National

પશ્ચિમ યૂપીમાં બદલાશે રાજકીય સમીકરણ, જયંત ચૌધરીએ NDAમાં જોડાવાની જાહેરાત કરી

બિહાર બાદ હવે યુપીમાં (UP) પણ લોકસભા ચૂંટણી (Election) પહેલા INDI ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટીએ NDAમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે વાત કરી છે. અમે NDA સાથે જવાનો નિર્ણય કર્યો છે. ચૌધરી જયંત એનડીએમાં જોડાવાથી પશ્ચિમ યુપીમાં ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. જોકે ઘણા દિવસોથી જયંતનું NDAમાં જોડાવાનું નિશ્ચિત માનવામાં આવતું હતું પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હતી.

છેલ્લા ઘણા દિવસોથી જયંત ચૌધરીના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ જયંત ચૌધરી INDI ગઠબંધન છોડીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથે જશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે. જયંત ચૌધરી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે ઉભા જોવા મળશે. આ અંગે જયંત ચૌધરીએ કહ્યું કે મેં મારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારે થોડા સમયમાં આ નિર્ણય લેવો પડ્યો કારણ કે સંજોગો એવા હતા. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ આ નિર્ણયમાં અમારી સાથે છે.

પશ્ચિમ યુપીમાં ચૂંટણીના સમીકરણો બદલાશે
આરએલડી ચીફ ચૌધરી જયંત સિંહ એનડીએમાં જોડાવાથી પશ્ચિમ યુપીના ચૂંટણી સમીકરણો પણ બદલાઈ જશે. હવે આગામી લોકસભા ચૂંટણીમાં જાટ વોટ બેંક પણ ભાજપ તરફ આવતી જોવા મળશે. આના બે મોટા કારણો છે. પહેલા ભાજપ સરકારે ખેડૂતોના મસીહા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી અને હવે આરએલડીના વડા ચૌધરી જયંત સિંહે પણ NDAમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે.

જયંતે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો
ચૌધરી જયંત સિંહે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે 9 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે સીટોની વહેંચણીનો કોઈ પ્રશ્ન જ નથી, આજે ધન્યવાદનો દિવસ છે. તેમણે કહ્યું કે હું પરિસ્થિતિ જોઈને વાત કરું છું. જયંતે કહ્યું હતું કે પિતા અજીત સિંહનું અધૂરું સપનું પૂરું થયું છે. આ એક ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. આ નિર્ણય પેઢીઓ સુધી યાદ રહેશે.

Most Popular

To Top