Vadodara

‘જાવા’એ ઝડપ્યા 6 બળાત્કારી

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ સામુહિક બળત્કાર ગુજારીને પોતાનું પાપ છુપાવવા મહિલાને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે કરજણ તાલુકાના ચકચારી સામુહિક બળાત્કાર વીથ મર્ડરના બનાવનો જિલ્લા પોલીસ તંત્રના સ્નીફર ડોગ જાવાએ પર્દાફાશ કરતા ક્રૂર નરાધમોની ધરપકડ કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરા તાલુકાની પરિણીતાને પતિ સાથે અણબનાવ બનતા ૧૭ વર્ષથી પોતાના બે સંતાનો સાથે કરજણ પંથકમાં રહેતી હતી. અને ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. ગત તા. 16 ઓગષ્ટની સાંજે રાબેતા મુજબ તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે સમયે છ જેટલા હવસખોરો ધસી આવ્યા હતા. ત્યારે મહિલાની  એકલતાનો લાભ લઇ ખેતરમાં જઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ તેની સાથે ઉદ્ધતાઇ પૂર્વકે વર્તન કરી તેને જમીન પર પાડી દઈ એક પછી એક 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. 

દરમિયાન મહિલા ઉપર ક્રૂર નરાધમોએ બળાત્કાર ગુજાર્યા બાદ પોતાનો સ્વબચાવ કરવા નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. જોકે મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તયાતે મહિલા પાસેના મોબાઇલ ફોનની રીંગ મારતા શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રીંગ સંભળાતા પરિવાર સ્થળ પર પહોંચ્યું હતું. જ્યાં મહિલાની મોતને ઘાટ ઉતારાયેલી હાલતમાં જોવા મળી હતી. તેમજ  મહિલા ઉઔર બળાત્કાર ગુજાર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

ઘટના અંગે પરિવારે કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા અને તેના ઉપર બળાત્કાર થયું હોવાની શંકા સેવતી ફરિયાદ નોંધાવતા પોલીસે ડભોઇ ડિવિઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળા, અને કરજણ પી.આઇ. એમ.એ. પટેલે પોતાના સ્ટાફ, ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડના જાવા  નામના સ્નિફર ડોગે મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક સામુહિક બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમો પૈકી એકને શોધી કાઢ્યો હતો.

જેમાં પોલીસે તેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે બિહારનો રહેવાસી અને નામ લાલ બહાદૂર ગીરજારામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે મહિલા સાથે અન્ય પાંચ નરાધમો સાથે મળી ક્રૂરતા પૂર્વક  બળાત્કાર ગુજરી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત કરી હતી.

યુવકોએ મહિલાનો પીછો કરી ખેતરમાં તેની ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યો

સ્નિફર ડોગ જાવા દ્વારા આરોપીને ઓળખી બતાવ્યા બાદ પોલીસે પુછપરછ કરતા, આરોપી લાલ બહાદૂર ગીરજારામ બિહારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે મહિલા સાથે અન્ય પાંચ નરાધમ સાથીઓએ મહિલા ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કબુલાત કરી હતી. લાલ બહાદૂર ગીરજારામે એવી પણ કબુલાત કરી હતી કે, હું તેમજ સાથી મિત્રો ખેતર પાસેના રેલવે ટ્રેક ઉપર બેઠા હતા. તે સમયે ખેતરમાં ઘાસ કાપવા જઇ રહેલી મહિલાને જોતા તેનો પીછો કર્યો હતો. અને તે બાદ મહિલાને પકડી તેની ઉપર તમામે દુષ્કર્મ આચર્યું હતું. અને દુષ્કર્મ આચર્યા બાદ દુપટ્ટાથી તેના ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જિલ્લા પોલીસે ઝડપી પાડેલા પરપ્રાંતિય 6 નરાધમો

પોલીસે લાલ બહાદૂર ગીરજારામની કબુલાતના આધારે મહિલા  ઉપર દુષ્કર્મ આચરનાર દિલીપ શ્રીમુખલાલ ચૌધરી (મુનિમ) (રહે. લેધુકા, જિ. પલામુ, ઝારખંડ), જગ્ગુપ્રસાદ સુભાષચંદ પંડુ (રહે. જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.), પ્રમોદ રામચરણ પંડુ (રહે. જરહા, જિ. મિરજાપુર, યુ.પી.), રામસુરત સુભાષચંદ પંડુ (રહે., જરહા, જિ. સોનભદ્ર, યુ.પી.) અને અર્જુન લાલચંડ પંડોર (રહે. બડાડુ, જિ. સોનભદ્ર, યુ.પી.) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top