વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા....
વડોદરા : આફમી ચેરિટેબલ ટ્રસ્ટના કાળા ચિઠ્ઠાના હિસાબ કિતાબની મનાતી પેનડ્રાઈવ મોહંમદ હુસેન મન્સુરીએ તોડીને કાંસમાં ફેંકી દીધી હતી. જે પેનડ્રાઈવ કબજે...
મુરલીમનોહર મને તૃપ્ત કર : વત્સલા પાટીલ વડોદરાના ગરબા ક્વિન જન્માષ્ટમી પર્વે કહે છે ,હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો આમ...
ભારત દેશને ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી દર મહિને કોવેક્સિનના 1 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટમાંથી કોવેક્સિનનો પ્રથમ 1 કરોડ ડોઝનો...
સુરત શહેરમાં જીપીસીબીના પયાર્વરણીય કાયદાઓની સરેઆમ ઘોર ખોદાઇ ગઇ છે. જીપીસીબીના હપ્તાખોર બાબુઓને કારણે શહેરમાં છડેચોક ગેરકાયદે એકમો ધમધમી ઉઠયા છે. રાજયનું...
માંડવીના કરંજ GIDCમાં ડૂપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી SOG અને LCB પોલીસને મળતા તેણે રેડ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પરથી...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ ક્લાસ 4 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રવિવારે અહીં દુનિયાની નંબર વન ખેલાડી ચીનની ઝાઉ યિંગ સામે ભાવિનાબેન...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોકિયોમાં પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યાં છે. મુખ્યમંત્રી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. આ ઉપરાંત સારવાર દરમ્યાન સાજા...
ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 26 ટકા ઓછો વરસાદ પડયો છે, સતત બે મહિના ઓછો વરસાદ પડતા આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 45,083 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે....
ગાંધીનગરમાં વિહિપ દ્વ્રારા નિર્માણ પામેલા ભારત માતાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા નિવેદેનના રાજકિય પ્રત્યાધાત પડયા છે....
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં ઘણા વધુ પ્રમાણમાં રોજીંદા કેસો અને મોત નોંધાઇ રહ્યા છે....
ભારત સરકારના માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે નવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર માટે એક નવી સીરિઝ – ભારત સીરિઝ (બીએચ સીરીઝ શરૂ કરી છે. આ...
છેલ્લા કેટલાક દિવસથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ મંદ પડી ગયો છે ત્યારે હવે આ વિસ્તારોમાં ૨૯ ઓગસ્ટથી વરસાદ વેગ પકડી શકે...
અમેરિકાના લશ્કરે જણાવ્યું છે કે તેણે અફઘાનિસ્તાનમાં એક સ્થળે ડ્રોન હુમલો કરીને આઇએસઆઇએસ સંગઠનના બે પ્લાનરોને મારી નાખ્યા છે. કાબુલ એરપોર્ટ પર...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જુના કેસોમાં રીકવરી માટે આવકવેરા કમિશનરેટને આદેશ આપવામાં આવતા સુરત સહિતના આવકવેરા વિભાગે 6 વર્ષ...
ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહત્ત્વકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ...
સુરત શહેરમાં પાડેસરા જીઆઇડીસી સાથે સાથે ઠેકઠેકાણે પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર થઇ ગઇ છે. ડીંડોલી નંદનવન ટાઉનશીપ સામે રેલ્વે ટ્રેક ઉપર આવેલી...
અમદાવાદમાં મકરબામાં ઈલેટ્રોનિકસ ચીજવસ્તુઓનો શો રૂમ ધરાવતા એક વેપારીને પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુ:ખ તેમજ ઘરની સમસ્યાઓ દૂર કરાવવા માટે પોતાના જ...
સુરત : કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ દરમિયાન મહિલા (woman)એ બીજા યુવક (lover)ની સાથે મોબાઇલમાં ચેટિંગ (chatting) નહીં કરવાની બાંહેધરી આપીને પતિ (husband) સાથે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે તેમણે સાંસદો,...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની...
રાજધાનીમાં, પોલીસે એક સનસનાટીભર્યા હત્યા કેસ (Delhi murder case solve by tattoo)નો પર્દાફાશ કર્યો છે. યુવકની હત્યાના મામલે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં કોરોનાના 4 નવા કેસ સાથે માત્ર 10 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 2,...
ઇંગ્લેન્ડે (England) શનિવારે હેડિંગ્લે (Headingley)માં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત (India)ને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવી ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન (Oli...
વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં...
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટના પ્રવેશ દ્વાર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટના...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા...
