National

ખેડૂત આંદોલનના નામે અપરાધ થઈ રહ્યા છે : સંબિત પાત્રા

લાંબા સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન ( farmer protest) હવે અપરાધોનું કેન્દ્ર બની રહ્યું છે .થોડા સમય પહેલા આ જ આંદોલનમાં જોડાવા આવેલી મહિલા ઉપર સામૂહિક બળાત્કાર ( gang rape) ની ઘટના નોધાઈ હતી ત્યારે હવે એક ઇસમને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે, ખેડૂત આંદોલન એકવાર ફરીથી સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખેડૂત આંદોલનમાં સામેલ લોકોએ એક વ્યક્તિને જીવતો બાળી મૂક્યો. મૃતકની ઓળખ હરિયાણાના બહાદુરગઢના કસાર ગામમાં રહેતા મુકેશ તરીકે થઈ છે. આરોપ છે કે મુકેશે ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકો સાથે આંદોલનના સ્થળે જ દારૂ પીધો હતો. ત્યારબાદ મુકેશ અને તે લોકોમાં ચકમક ઝરી અને પછી આ ઘટનાને અંજામ અપાયો.

જીવતો બાળી મૂક્યો
અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલનમાં ગયેલા મુકેશને જીવતો બાળી મૂકવામાં આવ્યો. ત્યારબાદ અફડાતફડી મચતા તેને હોસ્પિટલ લઈ જવાયો. ગંભીર રીતે દાઝી ગયેલા મુકેશનું ગણતરીના કલાકોમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ
પોલીસે હરિયાણાના ઝજ્જરથી આ કેસમાં મુખ્ય આરોપી કૃષ્ણાની ધરપકડ કરી લીધી છે. કેસ દાખલ થયા બાદથી આરોપી ફરાર હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં ચાર લોકો સામેલ હતા. બાકીના આરોપીઓ પણ જલદી થી પકડાઈ જશે. હાલ પોલીસ તેમની શોધમાં છે.

શહીદ ગણાવવાનું ષડયંત્ર
આરોપીઓએ મુકેશની હત્યા બાદ તેને શહીદ ગણાવવાની કોશિશ કરી. હકીકતમાં પ્રદર્શનકારીઓ એવું દર્શાવવા માંગતા હતા કે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં મુકેશે પોતે જ આગ લગાવી દીધી. જ્યારે સચ્ચાઈ એ છે કે પ્રદર્શનકારીઓએ પીડિત મુકેશને આગને હવાલે કરી દીધો.

મૃતકના પરિજનોએ લગાવ્યા આ આરોપ
મૃતક મુકેશના પરિવારનો સીધો આરોપ છે કે ઘટનાના ચારેય આરોપીઓ દેશની રાજધાની દિલ્હીની પાસે ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ભાગ છે. પોસ્ટમોર્ટમ બાદ ગ્રામીણોએ મુકેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ સામે રાખીને પ્રદર્શન પણ કર્યું હતું. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. વ્યક્તિને જીવતો બાળી મૂકવાના મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આંદોલનના નામે અપરાધ થઈ રહ્યા છે. પહેલા બળાત્કાર અને હવે હત્યા કરવામાં આવી.

Most Popular

To Top