Madhya Gujarat

રાજ્યના અજાણ્યા પર્યટન સ્થળોનો પ્રચાર શરૂ કરાયો

હાલોલ: ગુજરાત રાજ્યના ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને તેના પ્રચાર માટે સુરતના બે, અમદાવાદના એક, અને મુંબઈના એક આમ કુલ  ચાર મિત્રો ભેગા મળી ૧૪ દિવસમાં ૩૫૦૦ જેટલા કિલોમીટર ના પ્રવશે કારમાં 23મી ઓગસ્ટના રોજ સુરત ખાતેથી આરંભ કરી ત્રણ દિવસમાં સો જેટલા અજાણ્યા પર્યટક સ્થળોની મુલાકાત લઇ બુધવારના રોજ હાલોલ નજીક ચાપાનેર સાઇટ ખાતે પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના અજાણ્યા પર્યટક સ્થળો ની મુલાકાતે નીકળેલ રાજુભાઇ શાહ.ઉ.વ.૫૭. રહે સુરત,  સંજયભાઈ પટેલ ઉં.વ. ૪૬ રહે સુરત, પવન દુબે ઉ.વ.૩૯ રહે. મુંબઈ, થોમસ કોચી. ઉ.વ.૪૯ રહે.અમદાવાદ ના ઓ સાથે  રૂબરૂ મુલાકાત થતાં તેઓ જણાવ્યું હતું કે આપના રાજ્યમાં ઘણા બધા એવા પર્યટન સ્થળો છે.

પરંતુ તેની કોઇને જાણ નથી. તેવા સ્થળો ને ડેવલોપ કરવામાં આવે તો તે વિસ્તારનો વિકાસ થાય અને તેના સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને લોકો તે સ્થાળ નું મુલાકાત લે. હાલ ગુજરાત ટુરિઝમ ને પ્રમોટ કરવાની જરૂર છે. કારણકે ગુજરાતમાં વસતા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથી. અમો આ પ્રવાસનો સુરત થી આરંભ કર્યો ત્યારે વલસાડ, નવસારી, ડાંગ વિસ્તારોમાં ફર્યા તેમાં ડાંગ ખાતે પાંડવ ગુફા, ડોન હિલ, દાંડી ખાતે દાંડીકૂચ વખતે કરેલ કાર્યોને જાખી આપવામાં આવી છે. પર્યટકો આ દાંડીની મુલાકાત લે તો જ તેને ખબર પડે કે જ્યારે દાંડીકૂચ કરવામાં આવી ક્યારે કોણ કોણ હતું. અને તે સમયે શું બન્યું હતું.

Most Popular

To Top