એક કુંભાર માટીની ચિલમ બનાવતો હતો અને પોતે પણ ચિલમમાં તમાકુ સળગાવીને ફૂંકતો હતો.એક દિવસ કુંભાર એક તીર્થમાં દર્શન કરવા ગયો ત્યાં...
તાજેતરનાં વર્ષોના આપણા દેશ ભારતના મધ્યમ વર્ગની વૃદ્ધિ કઇ રીતે અટકી ગઇ છે તે વિશે મેં બે અઠવાડિયાં પહેલાં લખ્યું હતું. આપણા...
વિદ્વાનોની વ્યાખ્યામાં ન પડીએ તો આપણને સમજાયેલો સંસ્કૃતિનો સાદો અર્થ એટલો છે કે ‘સંસ્કૃતિ એટલે માનવકલ્યાણનાં મૂળભૂત મૂલ્યોવાળી વિચારધારા જે માનવીના સહજ...
ડીસેમ્બર ૨૦૧૯માં ચીનમાં એક ભેદી રોગચાળો શરૂ થયો હોવાના સમાચારો બહાર આવવા માંડ્યા, આ રોગચાળો એક નવા પ્રકારના કોરોનાવાયરસથી થતો હોવાનું સાબિત...
હાલોલ: ગુજરાત રાજ્યના ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને તેના પ્રચાર માટે સુરતના બે, અમદાવાદના એક, અને મુંબઈના એક આમ કુલ ચાર...
શહેરા: શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા નગર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં અને રોગચાળો વકરે નહીં તે માટે દવાનો છંટકાવ કરવા સહિતની કામગીરી...
સંતરામપુર : સંતરામપુરમાં સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), સીપીઆઈ (એમ) દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરી પહોંચી મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત કે...
મલેકપુર : મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચતા મહિલાઓ દ્વારા મહાદેવને રિજવામાં આવ્યા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહીલાઓ દ્વારા આજરોજ મહાદેવને રીઝવવા માટે મહિલાઓએ...
નડિયાદ: કાપડના પાર્સલ ભરીને સૂરતથી અંબાલા જવા માટે નીકળેલા કન્ટેઇનરનું સીલ તોડીને ભાલેજથી કપડવંજની વચ્ચે કોઇ અજાણ્યા તસ્કરો રૂ. ૪ લાખની કિંમતની...
વડોદરા : કોરોના કાળમાં પણ પાલિકામાં અધિકારીઓ – નેતાઓ દ્વારા ગેરવહિવટ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. મુખ્યમંત્રી કોવિડ 19 ના...
બાજવાગામ માંથી પસાર થતો રેલ્વે ઓવરબ્રીજ છેલ્લા પાંચ વર્ષથી ગોકળ ગતિએ કામગીરી ચાલે છે. 18 મહિનામાં આ બ્રિજ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટરનો કરાર...
ભરૂચ : જંબુસર તાલુકાના સીગામમાં ભવ્યરાજ નામના ફાર્મ હાઉસમાં એકાંતમાં આવેલી ઓરડીમાં ડ્રગ્સના ૩ જણા ગેરકાયદે માદક પદાર્થ સાથે ભરૂચ એસઓજી પોલીસે...
વડોદરા: કોરોના નબળો પડ્યા બાદ વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે.જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા...
વડોદરા: શહેર નજીક કોયલી ગામે આવેલી અવધ વિહાર સોસાયટીના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ,મંત્રી અને ખજાનચીએ ભેગા મળી સોસાયટીના મેઇન્ટેનન્સના રૂપિયામાંથી ભેગા થયેલા...
વડોદરા: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીના...
કોરોનાવાયરસનું બીજું મોજું હજી પુરું થયું નથી તેવું ભારપૂર્વક જણાવતા કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે રોગચાળા વ્યવસ્થાપનની બાબતમાં સપ્ટેમ્બર અને ઓકટોબરના...
એવાય.૧૨ જે ડેલ્ટાનો સબ-લીનિઇજ છે અને ઇઝરાયેલમાં નવા કેસો સર્જી રહ્યો છે તે દેશના ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે પરંતુ તેની સંખ્યાની...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનની કામગીરીઓને લગતા નિયમો હળવા બનાવ્યા છે અને ડ્રોન ઓપરેટ કરવા માટે ભરવા પડતા જરૂરી ફોર્મ્સની સંખ્યા ઘટાડીને...
કેરળમાં કોરોના વાયરસના કેસોનો વધારો ગુરુવારે સતત બીજા દિવસે 30,000થી વધુ દૈનિક કેસો નોંધાવાની સાથે ચાલુ રહ્યો હતો. જ્યારે, વિપક્ષ અને જાહેર...
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીને પત્ર લખીને ગુજરાતમાં હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે પગલા ભરવા...
સુરત શહેરમાં પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર વચ્ચે જીપીસીબીની વધુ એક લાપરવાહી બહાર આવી છે.શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સ્થિત બ્રહ્માણી શેરી ખાતે આવેલા...
સુરતના કોર્ટ પાર્કિંગમાં હત્યાના આરોપીનું ચપ્પુ મારી તેનું અપહરણ કરી લેવાના ચકચારીત કેસમાં 24 કલાક બાદ ઉમરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે....
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મનાતા 1200 કરોડના સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ મહત્વનું પાવર પોઈન્ટ પ્રેજન્ટેશન કરવા...
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આવક મર્યાદા આઠ લાખ કરવાની માંગ કરતાં ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી મેડીકલ કોલેજની વાર્ષિક ફી...
