એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની...
ભારત સરકાર બે રાષ્ટ્રીય રજાઓના તહેવારોની આગેવાની લે છે. સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. સ્વાતંત્ર્ય દિને એટલે કે તા. ૧૫ મી ઓગસ્ટે...
‘તાલિબાન’ શબ્દ વૈશ્વિક સ્તરે હવે પ્રખ્યાત છે. કોરોનાની ચિંતામાં ડૂબેલા વિશ્વ સામે કદાચ આ નવો પડકાર છે. આમ તો ‘જેણે તાલીમ લઇ...
નાનકડા કેરેબિયન દેશ હૈતીમાં ગયા શનિવારે એક પ્રચંડ ધરતીકંપ થયો. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે આ ભૂકંપથી મૃત્યુઆંક બે હજાર જેટલો થયો છે,...
નડિયાદ: ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે કરવામાં આવશે. જોકે, તહેવારના બે દિવસ પહેલાં પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો નથી. આ...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી...
દાહોદ: ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ...
ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ...
આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે...
વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને...
વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં...
વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ...
વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો...
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની...
વડોદરા: જમીન ઉપર ફલેટનું બાંધકામ કરેલ હોવા છતાં બેન્કના ધારાશાસ્ત્રી અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવીને બનાવટી દસ્તાવેજ દ્વારા 5 કરોડની લોન મંજુર...
વડોદરા: શહેરના 3 વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ....
વડોદરા: પાલિકાના અવાસ કૌભાંડ બાદ શિક્ષણ સમિતિના કથિત નાણાં ઉઘરાણીનું કૌંભાંડ સામે આવતા પાલિકા પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે...
વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પ્રેમીઓ જે દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે એનજીટીના ઓર્ડરનું પાલિકા પાલન કરે તે માટે ભારત...
અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા મોટાં અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ...
વ્યારાનું કેળકુઈ ગામમાં 4000 હજાર લોકોની વસ્તી છે, છતાં વિકાસથી વંચિત રહી જતાં 1200 જેટલા યુવાઓનાં નવા સંગઠને વિકાસ માટે જાતે બીડું...
બે મહિનાના લાંબા વિરામ બાદ સતત ત્રણ દિવસથી વરસાદે મહેર કરી છે. 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સૌથી વધુ...
નર્મદાના કેવડિયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એકતાનો સંદેશ આપવાના આશયથી બોલીવૂડના જાણીતા અદાકાર અને...
પલસાણાના જોળવામાં GIDC વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનનું શટર ઊંચકી ગુરુવારે વહેલી સવારે 3 તસ્કર 2 લાખથી વધુના મોબાઈલ અને રોકડ ચોરી...
વ્યારા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ દ્વારા કાર્યરત માર્કેટમાં ફળ અને શાકભાજીના ખરીદ-વેચાણના ભાવ બાબતે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘણા...
ખજોદ ડાયમંડ બુર્સ પાસે આવેલી પાલિકાની વેસ્ટ કચરાની સાઇટને હજીરાના સુંવાલીમાં શિફ્ટ કરવાની હિલચાલ સામે ગ્રામિણોએ વિરોધ નોંધાવી ભાજપના આગેવાનોને રજૂઆત કરતાં...
છેલ્લા બાર વર્ષથી સુરત માટે જે રીતે સૌરાષ્ટ્ર તરફની ટ્રેનની માંગણી કરવામાં આવતી હતી. તે સુરત- મહુવા ટ્રેનને વિધીવત રીતે રેલવે મંત્રી...
સુરત શહેરના માથે પ્રદૂષણનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની કેટલીક મિલોમાં તપાસ કરતા જીપીસીબીના હાથ થથરે છે. પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં સાંજ પડતા...
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. આ કાયદા સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન...
