એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા...
‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ આ બન્ને લોકોક્તિમાં માણસની ગરજાઉ વૃત્તિનો બરાબર અંદાજ મળી રહે છે. રખે...
આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા...
જેટલી તપાસ સંસ્થા છે તે તમામને સ્વાયત્તા હોવી જોઈએ. પરંતુ કમનસીબે તેવું થતું નથી. ભારતમાં લોકશાહી છે પરંતુ તેમાં પણ કેટલીક સંસ્થાઓ...
દાહોદ: દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં ખાતર ના વેપારી ઓ દ્વારા જાણે ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેમ ખેડૂતો પાસેથી ખાતરની થેલી...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય...
નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં...
આણંદ : અડાસ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં શહિદ થયેલા પાંચ સપુતોને બુધવારના રોજ ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 18મી ઓગષ્ટ,1942ના રોજ બનેલી...
વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ સામુહિક...
વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4...
વડોદરા : આગામી રક્ષાબંધનના પર્વને લઈ રાખડી બજારોમાં ગત વર્ષ કરતા થોડી સારી ઘરાકી જોકે મંદીના મંડાણ વર્તાયા છે.ઘરાકી નહીં થતા રાખડીના...
વડોદરા: 66 વર્ષના દર્દી કે જેઓ ડાયાબીટીસ અને બીપીની બીમારીથી પીડાતા હતા, તેઓને ઇમરજન્સીમાં બેન્કર્સ ઓપી.રોડ ખાતે લાવવામાં આવ્યા. તેઓને જમણી બાજુ...
વડોદરા: એમ.એસ.યુનિ.માં ઓફ લાઈન વર્ગો શરૂ થઈ ગયા હોવાથી વિધાર્થીઓ હવે તેમને જણાવેલ સમયે કોલેજોમાં આવી રહ્યા છે. ત્યારે બહારગામથી આવતા વિધાર્થીઓને...
વડોદરા: જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરની આઠ થી દસ હજાર પ્રતિમાઓનું પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું...
પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાને દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 3નાં મોત થયાં હતાં. દેખાવકારોએ તાલિબાની બેનર હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો મૂકવાની...
દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ...
કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19...
દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને...
શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા...
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના...
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા છોકરાના મનને ખૂબ જ ગમી ગયા.છોકરાએ તેના પપ્પા પાસે ફુગ્ગો લેવાની જીદ કરી અને તે હાથ ખેંચીને પપ્પાને ફુગ્ગા પાસે લઇ ગયો અને પપ્પાને કહેવા લાગ્યો, ‘પપ્પા, મને આકાશમાં ઊડતો એક ફુગ્ગો અપાવો ને.’ પપ્પાએ હા પાડી અને પૈસા આપ્યા અને રાજી થઈને છોકરો ફુગ્ગાવાળાને કહેવા લાગ્યો, ‘ચાચાજી, મને સૌથી ઉપર જાય તે રંગનો ફુગ્ગો આપો.’

ફુગ્ગાવાળો નાનકડા છોકરાની વાત સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, ‘અરે છોકરા ફુગ્ગો કોઈ પણ રંગનો હોય, તે ઉપર જશે જો તેની અંદર બરાબર ગેસ ભરેલો હશે. એટલે જો તારે સૌથી ઉપર જતો ફુગ્ગો પસંદ કરવો હોય તો જે ફુગ્ગામાં સૌથી વધારે ગેસ ભરેલો હોય તે ફુગ્ગો પસંદ કરજે.જેટલો મોટો ફુગ્ગો તેટલો વધારે ગેસ અને જેટલો વધારે ગેસ ભરેલો હશે તેટલો ફુગ્ગો વધારે ને વધારે ઉપર જશે.’ આટલું કહી ફુગ્ગાવાળાએ છોકરાને સૌથી મોટો ફુગ્ગો શોધીને આપ્યો.
હાથમાં લાલ રંગનો સૌથી મોટો ફુગ્ગો લઈને છોકરો રાજી રાજી થઇ ગયો.થોડી વાર તે હાથમાં પકડીને રમ્યો.આમતેમ દોડ્યો અને પછી થોડી વાર પછી ફુગ્ગાને તેણે આકાશમાં છોડી દીધો અને પછી આકાશમાં ઊંચે ઊંચે જતા ફુગ્ગાને જોઇને છોકરો રાજી રાજી થઈને નાચવા લાગ્યો.ફુગ્ગો ઉપર ને ઉપર જઈ રહ્યો હતો. આ સાવ નાનકડી વાત છે, પણ સમજવા જેવી છે.અભણ ફુગ્ગાવાળાએ જાણે વાત વાતમાં જીવનની અને સફળતાની સમજ આપી.
વધારે ગેસ ભરેલો ફુગ્ગો જેમ તેની અંદર ભરેલા ગેસની તાકાતથી આકાશમાં ઉપર જાય છે તેમ જે માણસની અંદર આત્મવિશ્વાસ, સહનશીલતા, કૃતજ્ઞતા,દ્રઢ નિશ્ચય જેવા આંતરિક ગુણો હશે તે જીવનમાં ઊંચાઈએ પહોંચી શકશે. જેમ ફુગ્ગાનો રંગ મહત્ત્વનો નથી તેમ માણસની બહારની સુંદરતા કે શરીરના બળ કરતાં વધારે મહત્ત્વ તમારી અંદર રહેલા આત્મબળની તાકાતથી માણસ કોઈ પણ મુશ્કેલીઓ સામે લડીને જીવનમાં સફળ થઈને આગળ વધી શકે છે.
માણસનું આંતરિક સૌન્દર્ય, બહારી સૌંદર્ય કરતાં વધારે મહત્ત્વનું છે.માણસની અસલી તાકાત તેની અંદર જ છુપાયેલી છે.ફુગ્ગાની અંદર ગેસ ભર્યો છે તે ફુગ્ગાની તાકાત બની તેને આકાશમાં ઉપર ને ઉપર લઇ જાય છે.તેમ માણસની અંદર રહેલા ગુણો તેની અસલી તાકાત બની તેને જીવનમાં સફળતાની ઊંચાઈ તરફ ઉપર ને ઉપર લઇ જાય છે. આત્મવિશ્વાસ અને આંતરિક ગુણો વિકસાવો અને આંતરિક તાકાત બનાવી જીવનમાં આગળ વધો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.