Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી વેચી દેવાના બનાવમાં તપાસ કરી રહેલી સયાજીગંજ પોલીસે અત્યાર સુધી ગણદેવીકર જવેલર્સમાંથી કબ્જે લીધેલ સોના સહિત 2.31 કરોડ નું સોનુ કબજે કર્યું હતું જયારે બાકી રહેલું દોઢ કરોડનું સોનું કોને વેચાયુ હતું તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ ચાલી રહી છે. સીએચ જ્વેલર્સ માં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલ નવીનચંદ્ર સોની (રહે રામીનપાર્ક ઓપીરોડ) એ એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની સ્લિપો દ્વારા બિલો બનાવી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરી હતી. 

વિરલે બોગસ ક્રેડિટ સ્લીપો બનાવી આ બનાવેલા બિલો ક્લિપો કોમ્પ્યુટરમાં નાખી સોનાના સિક્કા શો રૂમ માંથી મેળવી લેતો હતો.  ત્યારબાદ કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરી પાસવર્ડ ડીલીટ કરી નાંખતો હતો તેણે માલિકને પણ ખોટો હિસાબ આપ્યો હતો તેણે ખોટી કેશ ક્રેડીટ ઊભી કરી પાસવર્ડ દ્વારા સોનાના સિક્કા મેળવી લીધા હતા વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે છેલ્લા દોઢ વર્ષમાં 7853 ગ્રામ ના ચાર કરોડની કિંમતના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.

સયાજીગંજ પોલીસે વિરલ નવીનચંદ્ર સોની અને તરજ દીવાનજીને ઝડપી લઇ 11 દિવસના રિમાન્ડ મેળવી તરજ ની પૂછપરછ કરી તપાસ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે તરજ તુષાર દીવાનજી એ શહેરના ગણદેવીકર જ્વેલર્સ ના વિવેક પુરુષોત્તમભાઈ ગણદેવીકરને 2016 થી 2021 સુધીના ગાળામાં અલગ-અલગ વજનના 3850 ગ્રામના સોનાના સિક્કા વેચ્યા હતા જેથી પોલીસે વિવેક ગણદેવીકર પાસેથી 3850 ગ્રામ ના 1કરોડ 84 લાખ 80 હજાર રૂપિયાના સોનાના સિક્કા કબજે કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં  4 કિલો 814 ગ્રામ સોનાના સિક્કા જેની કિંમત 2 કરોડ 31 લાખ ઉપરાંતની થવા જાય છે તેને કબજે કર્યા હતા અને બાકી રહેલા દોઢ કરોડનું સોનું કોને કોને વેચ્યું હતું તેની તપાસ ચાલી રહી છે.

To Top