SURAT

ભેસ્તાનમાં 1 વર્ષના બાળકને કાચબાએ ગાલ પર બચકું ભરી લીધું, પછી થયું આવું..

સુરત: (Surat) ભેસ્તાનમાં ઘર પાસેથી અમેરિકન કાચબો (Tortoise) મળી આવ્યો હતો. તે કાચબાને રમાડતા 1 વર્ષના બાળકને કાચબાએ બચકું ભરી લીધું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

  • ભેસ્તાનમાં 1 વર્ષના બાળકને કાચબાએ ગાલ પર બચકું ભરી લેતાં બાળકને સિવિલ લવાયો
  • ઘર પાસેથી અમેરિકન કાચબો મળી આવતા બાળક તેને રમાડી રહ્યો હતો, જોકે કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં, રાજુભાઈ ગોગે પત્ની તેમજ ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે. રાજુભાઈ સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે. બુધવારે રાત્રે 8:30 વાગ્યાના સમયે રાજુભાઈ નોકરીથી ઘરે આવ્યા હતા ત્યારબાદ તે જમીને ખંડુને લઈને વોકિંગ માટે નીકળ્યો હતો. ત્યારે ઘર પાસેથી રાજુભાઈને એક કાચબો મળી આવ્યો હતો. જેથી રાજુભાઈએ તે કાચબાને ઉંચકીને ખંડુના હાથમાં આપતા તેને રમાડી રહ્યો હતો. તે દરમિયાન તે કાચબાએ ખંડુના ગાલ ઉપર બચકું ભરી લીધું હતું. જેથી બુધવારે સવારે રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં પિડીયાટ્રીક વિભાગના ડોકટર સંગીતાએ જણાવ્યું હતું કે, કાચબામાં કૂતરા, બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી. કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકું ભરતું નથી. પણ ખંડુને સારવાર માટે લઈને આવતાં તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું. પરંતુ તેના પિતા તેને લઈને જતા રહ્યા હતા. કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી. તેમ છતાં તેના પિતાને કહ્યું છે કે ખંડુને કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું.

ઘરની નીચે બાંકડા ઉપર બેસીને મોબાઈલ જોતા મોરા ભાગળના કિશોરને બિલાડીએ બચકું ભર્યું
સુરત: ઘરની નીચે બાકડા ઉપર બેસીને મોબાઈલ મચેડતાં મોરા ભાગળના કિશોરને બિલાડીએ બચકું ભરી લીધું હતું. જેથી તે સારવાર લેવા માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. મળેલી માહિતી મુજબ, મોરા ભાગળ, સુમન શાંતિ આવાસમાં પિયુષ રાજેશ શિંગ (17 વર્ષ) રહે છે અને તે ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગુરુવારે બપોરે 3:30 વાગ્યાના સુમારે પિયુષ ઘરની નીચે બાકડા ઉપર બેસીને મોબાઈલ જોઈ રહ્યો હતો. ત્યાં પાસે અન્ય બીજા બાળકો બિલાડી સાથે મસ્તી કરી રહ્યાં હતા. તે દરમિયાન બિલાડીએ પિયુષને પગના ભાગે બચકું ભરી લીધું હતું. જેથી પિયુષ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવ્યો હતો.

Most Popular

To Top