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને ભારતથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના ડાયરેક્ટર જનરલ ડો.અજય...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની લાલચ સામે તેમને બીજું કંઈ જ દેખાતું ન હતું અને સમજાતું ન હતું.તેઓ ખોટું બોલી, કપટ કરીને,અન્યને નુકસાન પહોંચાડી, ઝઘડો કરીને પણ પોતાનો સ્વાર્થ સાધતા અને વેપારમાં ફાયદો કમાઈ લેતા.પૈસા સિવાય જીવનમાં બધી જ વસ્તુઓને તેઓ તુચ્છ ગણતા હતા.પરિવાર, બાળકો, સંબંધો , સેવા વગેરેનું તેમને મન કોઈ મૂલ્ય ન હતું.તેમની પાસે પૈસા હતા, પણ લાગણી અને પ્રેમ ન હતાં.પૈસા દિવસે દિવસે વધતા જતા હતા સાથે સાથે તે જાળવવાની અને સાચવવાની ચિંતા વધતી હતી અને હજી વધુ પૈસા મેળવવાનો મોહ પણ સતત વધતો જતો હતો એટલે તેમને જીવનમાં ક્યારેય બે ઘડીની શાંતિ અનુભવાતી ન હતી. હંમેશા મનમાં ઉચાટ જ રહેતો.
પોતાના મનનો ઉચાટ દૂર કરવા શેઠજી સંત પાસે ગયા અને બધી વાત કરી.પછી મનનો પ્રશ્ન સંતને પૂછ્યો, ‘મારી પાસે બધું જ છે, છતાં જીવનમાં શાંતિ નથી, ચિંતા અને ઉચાટ જ રહે છે અને તમે એક ઝૂંપડીમાં રહીને પણ શાંત અને નિશ્ચલ કઈ રીતે છો?’ સંત બોલ્યા, ‘અરે શેઠજી, આ બધા મનના પ્રશ્નો છોડો. મને તો તમારા કપાળ પર દસ દિવસમાં મોત દેખાઈ રહ્યું છે.આ જગ છોડી જવાની તૈયારી શરૂ કરી દો.’ સંતની વાત સાંભળી બિચારા શેઠના મનમાં સન્નાટો છવાઈ ગયો.મૃત્યુને આટલું નજીક સાંભળી તેઓ ડરી ગયા.બધું અહીં જ છોડીને દસ દિવસ બાદ જતાં રહેવું પડશે તે જાણીને તેમનો લોભ અને લાલચ ગાયબ થઈ ગયાં.
જે અગણિત સંપત્તિ ભેગી કરવા પોતે અસંખ્ય પાપ કર્યાં તેની પરનો મોહ તૂટવા લાગ્યો અને પોતાનાં પાપ યાદ આવ્યાં, તેથી જાત પર જ ઘૃણા થવા લાગી અને સંતની એક વાત સાંભળીને શેઠ બદલાઈ ગયા.શાંત થઈ ગયા.બધા સાથે પ્રેમપૂર્વક બોલવા લાગ્યા.દસ દિવસની બાકી જિંદગીમાં કરેલાં પાપોમાંથી થોડી મુક્તિ મેળવવા તેમણે પ્રભુભજન શરૂ કરી દીધું.પોતે જેની જેની જોડે છલકપટ કર્યાં હતાં તે યાદ કરી કરીને લખવા લાગ્યા અને પ્રભુની માફી માંગવા લાગ્યા.દસ દિવસ તો પળવારમાં પસાર થઈ ગયા.મૃત્યુની શેઠ રાહ જોતા હતા ત્યાં મૃત્યુ નહિ, પણ સંત આવ્યા અને શેઠને કહેવા લાગ્યા, ‘શેઠજી, હવે તમને સમજાયું કે હું આટલો શાંત અને નિશ્ચલ કેમ રહું છું? હું તમારું મૃત્યુ ક્યારે છે તે નથી જાણતો, પણ એટલું જાણું છું કે આપણા બધાના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને બધું અહીં છોડીને જવાનું છે તો મોહ, માયા, લાલચ અને લોભનો કોઈ અર્થ રહેતો નથી.તારે જીવનમાં શાંતિ અને પ્રેમ જોઈતાં હોય તો લોભ, લાલચ,કપટ છોડ અને કરેલાં પાપોને સુધારવાની કોશિશ કર.તો થોડી શાંતિનો અનુભવ કરી શકીશ. દસ દિવસ જેવું જીવ્યો તેવું જ જીવન જીવો.’ સંતે શેઠને તેમની ભૂલ સમજાવી દીધી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.