Vadodara

શહેરના ત્રણ મુખ્ય વિસ્તારમાં જુગારધામ પર પોલીસના દરોડા

વડોદરા: શહેરના 3 વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ. 1,46,140ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી.

ત્યારે પરિવાર ચાર રાત પાસે પહોંચતા બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ બાપોદ પાણીની ટાંકી સામે આવેલ પ્રધાનમંત્રી આવાસના મકાનમાં રાહુલ વસાવા ખુલ્લામાં કેટલાક લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા 8 લોકોને ઝડપી પાડ્યા હતા.પોલીસે રાહુલ ભીખાભાઇ વસાવા, વિનોદચંદ્ર પરષોત્તમ પરમાર, મનોજ સુરેશ વસાવા, કિરણ ભાનુદાસ પાટીલ, ધર્મેશ ઉદેસીંગ વસાવા, અશોક ઉર્ફે લાલો રામબાબુ સોની,  ચંદ્રેશ કંચન તડવી અને નિલેશ વલ્લભ બારીયા (તમામ રહે, વાઘોડિયા રોડ)ને ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે રોકડ રૂ. 19,000 રોકડ, 6 મોબાઈલ અને બે બાઈક મળી કુલ રૂ, 1,32,500ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવહી હાથ ધરી છે. આ ઉપરાંત રાવપુરા પોલીસે બાતમીના આધારે દાંડિયા બજાર જાંબુ ગેટ, પરની દરગાહની પાસે આંક ફરકાનો જુગાર રમી રહેલાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે મહેશ હકીતભાઈ કહાર (રહે, દાંડિયા બજાર)ને પકડી પાડી રોકડ રૂપિયા 10,470ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ નંદેસરી પોલીસ બાતમીના આધારે સાંકરદાગામ મીની નદીના કોતરમાં ખુલ્લા મેદાનમાં દરોડો પાડી ગોપાલ રમણ ચાવડા, કીશોરસિંહ વનરાજસિંહ ચાવડા અને માનસિંગ ફતેસિંગ ચાવડા (તમામ રહે, માઢ ફળિયું, સાકરદાગામ)ને જુગાર રમતા પકડી પડ્યા હતા. પોલીસે રોકડ રૂ.3170ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સાતમ આઠમ નજીક આવતા જ શ્રાવણમાસ ચાલતા જુગાર રમવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોલીસે શ્રાવણીયા જુગાર પર રેડ કરી સપાટો બોલાવ્યો હતો. 

Most Popular

To Top