National

વાવાઝોડા સાથે 35 મિનિટમાં 1 ઈંચ વરસાદ : 150થી વધુ વૃક્ષો ધરાશાયી, નિચાણવાળા વિસ્તાર જળબંબાકાર

વડોદરા: લાંબો સમયની તપસ્યા બાદ મેઘો વરસ્યો હતો મોડી રાત્રે વરસાદે થાપ માર્યા બાદ બપોરે ભારે પવન સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વડોદરા શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. ભારે પવનના કારણે શહેરમાં હોર્ડિંગસો, ગેન્ટ્રી ગેટ અને 150 થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા.

હવામાન વિભાગ ૧૭ અને ૧૮ જૂનના રોજ વરસાદની આગાહી કરી હતી ગત મોડી રાત્રે મેઘાએ એન્ટ્રી મારી હતી ત્યારબાદ આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણથી આકાશમાં અંધારું ઘેરાયું હતું. બપોર પડતાં જ ભારે પવન સાથે મેઘરાજા તોફાની બેટિંગ શરૂ કરી હતી. ૩૫ મિનિટની તોફાની બેટિંગની શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખા શહેરમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. પાલિકા કરોડો રૂપિયા પ્રિ-મોન્સૂન કામગીરીમાં ખર્ચે છે તેની પોલ ખૂલી ગઈ હતી અને નાગરિકોના વેરાના પૈસા પહેલા જ વરસાદમાં પાણીમાં ગયા હતા. વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. શહેરના સયાજીગંજ, અલકાપુરી, ગોરવા, સુભાનપુરા, દાંડિયા બજાર, રાવપુરા, ચાર દરવાજા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઇ હતી. છેલ્લાં કેટલાક દિવસથી નાગરિકો અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ થઈ ગયા હતા. આજે વરસાદના આગમન થતા લોકોએ રાહત અનુભવી હતી.

શહેરના સરદાર એસ્ટેટ ખાતે એક ઇંચ વરસાદમાં જ રામદેવ નગર ચાર રસ્તા, આરટીઓમાં પાણી ભરાઇ જતા સરોવર જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યાં મોટી મોટી કરતી કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દર વર્ષે પહેલા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી અધૂરી હોય તો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા પણ તંત્રને અપીલ કરી હતી.

વરસાદમાં ચાર દરવાજા, રાવપુરા દાંડિયા, બજાર સહીત અનેક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું હતું અને માલ સામાન બગડી ગયો હતો જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

શહેરના ફતેગંજ સર્કલ થી એરપોર્ટ જવાના રોડ પર આવેલો ગેન્ટ્રી ગેટ ભારે પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત થઈ ગયું હતું જેના કારણે એક ઇકો ગાડી દબાઈ ગઈ હતી પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ઘટના બનતા જ કાઉન્સિલર ડો.રાજેશ શાહ ,સમિતિના અઘ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. સ્ટ્રેકચર એન્જિનિયરને જાણ કરીને કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાં જણાવ્યું હતું.

કોન્ટ્રાક્ટરને પેનલ્ટિ સાથે બ્લેક લિસ્ટ કરીને પોલીસ ફરિયાદ કરવી જોઈએ : ચંદ્રકાંત ભથ્થુ

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે થોડાક વરસાદ અને પવન માં જ ગેન્ટ્રી ગેટ પડી ગયો છે. ચોવીસ કલાક ધમધમતા રોડ જે જે લોકો સુરત, અમદાવાદ, રાજકોટ જવાના છે ત્યાંથી હજારોની સંખ્યામાં નાગરિકોની વાહનોની અવરજવર થાય છે. કોન્ટ્રાક્ટરે સારા ગ્રેન્ટી ગેટ બનાવવા જોઈએ જેના કારણે મોટો તુફાન આવે તો તેની સામે અડીખમ ઉભો રહે અને જે રોડ પર આવા જવાના રોડ પર જે પાલિકા દ્વારા એડવાઈઝરના નામે જે રૂપિયા લે છે એ રૂપિયા જરૂર નહીં પણ પબ્લિકની સુરક્ષા જરૂરી છે. હોર્ડિંગ્સ રોડ સાઈડ હોવા જોઈએ નહી કે રોડ ની ઉપર. જેણે ડિઝાઇન બનાવી છે, સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપ્યું છે તેની તપાસ થવી જોઇએ એન ઓ.સી.એનો  રીન્યુ કરવામાં આવી છે કે નથી આવા કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી સાથે બ્લેક લિસ્ટ કરીને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. શહેરમાં આવા હોર્ડિગ્સ ગેન્ટ્રી ગેટ જે  નાગરિકોને નડતરરૂપ હોય જોખમી હોય તેની પર  તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવવું જોઈએ અને જોખમી રૂપ હોય એવા ને ઉતારી પણ લેવા જોઈએ.

Most Popular

To Top