Vadodara

RTE હેઠળ બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઈ

વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં ખાલી પડેલી 649 બેઠકો માટે પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી છે.અને ત્રણ દિવસ માટે વિદ્યાર્થીઓની આ યાદી હેઠળ જે સ્કૂલો ફાળવવામાં આવી છે.તેમાં જઈને વાલીઓએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. વડોદરાની સ્કૂલોમાં આરટીઈ હેઠળ પહેલા રાઉન્ડમાં 3,523 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.જોકે 372 જેટલી બેઠકો ખાલી રહી હતી.કારણકે આ વિદ્યાર્થીઓના વાલીઓએ વિવિધ કારણોસર પ્રવેશ લેવાનો ટાડયો હતો.

આમ આ ખાલી બેઠકો અને બાકીની બેઠકો મળીને 649 બેઠકો માટે બીજા રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી હાથધરવામાં આવી છે.આ યાદીમાં સમાવાયેલા વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં પ્રવેશ મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.આ વખતે વડોદરામાં પ્રવેશ માટે 8,400 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.જોકે પહેલા રાઉન્ડના અંતે બેઠકો ખાલી રહી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં જેમને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.તે વાલીઓમાંથી કેટલાક પ્રવેશ લેશે તે જોવાનું રહે છે.જો બેઠકો ખાલી રહેશે તો કદાચ સરકાર ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી કરવાનું વિચારી શકે છે.આમ છતાં સરવાળે 4 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત રહે તેવી શક્યતાઓ રહેલી છે.

Most Popular

To Top