આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે...
2016 ના સપ્ટેમ્બરમાં ભાજપના મોરચાની સરકારે ફ્રાન્સની દસો કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો ત્યારથી વિપક્ષો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના...
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મંગળવારે એક આદેશ જારી કર્યો છે અને 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો...
મુંબઇ : મહારાષ્ટ્ર (MAHARASHTRA) સરકારે વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) ઘટાડવા વીકએન્ડ લોકડાઉન(WEEKEND LOCK DOWN)ની જાહેરાત કરી છે. આ સાથે ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ...
મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં વધી રહેલા કોરોનાના કેસ(CORONA CASES)ને ધ્યાને લઇને મુંબઇમાં આઇપીએલ(IPL)ની મેચોના આયોજન સામે શંકાના વાદળો ઘેરાયા હતા, જો...
નવી દિલ્હી: ભારતના મેન્યુફેકચરીંગ સેકટરની પ્રવૃતિઓએ વધુ ગતિ ગુમાવી છે અને માર્ચમાં તે સાત માસના તળિયે પહોંચી છે જયારે કોવિડ-19નો રોગચાળો વકરવાની...
નવી દિલ્હી : રાફેલ જેટ (Rafael jet) સોદામાં કટકી ચુકવાઇ હોવાનું દર્શાવતો ફ્રેન્ચ સમાચાર વેબસાઇટનો અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે (congress in...
જોહનીસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે અહીં રવિવારે રમાયેલી બીજી વન ડે દરમિયાન મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાં અંગત...
દેશમાં પશ્ચિમ બંગાળ (west bengal) સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (assembly election) માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળ અને આસામમાં ત્રીજા...
બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયા (Australia)ના બ્રિસ્બેન (Brisbane) શહેરમાં છોકરીઓ સાથે ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષિય સગીર પણ 3 આરોપીઓની સાથે...
બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન...
રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં...
બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું...
જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી. ચિનાબ નદીના...
સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર...
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને...
ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને...
બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે,...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી પાલિકાનું આરોગ્ય વિભાગ માર્કેટ પ્રત્યે...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વિકટ સ્થિતએ તોબા પોકરાવી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)...
સુરતમાં (Surat) વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી (Valsad) વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. ખાસ વાત તો એ છે કે સ્માર્ટસિટી સુરતમાં સ્માર્ટ...
કંપનીના નવા અપડેટ મુજબ, કંપની સાથે સંકળાયેલ તમામ એપ્લિકેશન ડેવેલોપર્સે 5 મેથી કંપનીને નક્કર અને તર્કસંગત માહિતી પ્રદાન કરવાની રહેશે. આ માહિતી પાછળ...
હાલ દેશભરમાં કોરોના કેસો (CORONA CASE) ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આજે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ 1 લાખને...
ફાર્મા કંપની ઝાયડસ કેડિલા ( zydus cadila ) એ હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઇ) ને અપીલ કરી છે કે તે...
ભરૂચ: (Bharuch) મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લીમીટેડના નામે ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GiDC) પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇન્ડોકેમ...
સુરતઃ (Surat) કતારગામ જીઆઈડીસી (GIDC) ખાતે સાડીઓનું જોબવર્ક કરતાં કારખાનેદારે રિંગ રોડ સ્થિત મીલેનિયમ માર્કેટના તેમજ અન્ય માર્કેટના ચાર વેપારીઓ (Traders) પાસેથી...
સુરત: (Surat) શહેરના મહિધરપુરા ખાતે રહેતા કર્મકાંડી બ્રાહ્મણની પત્ની માતા-પિતાથી અલગ રહેશે અને બધુ વસાવસે ત્યારે પાછા આવવાની જીદ સાથે પિયર જતી...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે....
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે ઓછી આવક ધરાવતા લોકો રોકાણ કરતા હોય છે અને તેમને સામાન્ય રીતે બેંક થાપણો કરતા ઉંચા દરે આમાં વ્યાજ આપવામાં આવે છે. આમાં વ્યાજના દર સમયે સમયે બદલાતા રહે છે. હાલ નવો ત્રિમાસિક ગાળો અને નવું નાણાકીય વર્ષ શરુ થવાના ટાણે આ યોજનાઓ પરના વ્યાજ દરોમાં મોટો કાપ જાહેર કરવામાં આવ્યો, ત્યાં સુધી તો ઠીક છે પણ બીજા જ દિવસે નાણા મંત્રીએ જાહેર કર્યું કે આ વ્યાજ દર કાપ પાછો ખેંચવામાં આવે છે. દર કાપ જાહેર કરવામાં ભૂલ થઇ હતી તેવો ખુલાસો નાણા મંત્રીએ કર્યો! આવું કદાચ પહેલા ક્યારેય બન્યું નથી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સવારે ટ્વીટર પર જણાવ્યું હતું કે પીપીએફ અને એનએસસી- જેવી નાની બચત યોજનાઓ પરનો તીવ્ર વ્યાજકાપ સરકાર પાછો ખેંચી લેશે. તેમણે જણાવ્યું હતું કે તે કાપ મૂકવામાં ભૂલ થઇ હતી. આવું શા માટે કરવામાં આવ્યું? એવો જ વિચાર પહેલા તો આવે. પણ આ પગલું કાપ મૂકવાના નિર્ણયથી જ્યાં ચૂંટણીઓ ચાલી રહી છે તે પશ્ચિમ બંગાળ, આસામ તથા અન્ય ત્રણ રાજ્યોમાં સામાન્ય માણસને થનાર નુકસાનને કારણે સરકારને ફટકો પડે તેવા ભયથી ભરવામાં આવ્યું હોવાનું માનવમાં આવે છે.
