સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
સુરત: સુરત એરપોર્ટ (Surat airport)ના વેસુ (Vesu) તરફના રન-વે (Runway)ને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 41 બિલ્ડિંગ (building)ની નડતરરૂપ ઊંચાઇ દૂર કરવા માટે ગુજરાત...
ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો...
ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો...
દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા...
રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય...
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા...
આપણે આપણાં જ અંતરાત્માને અનુસરીને સામાજિક કૌટુંબિક જીવનમાં સાક્ષીભાવે અવલોકન કરીએ તો… સહજ મનોમંથન પછી એક એવો સૂર ઉઠશે.. કે મારે.. શું.....
ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની આન-બાન-શાન પ્રત્યેક નાગરિકોએ જાળવવી જોઇએ, કેમકે રાષ્ટ્રધ્વજમાં વીરતા, શૌર્ય, બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામી, જોહુકમીમાંથી...
તા.28-7-21 ના ‘ગુજરાતમિત્ર’નો ભારતનાં જ બે રાજ્યોનાં પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ જ દુ:ખદ છે. શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી...
માનવની અદ્ભુત રચના માટે કુદરતનો આભાર માનીએ એટલો ઓછો. માનવીના જીવનનો આધાર શ્વાસ ઉપર રહેલો છે. શ્વાસને ટકાવી રાખવા માટે જેટલી કાળજી...
રાજ્યની સત્તાધારી ભાજપ સરકારે લોકોને ફરી એક વાર ઉલ્લુ બનાવવા સોગઠીઓ ફેંકવા માંડી છે. 2022 ની વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે પાંચ...
એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની...
ભારત સરકાર બે રાષ્ટ્રીય રજાઓના તહેવારોની આગેવાની લે છે. સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. સ્વાતંત્ર્ય દિને એટલે કે તા. ૧૫ મી ઓગસ્ટે...
‘તાલિબાન’ શબ્દ વૈશ્વિક સ્તરે હવે પ્રખ્યાત છે. કોરોનાની ચિંતામાં ડૂબેલા વિશ્વ સામે કદાચ આ નવો પડકાર છે. આમ તો ‘જેણે તાલીમ લઇ...
નાનકડા કેરેબિયન દેશ હૈતીમાં ગયા શનિવારે એક પ્રચંડ ધરતીકંપ થયો. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે આ ભૂકંપથી મૃત્યુઆંક બે હજાર જેટલો થયો છે,...
નડિયાદ: ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે કરવામાં આવશે. જોકે, તહેવારના બે દિવસ પહેલાં પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો નથી. આ...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી...
દાહોદ: ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ...
ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ...
આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે...
વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને...
વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં...
વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ...
વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો...
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની...
વડોદરા: જમીન ઉપર ફલેટનું બાંધકામ કરેલ હોવા છતાં બેન્કના ધારાશાસ્ત્રી અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવીને બનાવટી દસ્તાવેજ દ્વારા 5 કરોડની લોન મંજુર...
વડોદરા: શહેરના 3 વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ....
વડોદરા: પાલિકાના અવાસ કૌભાંડ બાદ શિક્ષણ સમિતિના કથિત નાણાં ઉઘરાણીનું કૌંભાંડ સામે આવતા પાલિકા પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સટ્ટામાં રમાડેલા રૂપિયા રાજકોટ (Rajkot)થી આંગડિયા મારફતે સુરત આવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને વેપારીની ધરપકડ (arrest) કરી હતી. આ સટ્ટામાં જે-તે ગ્રાહકનું ક્રોસ વેરિફિકેશન (varification) યુપી (UP)થી ફોન મારફત કરાતું હતું. આ ક્રોસ વેરિફિકેશન પછી જ સટ્ટા માટે પરમિશન અપાતી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સીતાનગર ચોકડી બ્રિજ નીચે બે વેપારી મોબાઇલમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હોવાની માહિતી પુણા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી કાપોદ્રા રામકૃપા સોસાયટીમાં રહેતા હિરેન બળવંતરાય પંડ્યા તેમજ પુણા આઇમાતા રોડ ઉપર શુભમ એવન્યુમાં રહેતા નિલેશ ઉર્ફે બી.કે. મનસુખ રૂપારેલીયાને પકડી પાડ્યા હતા. તેમનો મોબાઇલ ચેક કરતાં તેઓ ગૂગલ ક્રોમમાં એસડીએમ એક્સચેન્જ-99 નામની વેબસાઇટ ઉપર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા હતા. આ સટ્ટામાં બ્રિજેશ ઉર્ફે કાના સુદામા નામના યુવકે આઇડી જનરેટ કરી હતી. ત્યારબાદ ગ્રાહકોને ઓનલાઇન એપ્લિકેશનમાં એન્ટ્રી મળતી હતી અને તેઓ સટ્ટો રમતા હતા. આ સટ્ટામાં હારજીતના રૂપિયા રાજકોટના મેહુલ પરમાર નામનો યુવક આંગડિયા મારફતે ટ્રાન્સફર કરતો હતો. પોલીસે સટ્ટો રમાડનાર નિલેશ તેમજ સટ્ટો રમનાર હિરેન પંડ્યાની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.1.99 લાખ તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.2.10 લાખની મતા કબજે કરી હતી.

કેવી રીતે સટ્ટો રમાતો હતો
નિલેશ અલગ અલગ સટ્ટો રમાડતા અનેક સટોડિયા સાથે સંકળાયેલો હતો. જે કોઇ વિસ્તારમાં રહેતા લોકો નિલેશનો સંપર્ક કરીને સટ્ટો રમવા માટે કહેતા હતા ત્યારે નિલેશ જે-તે વિસ્તારનું એડ્રેસ આપતો અને ત્યાં રૂપિયા આપી દેવા માટે કહેતો હતો. રૂપિયા મળી ગયા બાદ ઉત્તરપ્રદેશથી મોબાઇલ મારફતે વેરિફિકેશન થતું હતું અને બાદ સટ્ટો રમવા માટે એક આઇડી જનરેટ થતી હતી. આ આઇડી મારફતે સટોડિયાઓને ઓપન માર્કેટમાં એન્ટ્રી મળતી હતી. જેમાં નેપાળમાં કેટલાક યુવકો ઓનલાઇન જુગાર રમતા હતા, તેમની સાથે એન્ટ્રી થઇ જતી હતી. સટ્ટો રમનાર યુવકે પહેલાથી જ રૂપિયા આપી દેતા હોય છે. જો સટ્ટો હારી જાય તો રૂપિયા ગયા, અને જો જીતી જાય તો જે જગ્યા ઉપર રૂપિયા આપ્યા હોય ત્યાંથી જ રૂપિયા લઇ આવવા માટે નિલેશ કહેતો હતો.
નિલેશ શહેરના અલગ અલગ વિસ્તારમાં સટોડિયાઓ સાથે જોડાયેલો હતો. ઓનલાઇનના આ જુગારમાં અનેક માથાં બહાર આવે તેમ છે. હાલ તો પુણા પોલીસે નિલેશ અને હિરેન પંડ્યાની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.