Business

લીમખેડામાં જીપે 3ને અડફેટે લીધા:શિક્ષકનું મોત

લીમખેડા, તા.૧૨
લીમખેડા પોલીસ મથક નજીક દેવગઢ બારિયા રોડ પર રોડની સાઈડમાં ઊભેલા પ્રાથમિક શિક્ષક તથા તેના બે મિત્રો ને કુઝર જીપે અડફેટે લેતાં શિક્ષક નું ધટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે બન્ને મિત્રો ને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ ની જાણ લીમખેડા પોલીસ ને થતાં ધટના સ્થળે દોડી જઇ ફરાર કુઝર ચાલક વિરૂધ્ધ વધુ તપાસ હાથ
ધરી છે.
ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજ સિંહ શના ભાઈ સોલંકી પોતાની મોટરસાયકલ બગડી જતાં તેમનાં મિત્ર વિપુલ ભાઈ સંગાડા ની મોટરસાયકલ નં જી જે 20 એ એલ 5741 લ ઈને વનરાજી શના સાથે ધાનપુર ગયા હતા અને પરત લીમખેડા આવ્યા હતા ત્યારે લીમખેડા તરફથી એક અજાણી કુઝર જીપના ચાલકે પુરઝડપે હંકારી લાવી રોડની સાઈડમાં ઊભેલા ત્રણે મિત્રો ને ટક્કર મારતાં ભોરવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજ શના ભાઈ સોલંકી નેં ગંભીર ઇજાઓ થતાં તેનું ધટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તખ્તસિંહ જયંતિ પટેલીયા તથા વિપુલ સંગાડા ને માથા માં તથા હાથમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લીમખેડા પોલીસ ને બનાવ ની જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top