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. 11 ગંભીર ગુના આચરી ચૂકેલો સુત્રધાર ઠગ તો ચોરી, લૂંટ, મારામારી ઉપરાંત પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. એસીપી મેઘા તેવારના માર્ગદર્શન આધારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સયાજી હોસ્પિટલના સંકુલમાં એક જ પખવાડિયામાં બે ગરીબ દર્દીઓના સગાને ઠગ ટોળકીએ િશકાર બનાવી હતી. તારૂ પર્સ પડી ગયું છે કહીને તુરંત ખિસ્સા ચેક કરતા ગઠીયા ચાલાકીપૂર્વક નાણાં સરકાવીને એક્ટીવા પર ફરાર થઇ જતા હતા. રાવપુરા પોલીસને ફરીયાદ મળતા જ ઉચ્ચ અિધકારીઓ સહિતનો સ્ટાફ સતર્ક બની ગયો હતો.
પોલીસે એસએસજીના સંકુલમાં સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કર્યા હતા અને ઠગ ટોળકીનો ભોગ બનનાર નિર્દોષોને બતાવતા જ ઓળખી બતાવ્યા હતા. પોલીસે ગુપ્ત રાહે તપાસ કરતા રીઢા ગુનેગાર હોવાની િવગતો સાંપડી હતી. તપાસનો દોર લંબવતા જ ખુશનંદ ઉર્ફે ખુશ ઇકબાલહુસેન મલેક (રહે. 8, નવરંગ એપાર્ટમેન્ટ, એમ્પાયર િબલ્ડીંગ સામે, ફતેગંજ, હાલ રહે. અલકા વેલ્ડીંગ સામે, નાગરવાડા ચાર રસ્તા) તથા જુનેદ ઉર્ફે મખ્ખી સઇદભાઇ શેખ (રહે. 15, પટેલ એવન્યુ, અકોટા) પાસેથી સરકાવી લેવાયેલા 15,500 રૂપિયા ઉપરાંત મોબાઇલ એક્ટીવા સહિત 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે ઊંડી તપાસ હાથ ધરતા જ સુત્રધાર ખુશનંદ તો 11 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. મારામારી, ચોરી, લૂંટ, છેતરપીંડી સહિતના ગંભીર ગુના આચરી ચૂક્યો છે. 2016 માં તો ખુશનંદ પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. પોલીસ સમક્ષ પ્રથમવાર પકડાયો હોવાનું રટણ કરતા જુનેદ ઉર્ફે મખ્ખી પણ ભૂતકાળમાં ગુનાખોરી આચરી ચૂક્યો હોવાની પોલીસને પુરી શંકા છે.
મારૂં પર્સ પડી ગયું છે કહીને રૂંઆબ છાંટતી ઠગ ટોળકીનો સાગરીત કોઇ પણ નાગરીકને ખિસ્સા ચેક કરવાનું કહે તો તુરંત ઇન્કાર કરીને પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ઠગ ટોળકીની જાળમાં ફસાયા વગર ગઠીયા સામે તુરંત પલીસને જાણ કરશો તો ગેંગના શિકાર બનતા અટકશો. તેવો પ્રજાજોગ સંદેશ આપતા મદદનીશ પોલીસ કમિશ્નર મેઘા તેવારે વધુમાં જણાવેલ કે એસએસજીમાં તદ્ન મજબૂર અને ગરીબ વર્ગ સારવાર કરાવવા ક્યા ક્યાંથી આવતા હોય છે. લાચાર હાલતમાં નજીવી મૂડી સારવાર અર્થે ખિસ્સામાં રાખી હોય અને ગઠીયાનો શિકાર બની જાય તો એ ગરીબ ક્યાં જાય ? કોને કહે ? સ્વજન દર્દીની સારવાર કરવા જાય કે ગઠીયા શોધવા નિકળે ? તેથી તુરંત પોલીસનો 100 નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.
એસએસજીના સત્તાધીશોએ પોલીસ સાથે સંકલન સાધીને સંકુલમાં ફરતા આવા અસામાજીક તત્વોની તમામ િવગત મેળવીને ફોટા સાથે નામ જોગ પોસ્ટર્સ ઠેર-ઠેર ચોંટાડવા જોઈએ. તેમજ સોશીયલ મીડીયા દ્વારા જાણકારી આપવી જેથી આવા તત્વોની ઓળખ જાહેર થઈ જાય તો ગરીબ અને લાચાર નિર્દોષો પોસ્ટર્સ જોઇને ઓળખી શકે ને ઠગ ટોળકીનો ભોગ બનતા અટકે તેમજ અન્યને પણ આવા તત્વોની બચવા જાણકારી આપી શકે.