નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા...
સુરત: (Surat) રાજ્યમાં સુરત સહિતના શહેરોમાં નદીઓમાં આવતા પૂર (Flood) અને તેને કારણે થતી ખાનખરાબીને અટકાવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા...
સુરત: (Surat) તાજેતરમાં સરકારશ દ્વારા ટયુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણિજ્ય...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સુરત શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું....
વલસાડ : ઉમરગામ (Umargam)માં રવિવારે સતત વરસતા વરસાદ (continuously rain) સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ (Heavy rain) જોવા મળ્યું હતું. રવિવારે વહેલી સવારથી...
અસદુદ્દીન ઓવૈસી (owaisi)ની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખ્યું...
પંજાબ કોંગ્રેસ (Punjab Congress)માં ચાલી રહેલ વિવાદનો વંટોળ હજી શાંત થયો નથી. ત્યાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)ને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવાની...
શનિવારની રાતથી મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ભારે વરસાદ (Mumbai rain) વરસી રહ્યો હતો જે રવિવારની સવારથી પણ ચાલુ જ છે, જેના કારણે સમગ્ર...
નવી દિલ્હી: હાઉ’ઝ ધ જોશ ? તે વધારે હોવો જોઈએ. રમતગમત મંત્રી (Minister of Sports) અનુરાગ ઠાકુરે બૉલીવુડ બ્લોકબસ્ટર ‘ઉરી’ની પ્રસિદ્ધ લાઇનને...
નવી દિલ્હી: દેશભરની યુનિવર્સિટી (Universities)ઓ અને કોલેજો (Collage)માં નવુ શૈક્ષણિક સત્ર (New academic session) ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા (Admission...
કોલમ્બો: ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે છ મર્યાદિત ઑવરોની મેચ સિરીઝ (Series)નો આરંભ આજથી વન ડે મૅચ (First one...
સુરત: ઝારખંડ (Zarkhand)ના રહેવાસી અને ઓએનજીસી (ONGC)માં સિક્યુરીટી ગાર્ડ (Security guard)તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફ (Donate life)ના...
સુરત: સુરત જિલ્લા કલેકટરાલય (Surat district collector office)માં આજે યોજાયેલી સંકલન બેઠક (Coordination meeting)માં જિલ્લા કલેકટર આયુષ ઓકે (Ayush oak)એ જનપ્રતિનિધિઓ દ્વારા...
સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે,...
અમદાવાદ: (Ahmedabad) મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covexin) 66 કરોડ વધુ ડોઝ ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જે...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને દ્વ્રારકામાં ભારે વરસાદ (Rain) થયો હતો. જામનગરના જામજોધપુરમાં સાંજે...
વિજય રૂપાણી આગામી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે ત્યારે પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.આનંદીબેન પટેલે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ (High Speed Rail Project) શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ગણતરીના કલાકમાં જ અમદાવાદ...
બારડોલી, માંડવી: (Bardoli) સુરત જિલ્લામાં ડાંગરનું વાવેતર કરતાં ખેડૂતોમાં (Farmer) ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ (Rain) ન પડતાં ચોમાસાની (Monsoon)...
નવસારી: (Navsari) નવસારી દશેરા ટેકરીમાં દૂષિત પાણી (Contaminated Water) પીવાથી 10ને ઝાડા-ઉલ્ટી થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી...
ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી...
સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા...
જયપુર : દેશમાં કોરોના (Corona) વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. જેથી રાજસ્થાન (Rajsthan)ની અશોક ગેહલોત (Ashok gehlot) સરકારે કોરોના વાયરસને રોકવાના હેતુ માટે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ...
સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website)...
લખનૌ: કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રા સામે એફઆઈઆર નોંધાઈ છે. કલમ 144નાં ભંગ બદલ આ ગુનો નોંધાયો...
અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું જ હશે, તેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની થઈ શકે છે, આ...
અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યાપાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્તવ્રત જેને અલૂણાં અથવા ગૌરીવ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા સાડા 8.5 ઇંચ, નવસારી તાલુકામા આઠ ઇંચ, ખેરગામ અને ચીખલી તાલુકામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી આ સિઝનનો (Monsoon) એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વરસાદની ગેરહાજરી રહી હતી. તો ક્યારેક વરસાદી ઝાંપટા પડી રહ્યા હતા. જોકે આ સિઝનમાં અગાઉ એક દિવસ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યારબાદ જિલ્લામાં વરસાદ પડ્યો ન હતો. જેથી જિલ્લાના લોકો અને ખેડુતો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. દરમિયાન ગત મોડી રાત્રેથી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થતા વરસાદે ધુંઆધાર બેટીંગ કરી હતી. જેથી જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. નવસારી અને વિજલપોર શહેરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

ગત મોડી રાત્રે 4 કલાકમાં અને રવિવારે સવારે 4 કલાકમાં ધમધોકાર વરસાદ ખાબક્યો
ગત મોડી રાત્રે 2 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી 4 કલાકમાં ગણદેવી તાલુકામાં 5 ઇંચ, ચીખલી તાલુકામાં 3.8 ઇંચ, નવસારી અને ખેરગામ તાલુકામાં 3 ઇંચ અને જલાલપોર તાલુકામા 2.3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યેથી 10 વાગ્યે સુધી 4 કલાકમાં જલાલપોર તાલુકામાં 5.7 ઇંચ, ગણદેવી તાલુકામાં 5 ઇંચ, નવસારી તાલુકામાં 4.7 ઇંચ, ખેરગામ તાલુકામાં 4.3 ઇંચ, ચીખલી તાલુકામં 3.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ વાંસદા તાલુકામાં માત્ર નામ પુરતો જ વરસાદ નોંધાયો હતો. જોકે બપોર બાદ વરસાદે આરામ ફરમાવતા શહેરના રસ્તાઓ ઘરમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરવા લાગ્યા હતા. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવસારીમાં ક્યાં ક્યાં પાણી ભરાયા
નવસારી અને વિજલપોર શહેરમાં આભ ફાટતા વરસાદી પાણી ભરાયા હતા. જેમાં કહારવાડ, કાશીવાડી, નાની ચોવીસી, કુંભારવાડ, યોગીનગર, તિધરા હળપતિવાસ, નવીનગરી, ગોહિલ હોસ્પિટલ પાસે, લુન્સીકુઇથી જમાલપોર જતા રસ્તા પર, શાંતાદેવી રોડ, રેલ્વે ગરનાળુ, વિઠ્ઠલમંદિરથી ફાટક જતા રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. નવસારીના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ભરાવાને પગલે વાહનોની લાંબી લાઇનો લાગતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીનો સમાન બગડ્યો, મોટરથી પાણી કાઢ્યા
નવસારી જિલ્લામાં વરસાદની ધુંઆધાર બેટીંગ રહી હતી. નવસારી અને વિજલપોર શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જેમાં નવસારીના કાશીવાડી, નાની ચોવીસી ગામે, તીધરા, વિજલપોરના મારૂતીનગર સહિત નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા. જેથી લોકોનો ઘરવખરીનો સમાન બગડતા નુકસાન થયું હતું. જોકે બપોરબાદ વરસાદે વિરામ લેતા લોકોએ પાણી ઘરોમાંથી કાઢવાનું કામ શરૂ કર્યુ હતુ. જ્યારે વિજલપોરના મારૂતીનગરમાં લોકોએ મોટર દ્વારા ઘરોમાંથી પાણી કાઢ્યા હતા.