Vadodara

બનાવટી દસ્તાવેજ ઉભા કરનાર સુત્રધારના જામીન નામંજૂર થયા

વડોદરા: જમીન ઉપર ફલેટનું બાંધકામ કરેલ હોવા છતાં બેન્કના ધારાશાસ્ત્રી અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવીને બનાવટી દસ્તાવેજ દ્વારા 5 કરોડની લોન મંજુર કરાવીને 3.95 કરોડની કેશક્રેડીટના નાણાં ચાઉ કરનાર ભેજાબાજ આરોપી સુકુમાર જોષીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજ મુકતા ન્યાયાધીશે નામંજુર કરી હતી. આર.કે પ્રોપર્ટીઝના નામે ભેજાબાજોએ બેન્ક ઓફ બરોડામાંથી લોન મેળવી હતી.

અને ફલેટના બાંધકામ થયેલ હોવા છતાં બનાવટી દસ્તાવેજ ઉભા કરીને ભાગીદારી પેઢી  ઊભી કરનાર સુકુમાર પ્રફુલચંદ્ર જોષી તેમના પત્ની વંદનાબેન પુત્ર ધ્રૃમીલ, વંદના જોષી, નટવર ડી પરમાર તથા સીન્ડીકેટ બેંકના અધિકારીઓ સાથે કાવતરૂ રચ્યુ હતું. જેમાં બેન્કના પેનલ એડવોકેટ કિશોર કિની અને નોટરી એચ.જે.ઝાલાની પણ સંડોવણી હતી. ઠગ ટોળકીએ 5 કરોડની લોન મંજુર કરાવીને 3.95 લાખની કેશક્રેડીટ ધ્વારા મેળવેલ નાણાં મેળવ્યા હતાં.

મિલ્કત ધારકની જાણ બહાર મોર્ગેજ કરી હતી ને છેતરપિંડી આચરી હતી. જે ગુનામાં ઝડપાયેલા સુકુમાર પ્રફુલચંદ્ર જોષી હાલ સેન્ટ્રલ જેલમાં છે. તેઓએ રેગ્યુલર જામીન અરજ અત્રેની કોર્ટમાં કરી હતી. તપાસ અધિકારીએ કરેલા સોગંદનામાં અને સરકારી ધારાશાસ્ત્રી અનીલ દેસાઈએ સેસન્ટ કોર્ટના ન્યાયાધીશ સમક્ષ તીવ્ર દલીલો કરી હતી. જે ધ્યાને લેતા ન્યાયાધીશે અરજદાર આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.

Most Popular

To Top