Vadodara

SSGHના ઓપીડીમાં દર્દીઓનો ધસારો, ડેન્ગ્યુના 25 અને ચિકનગુનિયાના 5 દર્દીઓ સારવાર હેઠળ

વડોદરા: કોરોના નબળો પડ્યા બાદ વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે.જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 25 થી વધુ અને ચિકનગુનિયાના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડો.રૂપલ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં મેડિસિન વિભાગ ખાતે ડેન્ગ્યુના 25 થી 30 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ ચિકનગુનિયાના 5 થી 6 દર્દીઓ સારવાર હેઠળ છે.

ડેન્ગ્યુ અને ચીકનગુનિયાનો રોગ જે છે.તે વાઇરલ બીમારી છે.વિષાણુજન્ય રોગ છે અને આ રોગ ઈડીસીજીપ્ટિ મચ્છરના કરડવાથી થાય છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે આ રોગ દિવસના સમયે મચ્છર કરડે છે એટલે કે પોતાના આજુબાજુના વિસ્તારમાં મચ્છરોનો ફેલાવો ન થાય. આ મચ્છર ચોખ્ખા પાણીમાં થતા હોય છે.જેથી કરીને ઘરોની આસપાસ પાણી ભરાઇ રહેતું હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું,તમામ પાણીની ટાંકીઓ ઢાંકી ને રાખવી જોઈએ.આ મચ્છર કરડવાથી જો કોઈ રોગ થાય તો દર્દીને સામાન્ય રીતે તાવ આવે માથાનો, આંખોમાં અને ખૂબ જ શરીરનો દુખાવો થતો હોય છે.

તો દર્દીએ તાત્કાલિક ડૉક્ટરને બતાવી સલાહ પ્રમાણે સારવાર લઇ નિદાન કરાવવું જોઈએ.મોટાભાગના દર્દીઓને આ રોગ 7 દિવસમાં મટી જતો હોય છે.અને ગંભીર સ્વરૂપ ધારણ નથી કરતો.પરંતુ આ રોગમાં એક-બે કોમ્પ્લિકેશન એવા હોય છે કે જે દર્દીને ગંભીર રીતે બિમાર કરી શકે છે.દર્દીના પ્લેટલેટ કણો ઓછા થઈ શકે છે. નાકમાંથી , દાંતમાંથી , ઊલટી કે ઝાડા માંથી પણ લોહી પડી શકે છે.અને દર્દીનું બ્લડપ્રેશર ખૂબ જ ઓછું થઈ શકે છે. જેને આપણે ડેન્ગ્યુ શોક સીન્ડ્રોમ કહીએ છે.માટે તે ગંભીર રૂપ પણ ધારણ કરી શકે છે.એને સાવજ આપણે એ રીતે નહીં લેવાનું.પરંતુ રોગને ગંભીરતાથી લેવો જરૂરી બને છે. અને ડોક્ટરની સલાહ હેઠળ પાણી પુષ્કળ પીવું જોઈએ.પેરાસીટામોલ સુરક્ષિત દવા છે.તેના માટે.જ્યારે એવી દવા નહીં લેવાની જેનાથી પ્લેટલેટ કણો ઓછા કરી શકે અથવા પ્લેટલેટ ઉપર અસર કરી શકે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top