Editorial

જાન્યુઆરી ૨૦૨૪ એ અત્યાર સુધીનો સૌથી ગરમ જાન્યુઆરી મહિનો!

જાન્યુઆરી 2024 એ વૈશ્વિક સ્તરે રેકોર્ડ પર સૌથી ગરમ જાન્યુઆરી હતો, જેમાં સરેરાશ સપાટીનું હવાનું તાપમાન 13.14.C હતું, જાન્યુઆરી 1991-2020ની સરેરાશ કરતાં 0.70 C અને અગાઉના સૌથી ગરમ જાન્યુઆરી, 2020 ના તાપમાન કરતાં 0.12.C વધુ હતું. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ અનુસાર, જાન્યુઆરી 2024 એ.1 દિવસના રેકર્ડ પર વિશ્વનો સૌથી ગરમ જાન્યુઆરી રહ્યો છે.

2024 ની શરૂઆત એક નવા રેકોર્ડ-બ્રેકિંગ મહિના સાથે થઇ છે – માત્ર તે રેકોર્ડ પર સૌથી ગરમ જાન્યુઆરી જ નથી, પરંતુ 12-મહિનાની તાપમાન સરેરાશ પણ 1.5.C (2.7 ડિગ્રી ફેરનહીટ) જેટલી પૂર્વ-ઔદ્યોગિક યુગ સંદર્ભ સમયગાળા કરતાં વધુ રહી છે,” કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર સમન્થા બર્ગેસે એક નિવેદનમાં જણાવ્યું હતું. જાન્યુઆરી એ સળંગ આઠમો મહિનો છે જે રેકોર્ડ પર સૌથી ગરમ રહ્યો છે. જાન્યુઆરી 2024નું વૈશ્વિક સરેરાશ હવાનું તાપમાન 55.6 ડિગ્રી ફેરનહીટ હતું.

તે 1991-2000 જાન્યુઆરી સરેરાશ કરતાં 1.26 ડિગ્રી ફેરનહીટ વધુ આવે છે અને અંદાજિત પૂર્વ-ઔદ્યોગિક યુગની સરેરાશ કરતાં 2.98 ડિગ્રી વધુ ગરમ છે (1850-1900ની તાપમાન સરેરાશને આ સરેરાશ તરીકે સ્વીકારવામાં આવે છે). જાન્યુઆરી 2024એ પણ 0.22 ડિગ્રી ફેરનહીટથી 2020ના જાન્યુઆરીના અગાઉના રેકોર્ડને તોડ્યો હતો. આબોહવા વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ તફાવત પર નજર રાખી રહ્યા છે, ડર છે કે પૂર્વ-ઔદ્યોગિક યુગની સરેરાશની સરખામણીમાં 20-વર્ષનો સરેરાશ વૈશ્વિક તાપમાનમાં વધારો સ્વીકૃત 1.5 ડિગ્રી સેલ્સિયસ (2.7 ડિગ્રી ફેરનહીટ) બેન્ચમાર્કને વટાવી જશે.

જો કે કોઇ એક વર્ષે આ આંકડો તૂટે તો તે ભયંકર નથી પરંતુ સતત આ આંકડો તૂટતો રહે તો તે ચિંતાજનક છે. WMO સેક્રેટરી-જનરલ પ્રો. પેટ્ટેરી તાલાસે જણાવ્યું હતું કે, “1.5.Cનો આંકડો કોઈ રેન્ડમ આંકડો નથી.” “તે તે બિંદુનું સૂચક છે કે જ્યાં આબોહવાની અસરો લોકો અને ખરેખર સમગ્ર ગ્રહ માટે વધુને વધુ નુકસાનકારક બનશે.” 2015 પેરિસ સંધિને બહાલી આપનાર દેશોએ ઔધોગિક યુગ પહેલાના સરેરાશ તાપમાન કરતાં હાલની તાપમાન સરેરાશને ૧.૫ ડિગ્રીથી વધુ વધવા નહીં દેવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ આ પ્રતિજ્ઞાનું પાલન કરવા માટેના નક્કર પગલાં કોઇ દેશો ગંભીરતાથી લેતા જણાતા નથી.

જો કે જાન્યુઆરી માસમાં વિશ્વનાં વિવિધ ભાગો વચ્ચે તાપમાનનો તફાવત પણ ઘણો રહ્યો. યુરોપના અનેક દેશોમાં જાન્યુઆરીમાં સખત ઠંડી રહી. અમેરિકાનો મોટાભાગનો વિસ્તાર જાન્યુઆરીના ઘણા દિવસો સુધી આર્ક્ટિક વિસ્ફોટમાં ધ્રૂજી રહ્યો હતો, ત્યારે દક્ષિણ યુરોપ, પૂર્વી કેનેડા, ઉત્તરપશ્ચિમ આફ્રિકા, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા સામાન્ય કરતાં વધુ તાપમાનથી રેબઝેબ થતા હતા. ભારતમાં ઉત્તર ભારતના વિસ્તારો ઉપરાંત પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં જાન્યુઆરી માસમાં સખત ઠંડી રહી, ગુજરાતમાં પણ જાન્યુઆરીમાં ઠંડીએ કેટલાક દિવસ તો સખત ધ્રુજાવ્યા પણ દેશના અનેક ભાગોમાં જાન્યુઆરી ગરમ રહ્યો. આપણે ત્યાં અલ નીનોની અસરને કારણે પણ ગરમી રહી હોય, પરંતુ વૈશ્વિક સ્તરે રેકર્ડ પરનો સૌથી ગરમ જાન્યુઆરી મહિનો એ ગ્લોબલ વોર્મિંગની દષ્ટિએ ચિંતાનો વિષય છે જ.

Most Popular

To Top