનેથી દિક્ષાંત પ્રવચનમાં...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં એક જ શિક્ષકવાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ (School) છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના...
વાપી: (Vapi) વાપી સલવાવ હાઈવે (Highway) પર રાહદારી વાહન અડફેટમાં આવી ગયો હતો અને તેની ઉપરથી અનેક વાહનોના (Vehicle) ટાયરો ફરી વળ્યા...
બિહાર બાદ હવે યુપીમાં (UP) પણ લોકસભા ચૂંટણી (Election) પહેલા INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું...
પટના: (Patna) બિહાર વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં (Floor Test) સીએમ નીતિશ કુમારે (Nitish Kumar) વિશ્વાસ મત જીતી લીધો છે. તમને જણાવી દઈએ...
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના રાજ્યોમાં દિવસ અને રાત્રિના (Day And Night) તાપમાનમાં (Temperature) વધારો થવા લાગ્યો છે. આ દિવસોમાં રાત્રિનું તાપમાન...
સુરત(Surat): સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર હૃદયનો ધબકારો ચૂકી જાય તેવી હચમચાવી દેનારી ઘટના બની છે. દોડતી ટ્રેનમાં ચઢવા જતાં વૃદ્ધ દંપતિ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: કાળ કેટલો નિર્દયી હોય છે તેનો પુરાવો આપતી ઘટના સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બની છે. બે મહિના પહેલાં લવમેરેજ કરનાર દંપતિની ખુશી કાળને પસંદ નહીં હોય તે હંમેશ માટે વિખુટું પાડી દીધું છે. આ દંપતી લગ્ન બાદનો પહેલો વેલેન્ટાઈન ડે પણ સેલિબ્રેટ કરી શક્યા નથી. આજે સવારે ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિની નજર સામે પત્નીનું રસ્તા પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આજે સવારે સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સવારે નવદંપતી મોપેડ પર નોકરી પર જઈ રહ્યું હતું. દરમિયાન રિંગ રોડ પર એક આઇસર ટ્રકના ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર બાદ પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાયા જતા તે રસ્તા પર પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં પત્નીનું મોત નિપજ્યું હતું.
વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ નાગપુરના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી બીલિયા નગર સોસાયટીમાં રહેતા શુભમ પરાતે બે મહિના દિવ્યા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શુભમ અને દિવ્યા બંને વરાછાની મીત જેમ્સમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. રોજની જેમ બંને આજે સવારે 07:20 વાગ્યા આસપાસ ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તેઓ ઉધના દરવાજા બ્રિજ પાસેથી રીંગ રોડ તરફ જતા હતા ત્યારે એક આઇસર ટ્રકના ચાલકે દંપતીના મોપેડને ટક્કર મારી હતી.
અચાનક ટક્કર લાગતા શુભમે મોપેડ પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો. દરમિયાન દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ ગયો હતો, જેના લીધે તે રસ્તા પર પટકાઈ હતી. ત્યારબાદ ટ્રકનું આખું ટાયર તેના છાતી અને ગળાના ભાગેથી ફરી વળ્યું હતું. પતિએ ટ્રક ચાલકનો પીછો કરી તેને દૂર જઈને રોક્યો હતો. જોકે તે ફરી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દિવ્યા પાસે પતિ પહોંચ્યા બાદ 108ને જાણ કરવામાં આવી હતી. દિવ્યાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. દિવ્યાના મોતના પગલે પરીવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.