જ્યારે સરકાર સામાન્ય રીતે નાની બચત પરના વ્યાજ દરો દરેક ત્રિમાસિક ગાળાના અંતે જાહેર કરે છે તે મુજબ બુધવારે ૩૧ માર્ચે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) અને નેશનલ સેવિંગ્સ સ્કિમ(એનએસસી) સહિતની બચત યોજનાઓ પરના નવા વ્યાજ દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આવી લગભગ તમામ નાની બચત યોજનાઓ પર ૧.૧ ટકા જેટલો વ્યાજ કાપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યાજ કાપ પશ્ચિમ બંગાળમા બીજા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલા જ જાહેર થયો હતો, જે તબક્કાની ચૂંટણીમાં રાજકીય હોટબેડ નંદીગ્રામમાં પણ મતદાન છે જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ચૂંટણી લડી રહ્યા છે.
નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં તીવ્ર કાપ મૂકાયાના થોડા કલાકોમાં જ આ કાપ પાછો ખેંચી લેવાયો હતો જેમાં એવું કારણ અપાયું હતું કે આ નિર્ણય ઉતાવળે લેવામાં ભૂલ થઇ છે! આ કદાચ અભૂતપૂર્વ છે. શું નાણા મંત્રાલય અને સરકારના અન્ય વિભાગો વચ્ચે અને નાણા મંત્રાલયના વિવિધ વિભાગો વચ્ચે કોઇ સંકલન જ નહીં હોય? જેમાં દેશના કરોડો લોકો રોકાણ કરતા હોય છે તેવી બચત યોજનાઓના વ્યાજ દરમાં ફેરફાર જાહેર કરવા જેવી ગંભીર બાબતમાં પણ કોઇ ચર્ચા જ કરવામાં આવી ન હોય? સરકારો ઘણા પગલાં ચૂંટણીઓને અનુલક્ષીને લેતી હોય છે અને જો પાંચ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખવાની જ હતી તો વ્યાજ દરમાં કાપ આમ ઉતાવળે શા માટે જાહેર કરી દેવાયો? કે તેને થોડા જ કલાકોમાં પાછો ખેંચવો પડે? પણ આ સરકાર ઘણુ બધું અભૂતપૂર્વ કરી રહી છે.
ભારત સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો ૨૦૨૦-૨૧ના છેલ્લા ક્વાર્ટરમાં જે હતા તે દરે જ ચાલુ રહેશે, માર્ચ ૨૦૨૧માં જે દરો પ્રવર્તતા હતા તે જ ચાલુ રહેશે. ઉતાવળમાં ભૂલથી બહાર પાડવામાં આવેલ આદેશો પાછા ખેંચવામાં આવશે એમ નાણા મંત્રી સીતારમણે પહેલી એપ્રિલે સવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીપીએફ પરનો વ્યાજ દર ગઇકાલે ૦.૭ ટકા ઘટાડીને ૬.૪ ટકા જ્યારે એનએસસી પરનો વ્યાજ દર ૦.૯ ટકા ઘટાડીને પ.૯ ટકા કરવામાં આવ્યો હતો. સૌથી મોટો દર કાકપ એ વર્ષની ટર્મ ડિપોઝિટ પર મૂકાયો હતોો જેમાં ૧.૧ ટકા કાપ મૂકીને તે પ.પ ટકા પરથી ૪.૪ ટકા કરવામાં આવ્યો હતો. કોઇ તો નાણા મંત્રીના આ ટ્વીટને પહેલી એપ્રિલે એપ્રિલ ફૂલની મજાક પણ સમજી બેસે, પણ ના આ મજાક ન હતી, નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી ગંભીર જાહેરાત હતી. જો કે હાલની સરકારે ઘણા મજાક જેવા પગલાઓ ભર્યા જ છે અને ઘણા નિર્ણયોમાં, જાહેરાતોમાં કે તેમાં યુ-ટર્ન લેવામાં પ્રજાને રમૂજ પુરી પાડી જ છે. આને પણ આવું જ એક રમૂજભર્યું પગલું સમજી લેવું, બીજું શું?