Business

ગૌતમ અદાણીનો 100 અબજ ડોલરની કલબમાં સમાવેશ, બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં આ સ્થાને પહોંચ્યા

મુંબઇ: (Mumbai) ગૌતમ અદાણી (Adani) ફરી એકવાર 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની એલિટ ક્લબમાં સામેલ થયા છે. હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને આ ક્લબમાં પાછા ફરવામાં એક વર્ષનો સમય લાગ્યો છે.

  • ગૌતમ અદાણીનો 100 અબજ ડોલરની કલબમાં સમાવેશ થયો
  • હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને આ ક્લબમાં પાછા ફરવામાં એક વર્ષનો સમય લાગ્યો
  • નેટવર્થ 2.73 અબજ ડોલર વધતાં ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 12માં નંબરે પહોંચી ગયા

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર આજે ગૌતમ અદાણીની નેટવર્થ 2.73 અબજ ડોલર (22.65 હજાર કરોડ રૂપિયા) વધીને 101 અબજ ડોલર એટલે કે 8.38 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ સાથે ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 12માં નંબરે પહોંચી ગયા છે. આ લિસ્ટમાં ટોપ-15માં ગૌતમ અદાણી સિવાય મુકેશ અંબાણી બીજા ભારતીય છે. મુકેશ અંબાણીની નેટવર્થ 1.01 અબજ ડોલર (8.38 હજાર કરોડ રૂપિયા) વધીને 108 અબજ ડોલર (8.96 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. અબજોપતિઓની યાદીમાં તે 11માં નંબરે છે. એલોન મસ્ક 205 અબજ ડોલર (17.01 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક પછી 196 અબજ ડોલર (16.01 લાખ કરોડ)ની સંપત્તિ સાથે જેફ બેઝોસ અને 186 અબજ ડોલર (15.43 લાખ કરોડ)ની સંપત્તિ સાથે બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા સ્થાને છે.

જણાવી દઈએ કે 24 જાન્યુઆરી 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને સ્ટોક મેનીપ્યુલેશન સુધીના આરોપો મૂક્યા હતા. આ પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબીને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અદાણી ગ્રૂપ સામેના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા.

Most Popular

To Top