Vadodara

લક્ષ્મીપુરા રોડ પર ધમધમતા બ્લેસ હેલ્થ એન્ડ વેલનેસ સ્પા પર પીસીબીનો છાપો

વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલા મસાજ પાર્લરો અને સ્પાની આડમાં મોટા પાટો અનૈતિક ધંધા જ ધમધમે છે. છતાં પોલીસતંત્રની મહેરબાની થી અઢળક કમાણી કરતા સ્પા બેરોક-ટોક ચાલે છે. લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ચોથા મો આવેલ છે. એપાર્ટમેન્ટમાં બ્લેસ હેલ્થ એન્ડ વેલનેસમાં પીસીબી પી.આઈ.જે જે પટેલની સૂચના મુજબ એન્ટી હ્યુમન ડ્રાફીકીંગના સ્ટાફ છાપો મારતા પાર્લર ચાલુ જણાયું હતું.

કોવિડ મહામારીને કાબુમાં લેવા પોલીસ કમિશ્નરે સ્પા સહિતના વ્યવસાયો બંધ રાખવા જાહેરનામુ બહાર પાડ્યું હોવા છતાં સ્પાના માલીક અને મહિલા મેનેજર કાયદાને ધોળીને પી ગયા હતાં અને ચાલુ રાખતા ન્ઝડપાયા હતા. સ્પાની મહિલા મેનેજરની સઘન પૂછતાછ કરવા પોલીસને સ્પા માલિક અને મહિલા મેનેજરની સઘન પૂછતાછ કરતા પોલીસને સ્પા માલિક પ્રથમેશ હરીશભાઈ પટેલ (કુવા પાસે, કબીરવાડી, છાણી) હોવાની કબુલાત કરતા પોલીસે મેનેજર અને માલિક બન્નેને સકંજામાં લીધા હતા અને લક્ષ્મીપુરા પોલીસ મથકે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્પા પાર્લરના સંચાલકો હવે હોમ ડીલીવરી પૂરી પાડે છે

શહેર પોલીસની આંખમાં ધૂળ નાખતા સ્પા અને મસાજ પાર્લરના સંચાલકો હોમ ડીલીવરીની ભરપુર સેવા આપીને ધીકતી કમાણી કરી રહ્યા છે. સ્પા અને પાર્લરોમાં જ દેહવ્યાપાર જેવા ધંધા થતા હોવાનું બહાર પડી ચૂક્યું છે. તો હોમ ડીલીવરીના નામે મસાજ સાથે દેહ વ્યાપારનો ધંધો પણ પૂરબહાર ખિલ્યો છે. બંધ બારણે વાસનાના ખેલ ગ્રાહક પોતાના રહેઠાણ પર ખેલી શકે છે. પોલીસ છાપા મારે તો પાર્લરને સ્પા ઉપર પરંતુ કેટલાના ઘર ચેક કરવા પોલીસ દોડધામ કરે!

Most Popular

To Top