અમદાવાદ શહેરના બોપલમાં ઔડા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ડ્રેનેજની અંદર સફાઇ કરી રહેલા કામદારો પૈકી...
રાજ્યમાં હવે કોરોના કફર્યુ આગામી તા.15મી સપ્ટે. સુધી લંબાવાયો છે. જ્યારે રાજ્યમાં રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. આજે...
ગુજરાતમાં આંતર જ્ઞાતિય લગ્ન લવ જેહાદના કાયદાની કેટલીક કલમો બાધારૂપ હોઈ તેની કલમ ૩, ૪, ૪ક, ૪ખ, ૪ગ, ૫, ૬ ક પર...
ભરૂચ: કોટન કિંગ (Cotton king) ભરૂચ (Bharuch) જિલ્લામાં રાસાયણિક હુમલાને લઈ કપાસ સહિતનો પાક નષ્ટ થયો હતો. ભરૂચના 4 તાલુકામાં તંત્રની તપાસ...
રાજ્યમાં ચોમાસુ લગભગ હવે નિષ્ફળ ગયું હોવાની બાબત સ્પષ્ટ થઈ જવા સાથે દુષ્કાળ અને જળ સંકટની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે....
અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલના એરપોર્ટ (Kabul airport) નજીક ગુરુવારે સિરિયલ બ્લાસ્ટ (serial blast) થયા હતા. બે વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત (death)...
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
એક કુંભાર માટીની ચિલમ બનાવતો હતો અને પોતે પણ ચિલમમાં તમાકુ સળગાવીને ફૂંકતો હતો.એક દિવસ કુંભાર એક તીર્થમાં દર્શન કરવા ગયો ત્યાં તેણે બે દ્રશ્ય જોયાં અને તેનું જીવન બદલાઈ ગયું. તીર્થ ક્ષેત્રમાં તેણે જોયું કે મંદિરની પાછળ અમુક સાધુઓ ચિલમ પી રહ્યા હતા અને ચિલમ પીતાં પીતાં એક સાધુને જોરદાર ઉધરસ આવી અને તેની તબિયત બગડી.આગળ જતાં કુંભારે જોયું કે એક યુવાન ચિલમ ફૂંકતો હતો અને તેની મા તેને ચિલમ ન ફૂંકવા સમજાવી રહી હતી.આવાં દ્રશ્યો જોઇને કુંભારના મનમાં એક વિચાર આવ્યો કે હું ચિલમ બનાવું છું જે લોકોના જીવનને નુક્સાન પહોંચાડી રહી છે.

આગળ જતાં કુંભારે જોયું કે મંદિરની સીડીઓ પર બે મોટા ઘડા ભરીને પાણી મૂકવામાં આવ્યું હતું અને આવતા જતા યાત્રાળુઓ તેમાંથી પાણી પી ને પોતાની તરસ છીપાવીને સંતોષ મેળવી રહ્યા હતા. આ બે દ્રશ્યો જોઇને કુંભારના મનમાં વિચાર આવ્યો કે ચિલમ પણ માટીમાંથી બને છે અને ઘડા પણ માટીમાંથી બને છે પરંતુ ચિલમ બધાને નુક્સાન કરે છે.વ્યસનના બંધાણી બનાવે છે.સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થાય છે.જયારે આ માટીના ઘડા પણ માટીમાંથી બને છે પણ પાણી પીવડાવી બધાની તરસ છીપાવે છે અને ઉપયોગી સાબિત થાય છે.આ વિચાર આવ્યા બાદ કુંભારે નક્કી કર્યું કે હવે તે ચિલમ કોઈ દિવસ નહિ બનાવે અને બસ તે દિવસથી કુંભારે ઘડા બનાવવાનું શરૂ કર્યું.
કુંભારે જે દિવસથી ઘડા બનાવવાનું શરૂ કર્યું ત્યારથી તેની આવક બમણી થઇ ગઈ અને કુંભારે બીજો એક નિયમ લીધો, દર અઠવાડિયે તે બે મોટા ઘડા બનાવતો અને તે ઘડાઓને પાણીથી ભરીને એક ચોકમાં મૂકતો, જેથી આવતાં જતાં લોકો પાણી પી શકે અને તરસ છીપાવી શકે.દર અઠવાડીએ કુંભાર એક નવા ચોકમાં ઘડા મૂકી પાણીની પરબ બનાવતો.કુંભાર પંખીઓના પાણી પીવા માટે પણ સાધન બનાવી ઠેકઠેકાણે મૂકતો.એક વાર મળેલી પ્રેરણા અને એક સારા વિચાર પર કુંભારે અમલ કર્યો અને જાણે તેનું જીવન જ બદલાઈ ગયું.આવક વધી એટલે જીવન સુંદર બન્યું અને પોતે ઘડા બનાવી પાણીની પરબ બનાવતો એટલે તેને પરમ સંતોષ પણ મળતો હતો. નાનકડી વાત અને નાનો વિચાર અને તેની પર અમલ કુંભાર માટે જીવનમાં બદલાવ લઇ આવ્યો.આપણને પણ ઘણી વાર કોઈ દ્રશ્ય કે વાતથી પ્રેરણા મળે છે અને સારો વિચાર આવે છે.પણ મોટે ભાગે આપણે તેની પર બરાબર ધ્યાન આપતા નથી.જો આવેલા સારા વિચાર પર બરાબર અમલ કરવામાં આવે તો જીવન બદલાઈ શકે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.