Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પ્રેમીઓ જે દિલ્હી સુધી દોડ લગાવી રહ્યા છે એનજીટીના ઓર્ડરનું પાલિકા પાલન કરે તે માટે ભારત પર્યાવરણ મંત્રાલય, જીપીસીબીને પત્ર લખીને પંદર દિવસની અંદર પાલિકા વિશ્વામિત્રી પ્રોજેકટનો એક્શન પ્લાન આપે તેવું પત્રમાં જણાવ્યું હોવા છતાં  પાલિકા દ્વારા ગંભીરતા લેવામાં આવી રહી નહિ માત્રા સફાઇ ઝુંબેશનું નાટક કરવામાં આવે છે.

પરંતુ જે અઘોરા જેવા અનેક ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે નદીના પર જે તોડવામાં આવ્યા નથી કે, નહીં તેનું મેપિંગ કરવામાં આવ્યું. મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઇ ઝુંબેશનું નાટક ચલાવવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ એનજીટીના ઓર્ડરનું પાલન કરવામાં આવી રહ્યું નથી. નદીના પટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રી પ્રોજેકટની  માત્ર વાતો ચાલી રહી છે.

શહેરીજનોને સોનેરી સપના બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. કારેલીબાગ ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને વિવાદિત આશિષ શાહે કરેલા અઘોરા મોલની દિવાલના કારણે સરકારી જમીનમાં કરેલું બિનઅધિકૃત દબાણોથી પર્યાવરણ થતા નુકસાન અને શહેરમાં પુરની પરિસ્થિતિમાં નાગરિકો ભોગ બની રહ્યા છે.

 વિશ્વામિત્રી નદીના પટ પર વિવાદિત આશિષ શાહના અઘોરા મોલ એ ૫૦ હજારથી વધુ સ્ક્વેર મીટરથી વધુ દબાણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તે તત્કાલિક કલેકટર શાલિની અગ્રવાલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયને ઓર્ડર મોકલ્યો હતો. કમિશનર શાલિની અગ્રવાલ પોતાના જ ઓર્ડર ના આદેશનો અમલ થતો નથી. સફાઇ ઝુંબેશ ની કામગીરી કરવાથી વડોદરામાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ સર્જાય તો હાલમાં જે નદીનો પટ નાનો થઈ ગયો છે અને પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે તેને અટકાવવામાં સફાઇ ઝુંબેશ મદદરૂપ થશે.? જ્યારે ભીમનાથ બ્રિજ પાસે જ સયાજી હોટલ, રાત્રી બજાર, અઘોરા મોલ, સહિત અનેક લોટો નદીના પટ પર આવેલા છે અને તેના ઝોન પણ બદલવામાં આવ્યા છે. જોકે ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓના આ લોકો પર ચાર હાથ હોવાના કારણે દબાણ ની કોઈપણ કામગીરી કરવામાં આવી નથી.

To Top