Business

વીરપુરમાં મુસ્લિમ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

વીરપુર, તા.12
વીરપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સફા મહિલા વિકાસ મંડળ વિરપુર દ્વારા મુસ્લીમ સમાજનો સમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.
વિરપુરના દરગાહ ખાતે મુસ્લિમ સમાજમાં જાગૃતિ આવે એવા ઉદ્દેશ્યથી સમુહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નોત્સવમા જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 25 જેટલા નવયુગલોના નિકાહ પઢ્યાં હતાં. સમુહ લગ્નોત્સવનુ સમગ્ર આયોજન મહિલા સફા વિકાસ મંડળના પ્રમુખ સૈયદ બિલ્કિશબાનુ અબ્બાસી તેમજ આયોજક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ,ખેડા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુકલ,મહિસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુકલ ,ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા જૈનૌત દિન અન્સારી, તેમજ મહિલા સેવા સંઘ ટ્રસ્ટના પ્રમુખ સબાના આરીફભાઈ સહિતના મુસ્લિમ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

Most Popular

To Top