Charchapatra

મહાનગરોની અવગતિના કારણો

બોગસ પેઢીઓના બોગસ બીલો-બોગસ ટ્રાન્ઝેક્શનો મારફત ચાલતી-ચલાવાતી કરોડો રૂપિયાની GSTની કરચોરી, છેતરપિંડી કરનાર ઉસ્તાદોને છેતરપિંડીના નાણાં મંગાવવા બેંક એકાઉન્ટ ગુાખારોને વાપરવા આપવાનો પૂરબહારમાં ખીલેલો ગોરખધંધો, આયાની નોકરી મેળવીને બાળકની ચોરી કરી તેને દત્તક આપવાના બહાને વેચતા કૌભાંડિયાઓ, ગેરકાયદે ગાયોની કતલ કરીને ગૌમાંસ વેચતા કસાઈઓ, પોલીસની ઢીલી-પોચી નીતિ અને મ્યુનિ. અધિકારીઓની બિલ્ડિંગ માફિયાઓ સાથેની સાઠગાંઠને લીધે વિકટ બનતી જતી પરિસ્થિતિ, મહાનગરપાલિકાની પડકારજનક આર્થિક સ્થિતિ તથા શહેરી બસ આયોજન, ખરીદી અને સંચાલનમાં સુધારાના અભાવે જાહેર પરિવહનમાં સર્જાતી સમસ્યાઓ ઈત્યાદિ મહાનગરોની પડતી માટે જવાબદાર ઠેરવી શકાય.
મણીનગર         – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top